Home /News /national-international /

લગ્નના બે દિવસ પછી દુલ્હને ખોલ્યું એવું રહસ્ય કે પતિના તો હોશ ઉડી ગયા

લગ્નના બે દિવસ પછી દુલ્હને ખોલ્યું એવું રહસ્ય કે પતિના તો હોશ ઉડી ગયા

કન્યા પ્રીતિએ જણાવ્યું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું

ગામના લોકોએ પૂછપરછ કરી તો કન્યા પ્રીતિએ જણાવ્યું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. દુલ્હનએ જણાવ્યું કે 9 જુલાઈના રોજ હરિયાણાથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેને રસ્તામાં કચોરી ખવડાવી હતી

    Fraud Marriage : હરિયાણાની અપહરણ કરાયેલી યુવતીના લગ્ન જયપુરમાં એક અઠવાડિયા પછી સીકરના ખંડેલા વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા. લગ્ન માટે દલાલોએ છોકરાના પરિવાર પાસેથી 3.3 લાખ રૂપિયા પણ લીધા હતા. લગ્નના બે દિવસ પછી જ્યારે છોકરીએ ઘરેથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે છોકરાના પરિવારે તેને પકડી લીઘી હતી. પછી તેણે પોતાની આપવીતી સંભળાવી. ગુમ થયેલી છોકરીનું નામ પણ હરિયાણામાં નોંધાયું હતું. આ સમયમાં હરિયાણા પોલીસ તેને ત્યાંથી લઇ ગઈ. હવે છોકરાએ તે દલાલો વિરુદ્ધ પોલીસમાં કેસ કર્યો છે.

    ખંડેલા વિસ્તારના રહેવાસી રાજેશે જણાવ્યું કે થોડા દિવસ પહેલા ગાયત્રી સર્વ સમાજ ફાઉન્ડેશન તરફથી તેમના મોબાઈલ પર લગ્ન સંબંધિત એક મેસેજ આવ્યો હતો. જ્યારે તેણે આ નંબર પર વાત કરી તો તેની વાતચીત એક મહિલા સાથે થઇ હતી. 11 જુલાઈના રોજ એક છોકરી અને તેની માતા તેના ગામમાં આવ્યા હતા અને તેમની સાથે અન્ય એક મહિલા ગાયત્રી દેવી પણ હતી. તેઓએ કહ્યું અમને છોકરો ગમે છે અને લગ્નની વ્યવસ્થા માટે 1.25 લાખ માંગ્યાતો છોકરાના પરિવારે તરતજ આપી દીધા હતા. ત્યારબાદ તેઓએ જયપુર આવવાનું કહ્યું. 13 જુલાઈએ રાજેશના મામાને ગાયત્રી દેવીનો ફોન આવ્યો અને કહ્યું કે લગ્નમાટે છોકરીઓ આવી છે તો તમે અહીં આવી જાવ.

    13 જુલાઈના રોજ, આખો પરિવાર જયપુર ગયો, જ્યાં ગાયત્રી દેવી તેમને આગ્રા રોડ પરની ઓફિસમાં મળ્યા. ત્યાં હાજર લોકો સાથે રાજેશના પરિવારનો પરિચય કરાવ્યો. ગાયત્રી દેવીએ રાજેશના પરિવારને ત્યાં છોકરી પ્રીતિ અને તેની માતા આરતી સાથે પરિચય કરાવ્યો. આરોપ છે કે ગાયત્રી દેવીએ લગ્ન માટે વધુ 2.5 લાખ માગ્યા અને રાજેશના પરિવારે આપ્યા. 15 જુલાઈના રોજ ગાયત્રી દેવીએ રાજેશ અને તેના પરિવારને જયપુર પાછા બોલાવ્યા અને તેમના લગ્ન કરાવ્યા. લગ્નના એક દિવસમાં દુલ્હન ઘરેથી જવાની કોસીસ કરવા લાગી. એવામાં રાજેશએ તેને રોકી લીધી. બીજા દિવસે સવારે 5 વાગ્યે ફરીથી દુલ્હન ભાગવાની કોસીસ કરવા ગઈ તો ગામના લોકોએ તેને રોકી લીધી.

    કન્યાએ જણાવી આપવીતી

    આ પછી, જ્યારે ગામના લોકોએ પૂછપરછ કરી તો કન્યા પ્રીતિએ જણાવ્યું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. દુલ્હનએ જણાવ્યું કે 9 જુલાઈના રોજ હરિયાણાથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેને રસ્તામાં કચોરી ખવડાવી હતી. આ પછી જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે જયપુરમાં હતી. ત્યાં મારી સાથે બીજી બે છોકરીઓ પણ હતી. પ્રીતિએ જણાવ્યું કે ગાયત્રી દેવી અને તેના સાથીઓ પાસે નકલી આધાર કાર્ડ પણ છે. તેનું સાચું નામ સપના છે. પ્રીતિએ રાજેશને એમ પણ કહ્યું કે તેને જયપુરમાં બે જગ્યાએ રાખવામાં આવી છે. આ પછી રાજેશનો પરિવાર કન્યા પ્રીતિને પોલીસ સ્ટેશન લઈ આવ્યો. હરિયાણા પોલીસ તેને 29 જુલાઈના રોજ લઈ ગઈ હતી.

    આ પણ વાંચોMobile App Ban : 348 મોબાઈલ એપ પર પ્રતિબંધ! ભારતીય યુઝર્સનો ડેટા ચોરી ચીન મોકલાતો

    આ કેસમાં ખંડેલા પોલીસ અધિકારી મુકેશ કુમારનું કહેવું છે કે, આ કન્યાની હરિયાણામાં ગુમ થયાની ફરિયાદ થયેલી હતી તેથી હરિયાણા પોલીસ તેણીને ત્યાંથી લઇ ગઈ. રાજેશની માહિતીના આધારે પોલીસ દ્વારા કેશ નોંધીને વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Crime in Rajasthan, Rajasthan latest news, Rajasthan news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन