ગંભીર અકસ્માત cctv Video: પહેલા કારથી ટક્કર મારી, બાદમાં ફરી મહિલાને કચડી ભાગવાની કરી કોશિસ

News18 Gujarati
Updated: July 4, 2020, 7:51 PM IST
ગંભીર અકસ્માત cctv Video: પહેલા કારથી ટક્કર મારી, બાદમાં ફરી મહિલાને કચડી ભાગવાની કરી કોશિસ
hit and run - કાર ચાલકે મહિલાને કચડી

લોકો કાર ચાલકને રોકવાની કોશિસ કરે છે તો, કાર ચાલક પીડિત મહિલાને ફરી કાર નીચે કચડી ભાગવાની કોશિસ કરે છે.

  • Share this:
દિલ્હી : રાજધાની દિલ્હીના ચિલ્લા ગામમાં એક રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અહીં એક કાર ચાલકે મહિલાને પહેલા ટક્કર મારી અને ત્યારબાદ જ્યારે લોકોએ તેને રોકવાની કોશિસ કરી તો, તે મહિલાને ફરી કચડી આગળ નીકળી ગયો.

બાદમાં ભીડે તેને મુશ્કેલથી રોક્યો. આ મામલામાં પોલીસે કાર ચાલકને ઘટના સ્થળ પરથી જ ઝડપી પાડ્યો છે. તો આ બાજુ મહિલાની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

ત્રણ જુલાઈની છે આ ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ત્રણ જુલાઈની છે. આ અકસ્માત દિલ્હીના ચિલ્લા ગામ વિસ્તારનો છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખી શકાય છે કે, એક મહિલા પગેથી ચાલીને જતી હતી, ત્યારે અચાનકથી એક કાર આવે છે અને મહિલાને અડફેટે લઈ લે છે.ભાગવા ફરી કચડીપરંતુ જ્યારે આસપાસના લોકો મહિલાને ઉઠાવવા લાગે છે અને તે કાર ચાલકને રોકવાની કોશિસ કરે છે તો, કાર ચાલક પીડિત મહિલાને ફરી કાર નીચે કચડી ભાગવાની કોશિસ કરે છે. પરંતુ, લોકોની ભીડ તેને આગળ રોકી લે છે. આરોપીની ઓળખ ભાનુ તરીકે થઈ છે. ભીડે મેથી પાક ચખાડી તેને પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરી કરી છે. હાલમાં મહિલાની ગંભીર સ્થિતિમાં સારવાર ચાલી રહી છે.
First published: July 4, 2020, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading