Home /News /national-international /Women Equality Day: આ કારણે ભારતમાં છે સૌથી વધુ મહિલા પાયલટ, વિશ્વનો કોઈ દેશ ન કરી શકે બરાબરી

Women Equality Day: આ કારણે ભારતમાં છે સૌથી વધુ મહિલા પાયલટ, વિશ્વનો કોઈ દેશ ન કરી શકે બરાબરી

26 ઓગસ્ટના રોજ મહિલા સમાનતા દિવસ (Women's Equality Day)છે (પ્રતિકાત્મક તસવીર)

Women's Equality Day - ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ વુમન એરલાઈન પાયલોટ અનુસાર ભારતમાં 12.4 ટકા મહિલા પાયલોટ છે. અમેરિકામાં 5.5 ટકા મહિલા પાયલોટ છે

26 ઓગસ્ટના રોજ મહિલા સમાનતા દિવસ (Women's Equality Day)છે. વર્ષ 1920માં આ દિવસે સંયુક્ત રાજ્ય અમેરિકાના (America)બંધારણમાં 19માં સુધારો સ્વીકારવામાં આવ્યો હતો. આ દિવસ મહિલાઓ અને પુરુષોને એકસમાન માનવા તરફનું પ્રથમ પગલું હતું. જે રોજગાર (Employment)અને શિક્ષણ (Education)ક્ષેત્રમાં મહિલાઓના સમાન અધિકાર અપાવવા માટેની અપીલ કરે છે.

સંયુક્ત રાજ્ય અમેરિકામાં મહિલાઓના મતાધિકાર માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. અમેરિકામાં 1830ના દાયકામાં મોટાભાગના રાજ્યોમાં માત્ર અમીર શ્વેત પુરુષો માટે જ મતદાતા અધિકાર હતો. આ દરમિયાન ગુલામી, સંયમ આંદોલન, નૈતિક આંદોલન અનેક નાગરિક અધિકાર આંદોલન જેવા આંદોલન દેશભરમાં ચાલી રહ્યા હતા. મહિલાઓએ પણ આ આંદોલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. વર્ષ 1890ના દાયકા દરમિયાન, નેશનલ અમેરિકન વુમન સફરેજ (મતાધિકાર) એસોસિએશનની શરૂઆત કરવામાં આવી હતી. એલિઝાબેથ કેડી સ્ટેન્ટોને તેની અધ્યક્ષતા કરી હતી. દાયકાના અંત પહેલા ઇડાહો અને યૂટાએ મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો. બાદમાં આવી લોકજાગૃતિ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે. જેના કારણે આજ સુધીમાં મહિલાઓની સ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આજના સમયમાં વૈશ્વિક સ્તરે એવિએશન ઈન્ડસ્ટ્રીમાં ભારતીય મહિલાઓએ કેવી ભૂમિકા ભજવી છે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

33 વર્ષ પહેલા વર્ષ 1989માં નિવેદિતા ભસીન પહેલી વાર સૌથી નાની ઉંમરની કોમર્શિયલ એરલાઈન્સની પાયલોટ બની હતી. તે સમયે એવી પરિસ્થિતિ હતી કે, અન્ય ચાલક દળ મહિલા પાયલોટને ટૂંક સમયમાં કોકપિટમાં બોલાવી લેતા હતા. જેથી વિમાન ઉડાવતી મહિલાને જોઈએ તેમને તકલીફ ના થાય. આ ઘટનાને ત્રણ દાયકા એટલે કે, 30થી વધુ વર્ષ થઈ ગયા છે. ભારતમાં મહિલા પાયલોટને જોવી કોઈ નવી વાત નથી. વૈશ્વિક સ્તરે ભારતમાં સૌથી વધુ મહિલા પાયલોટ છે.

આ પણ વાંચો - ટ્રેક્ટર ચલાવવાનું શીખી રહી છે કેરળની મહિલાઓ, ખેતીમાં કરશે પુરૂષોની બરાબરી

ભારતમાં USથી ડબલ મહિલા પાયલોટ


ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ વુમન એરલાઈન પાયલોટ અનુસાર ભારતમાં 12.4 ટકા મહિલા પાયલોટ છે. અમેરિકામાં 5.5 ટકા મહિલા પાયલોટ છે, જે દુનિયાનું સૌથી મોટું એવિએશન માર્કેટ છે. બ્રિટનમાં 4.7 ટકા મહિલા પાયલોટ છે. આ પરિસ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે, જે દેશ લૈંગિક સમાનતામાં 146 દેશોમાં 135માં સ્થાન પર હોય, ત્યાં એવિએશન ઈન્ડસ્ટ્રી કેવી રીતે બદલાઈ રહી છે?

