ઇન્ડિયન એરફોર્સમાં કેટલી મહિલાઓ છે? જાણો રસપ્રદ વિગતો

News18 Gujarati
Updated: January 8, 2019, 5:44 PM IST
ઇન્ડિયન એરફોર્સમાં કેટલી મહિલાઓ છે? જાણો રસપ્રદ વિગતો
ભારતની આર્મીની ત્રણ પાંખોમાં સૌથી વધારે મહિલાએ ભારતીય હવાઇ દળમાં છે

ભારતની આર્મીની ત્રણ પાંખોમાં સૌથી વધારે મહિલાએ ભારતીય હવાઇ દળમાં છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: શું તમે જાણો છે કે, ભારતીય હવાઇ દળ (ઇન્ડિયન એર ફોર્સ)માં કેટલી મહિલાઓ કામ કરે છે ? આપણને જાણીને આશ્ચર્ચ અને આંનદ બને થશે કે, ભારતીય હવાઇ દળનાં કુલ વર્કફોર્સ (કુલ લોકો)માં 13 ટકા મહિલાઓ છે જે દેશની રક્ષા કરે છે. ભારતની આર્મીની ત્રણ પાંખોમાં સૌથી વધારે મહિલાએ ભારતીય હવાઇ દળમાં છે.

સમગ્ર રીતે જોવામાં આવે તો, ભારતીય આર્મીમાં 3.8 ટકા મહિલાઓ છે. એટલે કે ઇન્ડિયન એરફોર્સમાં સૌથી વધારે મહિલાઓ છે.

આ વિગતો સરકારે રાજ્યસભામાં પુછાયેલા એક પ્રશ્નનાં જવાબમાં કહી હતી.

રાજ્યકક્ષાનાં રક્ષામંત્રી સુભાષ ભામરેએ રાજ્યસભામાં જણાવ્યું કે, ભારતીય આર્મીમાં 3.8 ટકા મહિલાઓ. જેમાં એરફોર્સમાં સૌથી વધારે 13 ટકા છે. જ્યારે નેવી (નૌકાદળ)માં 6 ટકા મહિલાઓ છે.

ખાસ કરીને, આ મહિલાઓ ભારતીય આર્મીની મેડિકલ સેવાઓ અને ડેન્ટલ સેવાઓમાં સૌથી વધારે છે. મેડિકલ સેવાઓમાં 21.63 ટકા મહિલાઓ છે જ્યારે ડેન્ટલ સેવાઓમાં 20.75 ટકા મહિલાઓ સેવાઓ આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્મીનાં તમામમ નર્સ ઓફિસર મહિલાઓ છે.
Loading...

ભારતીય સૈન્યમાં સંગઠનની જરૂરિયાત, લડવાની ક્ષમતા અને સૈન્યનાં અસરકારક સંચાલન માટે મહિલાઓની નિમણૂંક કરવામાં આવે છે.

ભારતીય સૈન્યમાં શોર્ટ સર્વિસ કમિશનનાં માધ્યમથી મહિલાઓની નિમણૂંક કરવામાં આવે છે.

રાજ્યકક્ષાનાં રક્ષામંત્રીએ કહ્યું કે, મહિલા ઓફિસર્સને સર્વિસ કોર્પ્સ, એજ્યુકેશન કોર્પ્સ, જજ એડવોકેટ જનરલ બ્રાન્ચ, કોર્પ્સ ઓફ એન્જિનીયર, ઇન્ટેલિજન્સ કોર્પ્સ, કોર્પ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનીકલ એન્જિનીયર્સ, એવિયેશન કોર્પ્સ અને કોર્પ્સ ઓફ આર્મી એર ડિફેન્સમાં ભરતી કરવામાં આવે છે.

મહિલા ઓફિસર્સને આર્મીની મિલીટ્રી નર્સિંગ સર્વિસ અને મેડિકલ ઓફિસર્સ કેડરમાં નિમણૂંક કરવામાં આવે છે.
First published: January 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...