દેશમાં એક તરફ બેરોજગારી ભરડો લઇ રહી છે અને બીજી તરફ મહિલાઓને પુરુષોની સરખામણીમાં ત્રણ ગણું ઓછું વેતન મળે છે. ઓક્સફામ નામની સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં આ વિગતો બહાર આવી છે.
આ અહેવાલ પ્રમાણે, એશિયાનાં દેશોમાં ભારતમાં મહિલા અને પુરુષોને મળતા વેતનમાં ઘણો મોટો તફાવત છે અને નોકરી કરતી મહિલાઓને પુરુષો કરતા ઓછું વેતન આપવામાં આવે છે. એક સરેરાશ મુજબ, મહિલાઓને પુરુષો કરતા 34 ટકા ઓછુ વેતન મળે છે. મહિલાઓ પુરુષો જેટલી જ સક્ષમતાથી કામ કરે છે આમ છતાં તેમને 34 ટકા વેતન ઓછું મળે છે.
બ્રિક્સ અને જી20 દેશોમાં ભારતમાં સૌથી ઓછી મહિલાઓ લેબર ફોર્સ (એટલે કે કામમાં ભાગીદારી) સૌથી ઓછી છે. ભારતમાં 27 ટકા મહિલાઓ લેબર ફોર્સ તરીકે કામ કરે છે. દેશમાં કુલ વસ્તીમાં 50 ટકા મહિલાઓ હોવા છતા પણ તેમની લેબર માર્કેટમાં ભાગીદારી ઓછી છે. મહિલાઓ શિક્ષણનું પ્રમાણ હોવા છતાં પણ આ સ્થિતિ ભારત દેશમાં પ્રવર્તે છે.
ઓક્સફમનાં અભ્યાસથી એ વાસ્તવિક્તા બહાર આવે છે કે, દેશમાં મહિલાઓ અને પુરુષો વચ્ચે કેટલી અસામનતા પ્રવર્તે છે. ભારતનાં આર્થિક વિકાસમાં મહિલાઓની ભાગીદારી ઓછી છે. મહત્વની વાત એ છે કે, આ અહેવાલ એવા સમયે આવ્યો છે કે, જ્યારે દેશમાં બેરોજગારી બેફામ વધી રહી છે અને છેલ્લા 45 વર્ષની સૌથી વધુ બેરોજગારી હાલનાં સમયમાં પ્રવર્તી રહી છે.
ઓક્સફામનાં અહેવાલનાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં મહિલાઓની કામમાં ભાગીદારી ઓછી છે કેમ કે, ગામડાઓમાં નોકરીઓ ઘટી રહી છે. શહેરોનો વિકાસ થઇ રહ્યો છે. પુરુષો અને મહિલાઓને મળતા વેતનમાં મોટો તફાવત છે અને મહિલાઓને નોકરીની સાથે સાથે ઘરકામ પણ કરવુ પડે છે અને સામાજિક રીતિરિવાજો પણ મહિલાને નડે છે.
આ અહેવાલમાં એ પણ બહાર આવ્યુ કે, દેશમાં નોટબંધી પછી મહિલાઓએ લેબર માર્કેટ છોડ્યુ અને નોકરીઓ છોડી. નોટબંધીની મહિલાઓની નોકરીઓ પર મોટી અસર થઇ.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર