Home /News /national-international /પતિના મોતનો આઘાત સહન ના કરી પત્ની બબીતા, તેરમીના દિવસે કરી લીધી આત્મહત્યા

પતિના મોતનો આઘાત સહન ના કરી પત્ની બબીતા, તેરમીના દિવસે કરી લીધી આત્મહત્યા

24 વર્ષીય બબીતાએ તેના પતિની તેરમીના એક દિવસ બાદ ઝેરી પદાર્થ ગળીને આત્મહત્યા કરી લીધી

Suicide News - પતિના મોતના કારણે આઘાતમાં સરી પડેલી પત્નીએ આ ભયાનક પગલું ભર્યું

હમીરપુર : 24 વર્ષની બબીતા ​​તેના પતિના મૃત્યુનો આઘાત સહન કરી શકી નહીં. તેણે આત્મહત્યા (Suicide)કરી લીધી છે. મામલો હિમાચલ પ્રદેશના (Himachal Pradesh)હમીરપુર જિલ્લાનો છે. પોલીસે કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, 24 વર્ષીય બબીતાએ તેના પતિની તેરમીના એક દિવસ બાદ ઝેરી પદાર્થ ગળીને આત્મહત્યા કરી લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, પતિના મોતના કારણે આઘાતમાં સરી પડેલી પત્નીએ આ ભયાનક પગલું ભર્યું છે.

આ ઘટના હમીરપુરના ભોરંજ સબ ડિવિઝન હેઠળના ચંબોહ ગામની છે. 24 વર્ષની બબીતાના લગ્ન કરણ ઠાકુર ચંબોહ સાથે થયા હતા. બબીતાએ મંગળવારે સવારે ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. જ્યારે સંબંધીઓને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ મહિલાને સારવાર માટે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ હમીરપુર લઈ ગયા હતા. અહીં સારવાર દરમિયાન જ મહિલાનું મોત નીપજ્યું હતું.

બબીતાના પતિ કરણનું 14 દિવસ પહેલા હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ બાબતથી બબીતા ​​આઘાતમાં હતી. બબીતા ​​અને કરણે 6 વર્ષ પહેલા એરેન્જ મેરેજ કર્યા હતા. પરંતુ 14 દિવસ પહેલા કરણનું હાર્ટ એટેકના કારણે મોત થતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. મહિલાના મોત અંગે પોલીસે ગુનો નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને સ્વજનોને સોંપી દીધો છે.

આ પણ વાંચો - 9 લોકોની સામૂહિક આત્મહત્યા કેસમાં નવો વળાંક, તાંત્રિક સહિતના શખ્સોએ ઝેર આપી કરી હતી હત્યા

ભોરંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સૂરમ સિંહે મહિલાના મોતની પુષ્ટિ કરી છે. જણાવ્યું હતું કે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. થોડા દિવસ પહેલા મહિલાના પતિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

23 વર્ષીય એથ્લીટે આપઘાત કર્યો

ઉત્તરપ્રદેશના (uttar pradesh)મુજફ્ફરનગર (muzaffarnagar)જિલ્લામાં એક એથ્લીટે આપઘાત (athlete suicide)કરતા ચકચાર મચી ગઈ છે. 23 વર્ષીય રાહુલે ઝાડ પર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રાહુલ ભૈસીમાં રાયપુર નગલી ગામમાં રહે છે. પોલીસે મૃતદેહને ઝાડ પરથી ઉતારતા તેના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી છે. પોલીસે આ સ્યુસાઈડ નોટ કબ્જામાં લઈને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. રાહુલ એક એથ્લીટ હતો, તેણે આટલી ઓછી ઉંમરમાં દેશ વિદેશમાં અનેક મેડલ જીત્યા છે. તે દિલ્હીમાં રહીને ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહ્યો હતો.

દિલ્હીમાં રહેતી એક યુવતીના પરિવારજનોએ રાહુલ પર ગંભીર આરોપ મુક્યા હતા. પરિવારજનોએ રાહુલ પર યુવતીને ભગાડી જવાનો અને તેના પર રેપ કરવાનો કેસ કર્યો હતો. આ મામલે દિલ્હી પોલીસ રાહુલને તેના ગામમાંથી ધરપકડ કરીને લઈ ગઈ હતી. રાહુલ 19 મહિના સુધી જેલમાં રહ્યો હતો અને એક મહિના પહેલા જ જામીન પર છુટીને આવ્યો હતો અને ખૂબ જ ડિપ્રેશનમાં હતો.
First published:

Tags: Suicide case, હિમાચલ પ્રદેશ