ભારતમાં મહિલાઓને અનેક ફાયદા મળે છે


નિવેદિતા ભસીન આ સવાલના જવાબમાં જણાવે છે કે, ભારતીય મહિલાઓને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં આઉટરિચ કાર્યક્રમથી લઈને કોર્પોરેટ નીતિ અને મજબૂત પારિવારિક સમર્થન જેવા અનેક પરિબળોથી પ્રોત્સાહન મળે છે. અનેક મહિલાઓ નેશનલ કેડેટ કોર્પ્સ એરવિંગથી ઉડાન તરફ આકર્ષિત થાય છે. વર્ષ 1948માં બનેલ NCC યૂથ પ્રોગ્રામ છે, જ્યાં વિદ્યાર્થીઓને એરક્રાફ્ટ ઓપરેટ કરતા શીખવાડવામાં આવે છે. જેનાથી મહિલાઓ સરળતાથી કોમર્શિયલ પાયલોટની ટ્રેનિંગ મેળવી શકે છે.

મહિલા પાયલોટ માટે યોગ્ય માહોલ


રાજ્ય સરકાર સબસિડી પણ આપી રહી છે. હોન્ડા મોટર જેવી કંપનીઓ ઈન્ડિયન ફ્લાઈંગ સ્કૂલમાં મહિલાઓને 18 મહિનાના કાર્યક્રમની ફુલ સ્કોલરશિપ આપે છે. ઉપરાંત તેમને નોકરી મેળવવામાં મદદ પણ કરે છે. ફ્લોરિડામાં રહેતી પ્રોફેસર મિશેલ હોલરન અનુસાર ભારતે દાયકા પહેલા પાયલોટ સહિત STEM પોસ્ટ પર મહિલાઓની ભરતી કરવાની શરૂઆત કરી હતી. અન્ય દેશોમાં આ પ્રકારે કરવામાં આવ્યું નથી. ભારતની વાત કરવામં આવે તો ભારતીય એરફોર્સે વર્ષ 1990ના દાયકાથી મહિલા પાયલોટને હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટમાં ભરતી કરવાની શરૂઆત કરી હતી.

મહિલાઓ માટે અલગ પોલિસી


ભારતમાં કેટલીક એરલાઈન્સ મહિલાઓની પ્રતિભા બહાર લાવવાની તૈયારીના ભાગરૂપે પોલિસી બનાવી રહી છે. ભારતની સૌથી મોટી પેસેન્જર એરલાઈન ઈન્ડિગો મહિલા પાયલોટને કેટલાક વિશેષ લાભ આપે છે. મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન ફ્લાઈટની ડ્યુટી આપવામાં આવતી નથી. ઉપરાંત કાયદા અનુસાર 6 મહિનાના પગાર સાથે મેટરનિટી લીવ પણ આપવામાં આવે છે. બાળકોની દેખભાળ માટે ક્રેચ પણ હોય છે. મહિલા પાયલોટ ફ્લેક્સિબલ કોન્ટ્રાક્ટ લઈ શકે છે. જેમાં બાળક 5 વર્ષનું ના થાય ત્યાં સુધી કેલેન્ડર મહિનામાં 2 સપ્તાહની રજા આપવામાં આવે છે.

આ પણ વાંચો - સચિન તેંડુલકર જેવો જ વર્લ્ડ રેકોર્ડ છે ઝુલન ગોસ્વામીના નામે, જાણો કેવો રહ્યો છે સંઘર્ષ

મહિલા પાયલોટને ગાર્ડ્સની સુવિધા


ગર્ભવતી મહિલા પાયલોટ અને ક્રેબિન ક્રૂને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડ તથા અન્ય ડ્યુટીનો વિકલ્પ આપવામાં આવે છે. મહિલા ફરી ઉડાન ભરવા તૈયાર ના થાય ત્યાં સુધી તેમને અન્ય ડ્યુટીનો વિકલ્પ આપવામાં આવે છે. ઉપરાંત 6 મહિનાના પગાર સાથે મેટરનિટી લીવ પણ આપવામાં આવે છે અને ક્રેચની ફી માટે પૈસા પણ આપવામાં આવે છે. અનેક એરલાઈન કંપનીઓ મોડી રાતે ઉડાન ભરતી મહિલા પાયલોટને એક ડ્રાઈવર અને એક ગાર્ડની સુવિધા પણ આપે છે.

પરિવારનું સમર્થન


એક કોમર્શિયલ પાયલોટ હાના ખાન અનુસાર મહિલા પાયલોટના હિતમાં સૌથી જરૂરી બાબત પારિવારિક સમર્થન હોય છે. અન્ય દેશમાં ભારત ભારત જેવી પારિવારિક સંરચના મળવી મુશ્કેલ છે. મહિલા પાયલોટને ભારતમાં પરિવારનો ભરપૂર સાથ અને સમર્થન મળે છે. ભારતીય પરિવરમાં દાદા-દાદી અથવા નાના-નાની બાળકોને મોટા કરવામાં અને ઘર સંભાળવામાં મદદ કરે છે.
First published:

Tags: Women equality, અમેરિકા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन