Home /News /national-international /

BJP ટેકેદાર અભિનેતાએ સબરીમાલા મંદિરએ આવતી મહિલાઓ વિરુદ્ધ ઝેર ઓક્યું: FIR થઇ

BJP ટેકેદાર અભિનેતાએ સબરીમાલા મંદિરએ આવતી મહિલાઓ વિરુદ્ધ ઝેર ઓક્યું: FIR થઇ

સબરીમાલા મંદિર (ફાઈલ તસવીર)

મહિલાઓ પરના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ પાછળ એક માન્યતા એ છે કે, મહિલાઓ જ્યારે માસિક ધર્મ હોય છે ત્યારે તે અપવિત્ર હોય છે એટલા માટે તેમને મંદિરમાં પ્રવેશ ન કરાય.

    કેરળમાં દક્ષિણ ભારતીય અભિનેતા કોલમ તુલસીએ સબરીમાલા મંદિરમાં દર્શન કરવા આવતી મહિલા સામે ઝેર ઓકતા કહ્યું કે, જે મહિલાઓ સબરીમાલા મંદિરે દર્શન કરવા આવે તેને અલગ તારવો.  અભિનેતાનાં મહિલાઓ વિરુદ્ધનાં ભડકાઉં ભાષણથી ઉહાપોહ મચી ગયો છે અને તેની સામે ગૂનો પણ દાખલ થયો છે.

    આ અભિનેતા કેરળમાં આવેલા કોલ્લામ સિટીમાં એક સભાને સંબોધતા બોલ્યા હતા હતા કે, સબરીમાલા મંદિરમાં આવતી અડધી મહિલાઓને દિલ્હી મોકલી દેવી જોઇએ અને અડધી મહિલાઓને મુખ્યમંત્રીની ઓફિસે મોકલી દેવી જોઇએ.

    આ અભિનેતા ભારતીય જનતા પાર્ટીનાં ટેકેદાર છે અને એન.ડી.એ દ્વારા યોજવામાં આવેલી રેલીમાં આ પ્રકારનું ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું.

    કેરળ: સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના કારણે થઈ તબાહી- ગુરૂમૂર્તિ

    સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.

    હવે, સબરીમાલા મંદિરના સંચાલકો આ આદેશને સ્વીકારે એ જરુરી છે. મંગળવારે 8,000 જેટલી મહિલાઓએ સુપ્રિમ કોર્ટનાં આ આદેશ સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આ વિરોધ પ્રદર્શન સ્થાનિક રાજવી પરિવારની આગેવાનીમાં યોજાયું હતું. સબરીમાલા મંદિરનું સંચાલન ટ્રાવનકી દેવસ્થાન બોર્ડ દ્વારા કરવામાં આવે છે.

    તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સમગ્ર કેરળમાં ઠેર-ઠેર પ્રદર્શનો થઇ રહ્યાં છે અને આ ચુકાદાનો વિરોધ થઇ રહ્યો છે. આ રિવ્યુ પિટીશનમાં એવુ કહેવામાં આવ્યુ છે કે, લોકોના અવાજ સામે સુપ્રિમ કોર્ટની કોઇ વિસાત નથી. ધ નાયર સર્વિસ સોસાયટી નામની સંસ્થાએ સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી છે.

    કેરળ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ અંગે સરકાર કોઇ રિવ્યુ પિટીશન દાખલ કરી નથી. મુખ્યમંત્રી પીનારવી વિજયને ચોખવટ કરી છે કે, રાજ્ય સરકાર રિવ્યુ પિટીશન દાખલ નહીં કરે. તેમણે એમ કહ્યું કે, રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટનાં આ આદેશ બાદ, સબરીમાલા મંદિર ખાતે કાયદો અને વ્યવસ્થા જાળળવા માટે વ્યવસ્થા કરશે. સુપ્રિમ કોર્ટનાં આદેશને અમે સ્વાકારીએ છીએ અને કોઇ પણ મહિલાને સબરીમાલા મંદિરમાં જતા રોકી શકાશે નહી.”

    મહિલાઓના મંદિર પ્રવેશ મામલે BJP-RSS બેવડાં ધોરણો અપનાવે છે: કેરળ CM

    સબરીમાલા ભગવાન અયપ્પાનું મંદર છે અને આ મંદિરમાં વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતી. મહિલાઓ પરના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ પાછળ એક માન્યતા એ છે કે, મહિલાઓ જ્યારે માસિક ધર્મ હોય છે ત્યારે તે અપવિત્ર હોય છે એટલા માટે તેમને મંદિરમાં પ્રવેશ ન કરાય.

     
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन