મહિલાઓ માટે મોદી સરકારનો મોટો નિર્ણય, દરેક પોલીસ સ્ટેશનમાં હશે મહિલા હેલ્પ ડેસ્ક

News18 Gujarati
Updated: December 6, 2019, 10:16 AM IST
મહિલાઓ માટે મોદી સરકારનો મોટો નિર્ણય, દરેક પોલીસ સ્ટેશનમાં હશે મહિલા હેલ્પ ડેસ્ક
મહિલાઓ વિરુદ્ધ હૈદરાબાદ અને ઉન્નાવની ઘૃણાસ્પદ ઘટનાઓ બાદ સમગ્ર દેશમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે

મહિલાઓ વિરુદ્ધ હૈદરાબાદ અને ઉન્નાવની ઘૃણાસ્પદ ઘટનાઓ બાદ સમગ્ર દેશમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે

  • Share this:
નવી દિલ્હી : મહિલાઓની સુરક્ષા મુદ્દે ઊભા થઈ રહેલા સવાલોની વચ્ચે કેન્દ્ર સરકાર એ મોટો નિર્ણય લીધો છે. હવે દેશના દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવશે. આ યોજના દેશા દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ થશે. તેની સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિભર્યા ફંડ માટે 100 કરોડ રૂપિયા જાહેર કર્યા. હૈદરાબાદમાં વેટનરી મહિલા ડૉક્ટરની સાથે દુષ્કર્મ અને તેની હત્યાના મામલા બાદ ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી નાખ્યા બાદ દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈ લોકોમાં ગુસ્સો ઊભો થયો હોત. ત્યારબાદ સરકાર પાસે દોષીઓ વિરુદ્ધ સખ્ત પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. સંસદમાં પણ આ વિશે કડક કાયદો બનાવવાની માંગ કરવામાં આવી.

'મહિલાઓની વિરુદ્ધ અપરાધો પર અંકુશ માટે સુધાર કરવો જોઈએ'

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જે. ચેલેમેશ્વરે કહ્યું છે કે જ્યારે પણ ચર્ચાસ્પો અપરધ થાય છે તો અપરાધીઓને આકરી સજા આપવાની માંગ ઉઠી છે પરંતુ વ્યવસ્થાને વધુ કુશળતાપૂર્વક રીતે કામ કરવાને લાયક બનાવવા મહિલાઓ વિરુદ્ધ અપરાધો પર અંકુશ લાવવાની જરૂર છે. તેઓએ કહ્યું કે, તપાસ, પ્રોસેક્યૂશન અને સમાધાનથી જોડાયેલી વ્યવસ્થાની કાર્યકુશળતામાં સુધાર પર કોઈ વિલંબ વગર ચર્ચા થવી જોઈએ અને આ મુદ્દે વિભિન્ન પક્ષોએ સરકાર અને ન્યાયતંત્રનું ધ્યાને દોરવું જોઈએ.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

દરેક અપરાધ બાદ સામે આવે છે એક સરખી માંગણી

તેલંગાનામાં મહિલા વેટનરી ડૉક્ટરની સાથે સામૂહિક બળાત્કાર અને તેની હત્યાના સંદર્ભમાં સી.આર. ફાઉન્ડેશન દ્વારા મહિલાઓની સુરક્ષા પર આયોજિત એક બેઠકમાં ન્યાયાધીશ ચેલમેશ્વરે કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ અપરાધ મોટો મુદ્દો છે. તેઓએ કહ્યું કે, જ્યોર પણ કોઈ ચોંકાવનારો અપરાધ થાય છે તો અપરાધીઓને આકરી સજા આપવાની જૂની માંગ ઉઠે છે પરંતુ આ વાતોમાં પડ્યા વગર વ્યવસ્થાને વધુ કુશળતાપૂર્વક કાર્ય કરતી કરવી જરૂરી છે.આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : આ પોલીસ ઑફિસરે એન્કાઉન્ટરને આપ્યો અંજામ

તેઓએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં અપરાધિક મામલાઓ લગભગ 30 વર્ષો સુધી ઉકેલ્યા વગરના રહે છે અને એક વાર 24 વર્ષોથી પેન્ડિંગ એક મામલો ન્યાયાધીશ તરીકે તેમની સામે આવ્યો હોત. પૂર્વ ન્યાયાધીશે મામલામાં વિલંબ, તેમાં તેમના દ્વારા ઉકેલાયા મામલા પણ છે, નો હવાલો આપતાં કહ્યું કે, મામલો કોઈની ટીકા કરવા માટે નથી, મૂળે, કાયદો આ સિદ્ધાંત પર કામ કરે છે કે થોડોક ડર હશે. તેઓએ કહ્યું કે, જો આ અમારી કાર્યકુશળતા છે તો હું નથી સમજું કે અપરાધ કરનારા વ્યક્તિ કેમ ડરશે.

આ પણ જુઓ, Photos: પોલીસે આ સ્થળે કર્યું હૈદરાબાદ ગેંગરેપ અને હત્યાના 4 આરોપીઓનું એન્કાઉન્ટર
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर