રસ્તા વચ્ચે મહિલાઓ વચ્ચે ખતરનાક મારા મારી, જબરદસ્ત ચાલ્યા લાતો-મુક્કા, વિચલીત VIDEO

ફરિદાબાદમાં મહાલાઓ વચ્ચે મારા મારી

વાળ ખેંચી લાતો અને મુક્કા બાજી શરૂ કરી. ત્યારબાદ બંને તરફથી લડાઈ શરૂ થઈ. આ ઝઘડો એટલો વધી ગયો કે નજીકમાં બચાવ માટે આવેલા લોકો પણ એક બીજાસાથે લડવા લાગ્યા

 • Share this:
  ફરીદાબાદ : હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના બસંતપુર ગામમાં બે પક્ષો વચ્ચે મારા મારીનો મામલો સામે આવ્યો છે. બંને પક્ષો વચ્ચે ગેરસમજને કારણે લાકડીઓ અને લાતોથી મારા મારી થઈ હતી. રસ્તામાં જાહેરમાં બંને પરિવારની મહિલાઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. બંને પક્ષો એકબીજા પર હુમલાનો આરોપ લગાવી રહ્યા છે. આ ઘટના બસંતપુર ગામના શિવ એન્ક્લેવની કહેવામાં આવી રહી છે. હુમલાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  તમને જણાવી દઈએ કે, શિવ એન્ક્લેવમાં અંધાધૂંધી થઈ હતી જ્યારે શેરીની ગંદકી બે પક્ષો વચ્ચેની લડાઈનું કારણ બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, શેરીમાં ગંદકીની વાત પર ઝગડો શરૂ થયો હતો. પરંતુ બીજા પક્ષને ગેરસમજ થઈ કે તેના ઘરની વાતો થઈ રહી છે. આ મામલો દલીલથી શરૂ થયો અને લડાઈમાં ફેરવાઈ ગયો. અચાનક બંને પક્ષોના પરિવારની મહિલાઓ વચ્ચે મુક્કા અને માર મારવાનો મામલો શરૂ થઈ ગયો.

  પહેલા મહિલાઓએ એકબીજાના વાળ ખેંચી લાતો અને મુક્કા બાજી શરૂ કરી. ત્યારબાદ બંને તરફથી લડાઈ શરૂ થઈ. આ ઝઘડો એટલો વધી ગયો કે નજીકમાં બચાવ માટે આવેલા લોકો પણ એક બીજાસાથે લડવા લાગ્યા. અચાનક શેરીમાં બધા લડાઈનો એક ભાગ બની ગયા.

  નોંધ - મારા મારીનો વિચલીત વીડિયો  આ પણ વાંચોમહીસાગર : લુણાવાડામાં મહિલાના માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું, વિચલીત - Live Accident CCTV VIDEO

  હુમલાનો વીડિયો વાયરલ થયો છે

  બંને પક્ષો વચ્ચે અથડામણ એટલી તીવ્ર બની હતી કે, લડાઈનો વીડિયો ઉગ્ર રીતે વાયરલ થયો હતો. ગલીમાં બહાર આવી બંને પરિવારની મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે. બંને પક્ષોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. બંને પક્ષો એકબીજા પર હુમલાનો આરોપ લગાવી રહ્યા છે. હાલ બંને પક્ષોની ફરિયાદ બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
  Published by:kiran mehta
  First published: