હૈદરાબાદ. કોરોના કાળ (Corona Pandemic)માં લદાયેલ લોકડાઉન(Lockdown) અને રાત્રી કર્ફ્યુ (Night Curfew) જેવા નિયંત્રણોને પગલે વેપાર-ધંધા (Business) પર બહોળી અસર થઈ છે. અમીરો તો બચતમાંથી જરૂરીયાતો પુરી કરી શકે છે, પરંતુ ગરીબ અને મધ્યમવર્ગના માણસોને જીવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે તેલંગાણા (Telangana)ના મેહબુબનગરના નારાયણપેટ જિલ્લાની એસએચજી (SHG)ની મહિલાઓએ લોકડાઉન દરમિયાન કોરોનામાં અત્યંત ઉપયોગી માસ્ક (Mask) બનાવીને લાખોની કમાણી કરી હતી. જે મુશ્કેલ સમયમાં લડતા રહેવાનું અને આગળ વધતા રહેવાનું એક ઉદાહરણ પુરૂ પાડે છે.
જિલ્લા કલેક્ટરે કરી ઓફર અને મહિલાઓ બની આત્મનિર્ભર
દેશના અનેક પરિવારોએ અંગત માણસ સાથે નાણાકીય અને સામાજીક સુરક્ષા ગુમાવી છે. ત્યારે તેલંગાણાના નારાયણાપેટ જિલ્લાની મહિલાઓ દ્વારા ચલાવાતા સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) મહામારી દરમિયાન લાગેલ લોકડાઉનના સમયગાળામાં રેકોર્ડ 30 લાખ રૂપિયાની કમાણી કરી છે. હકીકતમાં, નારાયણપેટ જિલ્લાના કલેકટર હરિચંદનાએ તેમને 30 લાખ રૂપિયાની આર્થિક સહાયની ઓફર કરી અને મોટી સંખ્યામાં માસ્ક બનાવવાની કામગીરી સોંપી. જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી (ડીઆરડીઓ)ની માર્ગદર્શિકા અને કલેક્ટરની સલાહ અને સૂચનાઓ દ્વારા મહિલાઓએ 6 લાખ જેટલા માસ્ક બનાવવાની વ્યવસ્થા કરી અને કમાણી કરી. મહિલા સંગઠને કલેક્ટર દ્વારા અપાયેલા 30 લાખ રૂપિયાના રોકાણને અલગ રાખીને આશરે 25 લાખથી 30 લાખ રૂપિયાનો નફો કર્યો છે.
સંસ્થામાં હાલ 3000 મહિલા કાર્યકર્તાઓ કામ કરે છે અને વિવિધ ડિઝાઈનના માસ્ક સીવે છે. બજાર માંગ પ્રમાણે ઉત્પાદન કરી પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. આ માસ્કમાં ઘણી વેરાયટી મળી રહે છે જેમાં ઈક્કત, પોચામ્પલ્લી સીલ્ક, નારાયણપેટ યાર્ન, 100 ટકા રેશમ વગેરેના બનેલા માસ્ક સામેલ છે. અહિંના ડિઝાઈનર માસ્કની માંગ ઘણી વધારે છે. ઉપરાંત અહીં લોકલ આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે આયુર્વેદિક માસ્ક પણ બનાવવામાં આવે છે.
ભારતના અનેક ભાગોમાં કોવિડ-19ની બીજી લહેરમાં પણ અગાઉ માફક મહિલાઓએ સતત વધતી માંગને પહોંચી વળવા માસ્ક બનાવવાનું ચાલુ રાખ્યું છે. ડિઝાઇનર અને આયુર્વેદિક માસ્ક ઉપરાંત, એસએચજી સભ્યોએ આકર્ષક ડિઝાઇન અને રંગોમાં ઈકો ફ્રેન્ડલી માસ્ક તૈયાર કર્યા છે.
જ્યારે મહિલાઓ લોકડાઉન સમયગાળામાં ઘરેથી માસ્ક બનાવવાનું કામ કરતી હતી, ત્યારે તેઓએ તેમના માસ્ક વિશેની વાત ફેલાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો, જેથી તેઓની માંગમાં વધારો નોંધાયો. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને ઉત્પાદનને વ્યાપક બનાવવા માટે સંપર્ક અને પ્રસિદ્ધિ મેળવવામાં મદદ મળી. આનાથી મહિલાઓને તેમના ઉત્પાદનો વિશે સામાન્ય જનતામાંથી જાગરૂકતા ફેલાવવામાં મદદ મળી. સાથે જ સરકારી સંસ્થાઓ, આઇટી કંપનીઓ, વેપાર સંગઠનો અને સ્થાનિક સામાજિક અભિનેતાઓનો મોટો પ્રતિસાદ મેળવવામાં પણ મદદ મળી. મહિલાઓને અત્યાર સુધીમાં વિવિધ સંસ્થાઓ, જેમ કે હૈદરાબાદ મેટ્રો રેલ, ફિક્કી, રેમ્કી, વિજય દેવરકોંડા, તબ્બુ, ફરાહ ખાન અને અન્ય જેવા જાણીતા અભિનેતાઓના ઓર્ડર મળ્યા છે. જાણીતી સોફ્ટવેર કંપની ડેલોઇટે 63,000 માસ્ક માટે ઓર્ડર આપ્યો છે.
બ્રાન્ડ નેમ રખાયું “અરૂણ્ય”, કૌશલ્ય વિકાસ અને તાલીમ કેન્દ્રનું થયું નિર્માણ
એસએચજીએ હવે તેમની બ્રાન્ડને નામ આપ્યું છે ‘અરુણ્ય’ અને હવે તેઓ તેમના ઉત્પાદનો માટે સામાજિક અને વારસાગત મીડિયા દ્વારા વધુ પ્રસિદ્ધિ મેળવવાની આશા રાખી રહ્યા છે. સમર્પિત કામદારોએ માસ્ક સિવાયના અન્ય ઉત્પાદનો બનાવવાનું પણ શરૂ કર્યું છે. જે વાંસના ઉત્પાદનો, અંજીર, અથાણાં અને અન્ય વસ્તુઓ જેવી વસ્તુઓ ઉંચી માંગમાં છે.
એક મોટો ધંધો વિકસાવ્યા પછી મહિલાઓ હવે તેમના પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધવા માગે છે. જેથી મોટા પાયે માસ્ક અને અન્ય વસ્તઓનું ઉત્પાદન ચાલુ રાખી શકે. કલેક્ટર જગ્યાના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડવાની તૈયારીમાં છે. જ્યારે મહિલાઓએ પણ તે માટે પોતાની બચત કરી છે. અંદાજે 45 લાખના ખર્ચે કૌશલ્ય વિકાસ અને તાલીમ કેન્દ્રનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું છે. આ બિલ્ડિંગમાં મહિલાઓની સંસ્થા માટે એક હોલ, અરુણ્ય બ્રાન્ડેડ માસ્ક અને ઉત્પાદનોની એડ માટે સ્ટુડિયો અને ડીઆરડીઓ ઓફિસ માટે રહેવાની જગ્યા શામેલ હશે. મહામારીને તકમાં ફેરવતી મહિલાઓ
જ્યારે મહામારીએ ઘણા વ્યવસાયોને નુકસાનમાં કરતા કરી દીધા હતા, ત્યારે મહિલા સંચાલિત સંસ્થાએ રોગચાળા દ્વારા ઉદભવતા પડકારોને અનુરૂપ થઈને તેમને આવકની તકોમાં ફેરવીને સફર શરૂ કરી હતી. મહામારી દરમ્યાન, મહિલાઓ જરૂરી લોકોના વિવિધ વિભાગોની જરૂરિયાતોને પહોંચી વળવા હજારો માસ્ક બનાવવામાં વ્યસ્ત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર