દિલ્હીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે, એવામાં ચૂંટણી પહેલા દિલ્હીમાં આપ સરકારે મહિલાઓ માટે મહત્વની યોજના બનાવી છે, જેનો અમલ ટૂંક સમયમાં જ લાગુ થશે. આ યોજના અંતર્ગત મહિલાઓને મેટ્રો અને સરકારી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. આ યોજના લાગુ કરવામાં 6 મહિના સુધીનો સમય લાગી શકે છે.
એક હિન્દી ન્યૂઝપેપરના રિપોર્ટ પ્રમાણે દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને પૂછ્યું છે કે મહિલાઓને આપવામાં આવનાર છૂટછાટ કેવી રીતે લાગુ કરશે. આ માટે ફ્રી પાસની સુવિધા હશે કે અન્ય કોઇ વિકલ્પ હશે. એક અનુમાન પ્રમાણે જો આ યોજના લાગુ કરવામાં આવશે તો દિલ્હી સરકાર પર પ્રતિવર્ષ 200 કરોડ રૂપિયાનો બોજ પડશે.
દિલ્હી સરકાર મેટ્રોમાં સફરની સાથે જ આ યોજનાને બસમાં પણ લાગુ કરવા ઇચ્છે છે. ડીટીસી અને ક્લસ્ટર સ્કીમની બસોમાં તેને લાગુ કરવામાં સરકારની સામે કોઇ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે. પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે શુક્રવારે મેટ્રો અધિકારીઓ સાથે આ સંબંધે મુલાકાત કરી અને તેનો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહ્યું છે. ગહલોતે સ્પષ્ટ કરી દીધું છે કે મેટ્રોમાં મહિલાને ફ્રીમાં મુસાફરી પર આવનારો ખર્ચ દિલ્હી સરકાર ઉપાડશે. આ માટે તેઓ ડીએમઆરસીને ભુગતાન કરશે. ઉલ્લેખનીય છે કે બસ અને મેટ્રોમાં 33 ટકા મહિલાઓ મુસાફરી કરે છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર