રાજ્યસભામાં આજે રજૂ થઈ શકે છે ત્રણ તલાક બિલ, હોબાળાની શક્યતા

News18 Gujarati
Updated: January 2, 2019, 9:23 AM IST
રાજ્યસભામાં આજે રજૂ થઈ શકે છે ત્રણ તલાક બિલ, હોબાળાની શક્યતા
PTI Photo/Atul Yadav

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબલી આઝાદે ત્રણ તલાક સંબંધિત બિલ સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ કર્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન બુધવારે રાજ્યસભામાં મુસ્લિમ મહિલા (વિવાહ અધિકારી સંરક્ષણ) બિલ 2018 વિચાર માટે લાવવાામાં આવશે. આ બિલ પહેલા જ લોકસભામાં પાસ થઈ ચૂક્યું છે. આશંકા છે કે વિપક્ષ રાજ્યસભામાં આ બિલ પર હોબાળો કરી શકે છે.

મંગળવારે રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબલી આઝાદે ત્રણ તલાક સંબંધિત બિલ સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ કર્યો છે. બિલ રાજ્યસભામાં રજૂ થયા બાદ એ વાતની શક્યતા છે કે આઝાદના આ પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચા થાય.

આઝાદે પોતાના પ્રસ્તાવમાં સિલેક્ટ કમિટી માટે 11 વિપક્ષી સભ્યોના નામ પણ પ્રસ્તાવિત કર્યા છે. આઝાદ દ્વારા પ્રસ્તાવિત સભ્યોમાં કોંગ્રેસના આનંદ શર્મા, સપાના રામ ગોપાલ યાદવ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, રાજદના મનોજ કુમાર જ્હા પણ સામેલ છે.

આ બિલના સંબંધમાં વિપક્ષી સભ્યોએ બિલમાં સંશોધન માટે નોટિસ પણ આપી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે તેઓએ બિલમાં ચાર સંશોધનોની ભલામણ કરી છે.
First published: January 2, 2019, 9:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading