Home /News /national-international /

વેક્સિનના 4 ડોઝ લેનારી મહિલા corona સંક્રમિત, ઇન્ડોર એરપોર્ટ પર અધિકારીઓએ રોકી

વેક્સિનના 4 ડોઝ લેનારી મહિલા corona સંક્રમિત, ઇન્ડોર એરપોર્ટ પર અધિકારીઓએ રોકી

પ્રતિકાત્મક તસવીર

A Women Infected with Coronavirus after 4 dose of Covid-19 vaccine: મહિલા ઇન્દોર (indore)થી દુબઈ જવાની હતી પરંતુ એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટમાં તેનો રિપોર્ટ સકારાત્મક આવ્યો હતો જે પછી આરોગ્ય અધિકારીઓએ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી હતી.

વધુ જુઓ ...
    ઇન્દોર: બુધવારે ઇન્દોર (Indore)થી દુબઈ (Dubai) જતી ફ્લાઇટમાં કોરોના પોઝિટિવ (Corona) મહિલાને ઇન્દોર એરપોર્ટ પરથી બહાર નીકળતા અટકાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે દુબઈની 44 વર્ષીય મહિલાએ 2 અલગ અલગ કોવિડ-19 રસી (Covid-19 Vaccine)ના 4 ડોઝ લીધા છે.

    જોકે નિયમો મુજબ ઇન્દોરથી દુબઈ જતી સાપ્તાહિક ફ્લાઇટ માટે 89 મુસાફરોનું આરટી-પીસીઆર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઇન્દોર આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો. પ્રિયંકા કૌરવાએ પીટીઆઈને જણાવ્યું હતું કે તે મુસાફરોમાંથી આ મહિલા કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

    અધિકારીઓના જણાવ્યા અનુસાર દુબઈની મહિલા લગભગ 12 દિવસ પહેલા ઇન્દોર નજીક મહૂમાં તેના નજીકના સંબંધી સાથે લગ્નમાં આવી હતી. મહિલાએ જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે સિનોફાર્મા અને ફાઇઝર રસીનો 2-2 ડોઝ લીધો હતો. જોકે આ મહિલામાં અત્યાર સુધી કોરોનાના લક્ષણો બહાર આવ્યા નથી. પરંતુ તેણે એરપોર્ટ સ્ટાફને જણાવ્યું હતું કે તે 4 દિવસથી શરદી અને ઉધરસથી પીડાઈ રહી હતી.

    આ પણ વાંચો: PM Modi in Kanpur: ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાને PM મોદીએ કહ્યું- ‘તમારી દીકરીઓને ભણાવો, તેઓ આત્મવિશ્વાસુ બનશે’

    આરોગ્ય વિભાગના અધિકારીઓએ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરી છે. થોડા મહિના પહેલા ઇન્દોરથી દુબઈ જતી ફ્લાઇટમાં એક મહિલા અને એક પુરુષને ચઢતા અટકાવવામાં આવ્યા હતા. એરપોર્ટ પર કોરોના ટેસ્ટમાં આ બંને પોઝિટિવ નોંધાયા હતા.

    આ પણ વાંચો: Omicron in India: ભારતમાં ઓમિક્રોનના 781 દર્દીઓ, 24 કલાકમાં કોરોનાના 9,195 નવા કેસ, 302નું મૃત્યુ

    અન્ય શહેરોની તુલનામાં ઇન્દોર સતત મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણમાં મોખરે રહ્યું છે. હવે ઇન્દોરમાં આરોગ્ય વિભાગ ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસને કારણે વધારાની સાવચેતી રાખી રહ્યું છે. મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજ્યભરમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: Pre-Vibrant Gujarat Summit | Surat | Textile ઉદ્યોગને વેગ આપવા Summit નું આયોજન

    રાજ્યની શિવરાજ સરકારે વધતા જતા કોરોના સંક્રમણને લઈને હાલ માટે કોઈ નવા પ્રતિબંધો લાદવાનો ઇનકાર કર્યો છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે કોરોના ઇન્ફેક્શનને લઈને મંત્રાલયમાં બેઠક કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં હાલ કોઈ પ્રતિબંધ નહીં લાગે. અગાઉ લાદવામાં આવેલી રાત્રિ કર્ફ્યુ જેમ છે તેમ ચાલુ રહેશે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Corona Vaccination, Omicron, કોરોના સંક્રમણ, દેશ વિદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन