New Video: હાથ જોડી મહિલા DCP શાંતિની અપીલ કરતી રહી, વકીલો કરતા રહ્યા ગેરવર્તન

News18 Gujarati
Updated: November 8, 2019, 4:01 PM IST
New Video: હાથ જોડી મહિલા DCP શાંતિની અપીલ કરતી રહી, વકીલો કરતા રહ્યા ગેરવર્તન
ડીસીપી મોનિકા ભારદ્વાજ સાથે વકીલો દ્વારા ગેરવર્તણૂક

કેટલાક કોન્સ્ટેબલ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક કોન્સ્ટેબલનો તો કાનનો પરદો ફાટી ગયો

  • Share this:
દિલ્હીના તીસ હજારી કોર્ટમાં થયેલી બબાલ બાદ હવે એક નવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા પોલીસ ઓફિસર પર વકીલોની ભીડે અચાનક હુમલો કરી દીધો. આ દરમિયાન મહિલા અધિકારી તેમને હાથ જોડી શાંત રહેવાની અપીલ કરતી રહી. પરંતુ, કોઈએ મહિલાની એક ન સાંભળી અને તેની સાથે ગેરવર્તણૂક કરતા રહ્યા. મહિલા અધિકારીની ઓળખ ડીસીપી મોનિકા ભારદ્વાજ તરીકે થઈ છે. હિંસા સમયે કોર્ટમાં પાર્ક કરેલા વાહનો પણ આગના હવાલે કરી દીધા.

પ્રાપ્ત માહિતી અનુસાર, જો તે સમયે પોલીસકર્મીઓની એક નાની ટોળકી જો મોનિકા ભ્રદ્વાજને બચાવવા ન આવી હોત તો, તો મોબ લિન્ચીંગનો ખતરો પણ થઈ શક્યો હોત. હવે આ વીડિયો તપાસનો એક મહત્વનો ભાગ બની ગયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે કે, કેવી રીતે કોર્ટ પરિસરમાં જ પોલીસ વાહનોને આગ લગાવવામાં આવી અને પોલીસકર્મીઓ સાથે વકીલોએ ગેરવર્તણૂક કરી.

મહિલા પોલીસકર્મી સાથે થઈ રહી હતી ધક્કા-મુક્કી

આ દરમિયાન દિલ્હી પોલીસને સૂચના આપી દેવામાં આવી. ત્યાંથી એસએચઓ રાજીવ ભારદ્વાજ સાથે લગભગ 12 પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા. અહીં પહોંચતા જ તેમના હોશ ઉડી ગયા. ભીડ મોનિકા ભારદ્વાજ પર હુમલો કરવાની જ હતી. તેમની સાથે ધક્કા-મુક્કી થઈ રહી હતી. તે હાથ જોડી લોકોને શાંત રહેવાની અપીલ કરી રહ્યા હતા. પરંતુ, ભીડને ઉગ્ર થતા જોઈ ભારદ્વાજ અને તેમની સાથે રહેલા પોલીસકર્મીઓએ પહેલા મોનિકા ભારદ્વાજને બચાવવાની કોશિસ કરી અને ભીડને રોકી. જો પોલીસકર્મીઓ ટાઈમસર પહોંચ્યા ન હોત તો, મોબ લિન્ચીંગ જેવી ઘટના સર્જાઈ હોત.



ઘાયલ થયા કેટલાએ પોલીસકર્મી
મહિલા પોલીસ ઓફિસરને બચાવતા સમયે કેટલાએ પોલીસકર્મી ઘાયલ થયા. એકબાજુ રાજીવ ભારદ્વાજના માથામાં ઈજા પહોંચી હતી, તો કેટલાક કોન્સ્ટેબલ પણ ગંભીર રીતે ગાયલ થયા હતા. એક કોન્સ્ટેબલનો તો કાનનો પરદો ફાટી ગયો, જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

અમે 4 અને તે 400 હતા
ઘાયલ કોન્સ્ટેબલે જણાવ્યું કે, મોડમને બચાવવાની કોશિશ કરી રહ્યો હતો, ભીડે તેને ઘેરી લીધો. અમે તે સમયે 4 લોકો હાજર હતા. તે લોકોએ અમારા પર લોખંડની ખુરશીઓથી હુમલો કર્યો. હું મારી પિસ્તોલને લોક કરી રહ્યો હતોકોઈકે મારીપિસ્તોલ ખેંચવાની કોશિસ પણ કરી. આ દરમિયાન મને કોઈકે માર્યું અને હું પડી ગયો. ત્યારબાદ મારા મોંઢા પર લાતો મારવામાં આવી.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर