Home /News /national-international /ફરિયાદ કરી રહેલી મહિલા પર ભડક્યા કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા

ફરિયાદ કરી રહેલી મહિલા પર ભડક્યા કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા

સિદ્ધારમૈયાએ ગુસ્સે થઈ મહિલાનો દુપટ્ટો ખેંચ્યો.

મહિલાની સાથે થયેલા આ વર્તનને લઈ સિદ્ધારમૈયા હવે રાજકીયથી લઈને સામાન્ય લોકો સુધી નિશાના પર આવી ગયા છે

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ફરી એકવાર પોતાના ગુસ્સાને લઈને ન્યૂઝમાં આવી ગયા છે. પૂર્વ મુખ્યમંત્રીની પાસે ફરિયાદ લઈને પહોંચેલી એક મહિલાની ઉપર સિદ્ધારમૈયાનો ગુસ્સો એ હદે ફુટ્યો કે તેઓએ તે મહિલા પાસેથી માઇક પણ ઝૂંટવી લીધું. માઇક ઝૂંટતી વખતે સિદ્ધારમૈયાનો હાથ મહિલાનો દુપટ્ટા પર જતો રહ્યો અને તેઓએ તેને નીચેની તરફ ઝાટકી દીધો. મહિલાની સાથે થયેલા આ વર્તનને લઈ સિદ્ધારમૈયા હવે રાજકીય તથા સામાન્ય લોકોના નિશાન પર આવી ગયા છે.

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પર ખતરાની ઘંટડી વાગી રહી છે ત્યારે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રાજીનામાની ધમકી આપી છે. આ દરમિયાન કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ગુસ્સા પર હવે લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો છે. મળતી માહિતી મુજબ, સિદ્ધારમૈયાને મળવા પહોંચેલી એક મહિલાની સાથે તેઓએ ખરાબ વર્તન કર્યું. સિદ્ધારમૈયાને મહિલાની વાત પર એ હદે ગુસ્સો ભડક્યો કે તેઓએ મહિલાના હાથમાંથી માઇક ઝૂટવી લીધું.

સિદ્ધારમૈયા મહિલા સાથે સતત ગેરવર્તણૂક કરતા રહ્યા અને તેને ચૂપ કરવા માટે કહેતા રહ્યા. આ દરમિયાન તેઓએ મહિલા પાસેથી માઇક ઝૂંટવવા માટે જેવો હાથ લંબાવ્યો તો તેમનો હાથ મહિલાના દુપટ્ટા પર જતો રહ્યો. મહિલાનો દુપટ્ટો તેમના હાથથી નીચે સરકી ગયો. સિદ્ધારમૈયાના આ વર્તનની હવે દરેક સ્થળે ટીકા થઈ રહી છે.
First published:

Tags: Siddaramaiah, કર્ણાટક, વાયરલ વીડિયો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો