ડ્રેસ માપવાના બહાને આધેડ સિક્યુરિટી ઈન્ચાર્જ કરતો હતો ગંદી હરકત, મહિલાઓએ ભેગા મળી ભણાવ્યો જોરદાર પાઠ

પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

Maharashtra news: મહિલા કર્મચારીઓનો આરોપ છે કે ગાવડે ડ્રેસ કોડ માપવાના બહાને અશ્લીલ હરકતો કરતો હતો. એટલું જ નહીં તેના ઉપર એ પણ આરોપ લગાવ્યો હતો કે મહિલાઓએ વિરોધ કરવા પર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.

  • Share this:
    અમરાવતીઃ મહારાષ્ટ્રના (Maharashtra news) અમરાવતી (Amaravti news) જિલ્લામાં એક સિક્યોરિટી ઈન્ચાર્જને (women molestation by Security in charge) મહિલાઓ સાથે કથિત રૂપથી છેડતી કરી મોંઘી પડી હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ  છેડતીના આરોપ લગાવતા 50 વર્ષના આધેડની (50 year old man beaten) જોરદાર પીટાઈ કરી હતી. આધેડને એટલો માર માર્યો હતો કે આધેડ બેભાન થયો હતો. ત્યારબાદ આધેડને પોલીસના હવાલે કરી દીધો હતો. અત્યારે પોલીસ ફરિયાદ (Police complaint) નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

    મીડિયા રિપોર્ટ પ્રમાણે 50 વર્ષના સિક્યોરિટી ઈન્ચાર્જ અરુણ ગાડવે અમરાવતીની રિમ્સ હોસ્પિટલમાં કામ કરતો હતો. જ્યાં મહિલા કર્મચારીઓનો આરોપ છે કે ગાવડે ડ્રેસ કોડ માપવાના બહાને  અશ્લીલ હરકતો કરતો હતો. એટલું જ નહીં તેના ઉપર એ પણ આરોપ લગાવ્યો હતો કે મહિલાઓએ વિરોધ કરવા પર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.

    ત્યારબાદ ગાડવેને સબક શીખવાડવા માટે મહિલાઓએ પ્લાન તૈયાર કર્યો હતો. સમાચારો પ્રમાણે મહિલાઓએ અરુણ ગાડવેની ફરિયાદ એમએનએસના કાર્યકર્તાઓને કી હતી ત્યાર બાદ ગાડવેને એમએનએસના લોકોએ રસ્તા વચે રોક્યો હતો. પૂછપરછ બાદ ભારે પીટાઈ કરી હતી.

    આ ઉપરાંત મહિલાઓએ પણ તેને લાતો અને ફેંટોથી માર માર્યો હતો. પીટાઈ એટલી વધારે હતી કે તે સ્થળ ઉપર જ બેભાન થયો હતો. ત્યારબાદ ગાડવેને ગાડીમાં નાંખીને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પોલીસ અત્યારે તપાસ હાથધરી છે.

    ઉલ્લેખનીય છે કે યુવતીની છેડતીની એક ઘટના અમદાવાદમાં પણ બની હતી. અહીં સુપરવાઈઝરે કંસ્ટ્રેક્શન સાઈટ ઉપર એકલી રહેલી યુવતીને બાથમાં લઈને અડપલાં કર્યા હતા. રામોલમાં 21 વર્ષીય પરિણીતા અને પતિ પરીવાર સાથે રહે છે અને મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં 21 વર્ષીય યુવતી તેની મિત્ર સાથે કંસ્ટ્રક્શન સાઈટ પર મજુરી કામ કરવા માટે ગઈ હતી અને બપોરના સમયે એકલી કામ કરી રહી હતી.

    આ પણ વાંચોઃ- પતિએ ક્રૂરતાની હદ વટાવી! અમદાવાદઃ વિદેશમાં બેશીને વીડિયો કોલ ઉપર પત્ની પાસે 'ગંદુ કામ' કરાવી પતિ લેતો વિકૃત આનંદ

    આ પણ વાંચોઃ-પતિ નીકળ્યો દગાબાજ તો 10 વર્ષ સુધી ન કર્યું સેક્સ, પત્નીએ વ્યક્ત કરી દર્દભરી કહાની

    તે વખતે આ સાઈટનો સુપરવાઈઝરે યુવતી પર દાનત બગાડીને તેની નજીક આવ્યો હતો. ત્યારબાદ યુવતીને બાથમાં પકડીને ધક્કો મારીને જમીન પર પાડી દીધી હતી. પછી યુવતીના કપડાં ઉતારવાની કોશીશ કરીને શારીરીક અડપલાં કરવાં લાગ્યો હતો. જો કે યુવતીએ પ્રતિકાર કર્યો હતો. તેમ છતા સુપરવાઈઝરે યુવતીને છોડી ન હતી.
    Published by:ankit patel
    First published: