Home /News /national-international /કોરોના વેક્સિન લીધા બાદ મહિલાઓમાં વધુ જોવા મળી રહી છે સાઈડ ઈફેક્ટ

કોરોના વેક્સિન લીધા બાદ મહિલાઓમાં વધુ જોવા મળી રહી છે સાઈડ ઈફેક્ટ

પ્રતીકાત્મક તસવીર

સીડીસી રીસર્ચ અનુસાર કોરોના વેક્સિન લગાવ્યા બાદ મહિલાઓમાં હાયપર સેન્સિટીવિટી સંબંધિત આડઅસર વધુ જોવા મળી રહી છે

    નવી દિલ્હી. વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસ(Coronavirus)ને અંકુશમાં લેવા વૈજ્ઞાનિકોએ રસી (Covid Vaccine) તો શોધી લીધી છે. પરંતુ આ કોરોના વેક્સિન (Corona Vaccine) અમુક લોકો પર કારગર સાબિત નથી થઈ રહી. અમુક લોકોને કોરોના રસીની આડઅસર (Side Effects) પણ વર્તાઈ રહી છે.

    જોકે સાઈડ ઈફ્કેટ (Corona Side Effects)માં સૌથી વધુ સૌથી મહિલાઓની ફરિયાદ આવી રહી છે. અમેરિકામાં પણ મહિલા વર્ગને કોરોના રસીની આડઅસર જોવા મળી રહી છે. અમેરિકાના પેન્સેલવેનિયાના સ્ટેટ કોલેજની 44 વર્ષીય મેડિકલ ટેક્નિશિયન શેલી કેન્ડેફીએ તાજેતરમાં જ કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો, પરંતુ ડોઝ લીધા બાદ સાંજે એકાએક તેમની તબિયત ખરાબ થઈ હતી.

    આ પણ જુઓ, VIDEO- ગજબની ટેક્નોલોજીથી બની છે આ હેલ્મેટ, પહેર્યા વગર નહીં થાય બાઇક સ્ટાર્ટ

    ગત મહિને સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રીસર્ચમાં જાણવા મળ્યું હતુ કે, અંદાજે 1.37 કરોડ અમેરિકનોએ કોરોનાની રસી લીધી છે તેમાંથી 61.2% જ મહિલાઓ છે. ચોંકાવનારો આંકડોએ છે કે 79.1% મહિલાઓને આડઅસર વર્તાઈ છે.

    સીડીસી રીસર્ચ અનુસાર કોરોના વેક્સિન લગાવ્યા બાદ મહિલાઓમાં હાયપર સેન્સિટીવિટી સંબંધિત સાઈડ ઈફેક્ટ વધુ જોવા મળી રહી છે. સર્વગ્રાહ્ય મોર્ડના વેક્સિન લગાવ્યા બાદ પણ 19 લોકોને આડઅસર થઈ છે અને મહત્વની વાત એ છે કે આ તમામ 19 મહિલાઓ જ હતી.

    આ પણ વાંચો, કોરોના રસીકરણ અભિયાનમાં ભારતની મોટી છલાંગ, UKને પછાડી દુનિયામાં ત્રીજા નંબરે પહોંચ્યું

    ફાઈઝરની વેક્સિનથી 47 લોકોને આડઅસર થઈ છે, તેમાંથી 44 મહિલાઓ હતી

    જોકે આડઅસરને સારી ગણાવતા જોન્સ હોપ્કિંગ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં માઈક્રોબાયોલોજિસ્ટ અને ઈમ્યુનોલોજિસ્ટ કરતી સબરા ક્લિનનું કહેવું છે કે મહિલાઓમાં જોવા મળેલ સાઈડ ઈફેક્ટ હલકી છે. જે થોડા સમય માટે જ જોવા મળી રહી છે. આ શારીરિક ફેરફારો એ બાબતનું પ્રમાણ છે કે વેક્સિન શરીરમાં અસર કરી રહી છે.
    " isDesktop="true" id="1078559" >

    મહિલાઓને શું આડઅસર થઈ રહી છે?

    કોરોના રસી લીધા બાદ તમામ લોકોને સામાન્ય થાક અને તાવ રહે છે. અમુક કલાકો બાદ અગાઉની જેમ જ સ્વાસ્થ્ય થઈ જાય છે, પરંતુ તાજેતરના રીપોર્ટ અનુસાર મહિલાઓને સ્કીન ઈન્ફેકશન થઈ રહ્યાં છે. શરીરમાં લાંબા સમય સુધી થાક અનુભવાય છે. માથાનો દુખાવો પણ જોવા મળી રહ્યો છે. તાવ સામાન્ય હોવા છતા શરીરમાંથી પરસેવો છુટી રહ્યો છે.
    First published:

    Tags: Corona vaccine, Coronavirus, Covid vaccine, Pandemic, Side effects, Vaccination, મહિલા