મહિલા દિવસ : આ 7 મહિલાઓએ ચલાવ્યું PM મોદીનું સોશિયલ એકાઉન્ટ, કહી પોતાની વાત

મહિલા દિવસ : આ 7 મહિલાઓએ ચલાવ્યું PM મોદીનું સોશિયલ એકાઉન્ટ, કહી પોતાની વાત
પીએમ મોદી.

પીએમ મોદીએ જે સાત મહિલાઓને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે પસંદ કરી તેમાં સ્નેહા મોહનદોસ, માલવિકા અય્યર, અરીફા જાન, કલ્પના રમેશ, વિજયા પવાર, કલાવતી દેવી અને બિહારના મુંગેરની વીણા દેવી સામેલ છે.

 • Share this:
  નવી દિલ્હી : એક વિશેષ પહેલ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે પોતના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની જિંદગીમાં ખાસ સિદ્ધિ મેળવનારી સાત મહિલાઓને પોતાની સફર વિશે વાત કરવાનો મોકો આપ્યો હતો. એક ખેડૂત, સ્વચ્છતા, દિવ્યાંગોના અધિકાર, જળ સંરક્ષળ, ભૂખ્યાઓ માટે કામ કરતી મહિલા તેમજ કાશ્મીરી હસ્તકળાને ફરીથી લોકપ્રીય બનાવવાની ચળવળ ચલાવનારી મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર પોતાની કહાની જણાવી હતી. નોંધનીય છે કે નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયાને મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે.

  વડાપ્રધાન મોદીએ ટ્વિટર-ફેસબુક મહિલાઓને સોંપ્યું  વડાપ્રધાન મોદીએ ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ એકાઉન્ટને મહિલાઓને સોંપતા કહ્યું કે તેમણે અલગ અલગ ક્ષેત્રમાં ખૂબ સારું કામ કર્યું છે. તેમો સંઘર્ષ અને આકાંક્ષાઓ લાખો લોકોને પ્રેરણા આપશે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે "જેમ મેં થોડા દિવસ પહેલા કહ્યું હતું, હું વિદાય લઇ રહ્યો છું. જિંદગીમાં ખાસ મુકામ મેળવનારી સાત મહિલાઓ પોતાની જીવન યાત્રા અંગે મારા સોશિયલ મીડિયા એકાન્ટના માધ્યમથી પોતાના અનુભવો વર્ણવશે. કદાચ તમારી સાથે વાતચીત પણ કરશે."

  આ સાત મહિલાઓએ પોતાની કહાની જણાવી

  મોદીએ જે સાત મહિલાઓને પોતાનું એકાઉન્ટ ઉપયોગ કરવા માટે પસંદ કરી તેમાં લોકોના પેટ ઠારવાની દીશામાં કામ કરતા સ્નેહા મોહનદોસ, એક બોમ્બ બ્લાસ્ટમાં ખૂબ ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયા બાદ હવે એક પ્રેરણાદાયક વક્તા તેમજ દિવ્યાંગોના અધિકારો માટે કામ કરતી માલવિકા અય્યર, કાશ્મીરની પરંપરાગત કલાને આગળ ધપાવનારી અરીફા જાન, જળ સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યરત કલ્પના રમેશ, ગ્રામીણ મહારાષ્ટ્રમાં વણઝારા સમુદાયની હસ્તકળાને આગળ ધપાવનારી વિજયા પવાર, શૌચાલય બનાવવા માટે પૈસા એકઠા કરનારી કલાવતી દેવી અને પોતાના પલંગની નીચે મશરૂમ ઉગાડીને ચર્ચામાં આવેલી બિહારના મુંગેરની વીણા દેવી સામેલ છે.

  કાશ્મીરની પરંપરાગત હસ્તકળાને આગળ ધપાવી રહેલી અરીફા જાન કહે છે કે, "જ્યારે પરંપરા અને આધુનિકતાનો મિલાપ થાય છે ત્યારે ખરેખર અદભૂત થાય હોય છે. મેં મારા કામમાં આ વાતનો અનુભવ કર્યો છે. મેં દિલ્હીમાં હાથ બનાવટની વસ્તુઓના એક્ઝિબિશનમાં સૌપ્રથમ વખત ભાગ લીધો હતો, બિઝનેસના ક્ષેત્રમાં આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી. આ એક્ઝિબિશનમાં ભાગ લેવાથી મને સારા ગ્રાહકો મળ્યાં હતાં."

  લોકોએ માલવિકા અય્યરની પ્રેરણાદાયક સ્ટોરી સાંભળી હશે. માલવિકા જ્યારે 13 વર્ષની હતી ત્યારે એક બોમ્બ બ્લાસ્ટમાં તેણીએ પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા. આ બ્લાસ્ટમાં તેણીના બંને પગમાં પણ ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદમાં માલવિકા પ્રેરણાત્મક વક્તા, મોડલ અને દિવ્યાંગોના અધિકારો માટે લડતી કાર્યકર્તા બની હતી.

  માલવિકા કહે છે કે,"હારી જવું કે લડત છોડી દેવું ક્યારેય વિકલ્પ હતો જ નહીં. તમારી મર્યાદાઓને ભૂલી જાઓ અને વિશ્વાસ અને આશા સાથે આગળ વધો. હું માનું છું કે પરિવર્તન માટે અભ્યાસ જરૂરી છે. આપણે યુવાઓને ભેદભાવભર્યા વલણ અંગે જાગૃત કરવાની જરૂર છે. આપણે લોકોને એવું બતાવવું છે કે તમારી અસક્ષમતા પણ બીજા લોકો માટે રોલ મોડલ બની શકે છે."

  સ્નેહા મોહનદોસે પીએમ મોદીના ટ્વિટર હેન્ડલ પરથી પોતાની કહાની જાહેર કરતા ઘરવગરના લોકોના પેટ ઠારવાની અપીલ કરી હતી. સ્નેહાએ કહ્યું, "હું પીએમ મોદીના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરીને લોકોને અપીલ કરી શું કે આપણે ભુખમારાને દૂર કરવો જ રહ્યો. શું તમે મને મદદ કરશો? આ કામ ખરેખર એકદમ સરળ છે. જે લોકોને જરૂર છે તેમને ભોજન આપો, સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે ખોરાકનો બગાડ ન થાય." સ્નેહા કહે છે કે ભૂખમરાને દૂર કરવા માટે તેણી એવા ઘણા સ્વયંસેવકો સાથે કામ કરે છે, જેઓ ભારત બહાર પણ રહે છે. આ માટે અમે બ્રેસ્ટ ફિડિંગ વિશે જાગૃતિ તેમજ માસ કૂકિંગ જેવી કાર્યક્રમ પણ ચલાવીએ છીએ.

  પાણી સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતી કલ્પના રમેશે જણાવ્યું કે, નાના પ્રયાસો પણ મોટી અસર કરી શકે છે. કલ્પના અન્ય લોકોને પણ પાણીને વિવેકપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપે છે. સાથે જ તેણી તળવાનો બચાવવા, વપરાયેલા પાણીને ફરીથી વાપરવા લાયક બનાવવા, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. કલ્પના કહે છે કે, "મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું પક્ષીઓને ફરીથી તળાવ કિનારે લાવી શકીશ અને એક દિવસ મોદીના ટ્વિટર હેન્ડલ પરથી મારી કહાની શેર કરીશ. પાણીના સંરક્ષણ માટે આપણા બધાના સહિયારો પ્રયાસો ચોક્કસ પરિવર્તન લાવી શકે છે. ચાલો આપણે સમસ્યાનું સમાધાન લાવનારા બનીએ."

  પીએમ મોદીના ટ્વિટર હેન્ડલ પર પોતાની કહાની શેર કરતા વીણા દેવીએ કહ્યું કે, "મન હોય તો માળવે જવાય. ઇચ્છાશક્તિથી તમે કંઈ પણ મેળવી શકો છો. મને સારી ઓલખ પલંગ નીચે એક કિલો મશરુમ ઉગાડીને મળી. જેણે મને આત્મનિર્ભર બનાવવાની સાથે સાથે મારો વિશ્વાસ વધારીને મને નવું જીવન પણ આપ્યું."

  કાનપુરની કલાવતી દેવીએ પીએમ મોદીના ટ્વિટર હેન્ડલ પરથી પોતાની કહાની કહેતા લખ્યું કે, હું જે જગ્યાએ રહેતી હતી ત્યાં ચારેતરફ ગંદકી જ હતી. પરંતુ મને વિશ્વાસ હતો કે સ્વચ્છતાના માધ્યમથી આપણે આ સ્થિતિને બદલી શકીશું. મેં લોકોને સમજાવવાનો નિર્ણય લીધો. શૌચાલય બનાવવા માટે ઘરે ઘરે ફરીને એક એક રૂપિયો ભેગો કર્યો. આખરે મને સફળતા મળી.

  મહારાષ્ટ્રમાં વણઝારા જાતિના લોકોની હસ્તકળાને લોકો સુધી પહોંચાડવાની દીશામાં કામ કરતી વિજયા પવારે મોદીના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, "તમે ભારતના અલગ અલગ સ્થળોની હસ્તકળા વિશે સાંભળ્યું હશે. હું તમના ગ્રામીણ મહારાષ્ટ્રના વણઝારા જાતિના લોકોની હસ્તકળા વિશે વાત કરીશ. હું આ દીશામાં બે દાયકાથી કામ કરું છું, આ દરમિયાન મેં હજારો મહિલાઓની મદદ કરી છે."

  પીએમ મોદીના ટ્વિટર પર 5.33 કરોડો ફોલોઅર્સ

  નોંધનીય છે કે પીએમ મોદી સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા દુનિયાના નેતાઓમાં સામેલ છે. ટ્વિર પર તેમના 5.33 કરોડ અને ફેસબુક પર 4.4 કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર 3.52 કરોડ ફોલોઆર્સ છે. વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પર 3.2 કરોડ ફોલોઅર્સ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:March 09, 2020, 12:00 pm

  ટૉપ ન્યૂઝ