Home /News /national-international /અમેરિકાના આ રાજ્યોમાં હવે મહિલાઓ ટૉપલેસ ફરી શકશે, સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

અમેરિકાના આ રાજ્યોમાં હવે મહિલાઓ ટૉપલેસ ફરી શકશે, સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

અમેરિકામાં 'ફ્રી ધ નિપ્પલ' મૂવમેન્ટને મોટી જીત મળી છે (પ્રતીકાત્મક તસવીર)

અમેરિકામાં 'ફ્રી ધ નિપ્પલ' મૂવમેન્ટને મોટી જીત મળી છે, આ 6 રાજ્યોમાં મહિલાઓ ટૉપલેસ ફરી શકશે

વૉશિંગટન : અમેરિકા (America)માં 'ફ્રી ધ નિપ્પલ' (Free The Nipple) મૂવમેન્ટને મોટી જીત મળી છે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ મહિલાઓને ટૉપલેસ (Topless) થઈને ફરવાની આઝાદી આપી દીધી છે. પશ્ચિમી અમેરિકાના 6 રાજ્યોમાં હવે મહિલાઓ (Women)નું ટૉપલેસ ફરવું કાયકાદિય (Legal) થઈ ગયું છે. આ રાજ્યોમાં કેટલીક મહિલાઓએ આ મૂવમેન્ટનો વિરોધ પણ કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે 'ફ્રી ધ નિપ્પલ' મૂવેમેન્ટના પક્ષમાં ચુકાદો સંભળાવતા ટૉપલેસ પ્રતિબંધ (Topless Ban)ને હટાવી દીધો.

પશ્ચિમ અમેરિકા (Western America)ના 6 રાજ્યોમાં કોલોરાડો, યૂટા, કૈનસાસ, ન્યૂ મેક્સિકો અને ઓક્લાહોમામાં હવે મહિલાઓ પુરુષોની જેમ ટૉપલેસ (Topless) થઈને ફરી શકે છે. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓએ 'ફ્રી ધ નિપ્પલ' મૂવમેન્ટ ચલાવ્યું હતું. મહિલાઓની માંગ હતી કે તેમને પણ પુરુષોની જેમ ટૉપલેસ ફરવાની આઝાદી આપવામાં આવે. આંદોલન કરી રહેલી મહિલાઓનું કહેવું હતું કે તેમનું શરીર માત્ર સૅક્સુઅલ ઑબજેક્ટ નથી, પરંતુ તેમને પણ પુરુષોની જેમ સમાન અધિકાર મળવા જોઈએ.

આ મૂવમેન્ટને રોકવા માટે 2 કરોડ રૂપિયા ખર્ચ કર્યા

Daily Mailના અહેવાલ મુજબ, ફોર્ટ કૉલિન્સ સરકારે કોલોરાડો શહેરમાં આ મૂવમેન્ટને રોકવા માટે 2 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે ચુકાદો 'ફ્રી ધ નિપ્પલ' મૂવમેન્ટના પક્ષમાં સંભળાવ્યો. ફૉર્ટ કૉલિન્સ સરકારના પ્રવક્તાએ કહ્યુ કે, કોર્ટે મહિલાઓને ટૉપલેસ ફરવાની આઝાદી આપી દીધી છે. હવે અમે શહેરમાં બાકી મહત્વપૂર્ણ વસ્તુઓ પર પૈસા ખર્ચ કરીશું.

અમેરિકાના 6 રાજ્યોમાં ટૉપલેસ ફરી શકે છે મહિલાઓ

મહિલાઓએ આ મામલાને ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને માંગ કરી કે ટૉપલેસ પ્રતિબંધ હટાવો જોઈએ. કોર્ટે હવે 'ફ્રી ધ નિપ્પલ' મૂવમેન્ટની વાત માની અને પશ્ચિમી અમેરિકાના 6 રાજ્યોમાં મહિલાઓને ટૉપલેસ ફરવાની મંજૂરી આપી દીધી છે. કોલોરાડો શહેરમાં હવે મહિલાઓ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહથી ટૉપલેસ થઈને ફરી શકશે.

અમેરિકામાં અત્યાર સુધી હતો આ કાયદો

આ પહેલા અમેરિકામાં માત્ર 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓને ટૉપ વિના સાર્વજનિક સ્થળે ફરવાની આઝાદી હતી. હાલમાં લેકસાઇટ બીચ પર ત્રણ મહિલાઓ ટૉપલેસ ફરતાં વિવાદ થયો હતો.

આ પણ વાંચો,

આ વ્યક્તિએ એક મહિનામાં 23 લગ્ન કરી બાદમાં છૂટાછેટા લીધા! કારણ જાણી ચોંકી જશો
યુગલે પોતાના લગ્નને યાદગાર બનાવવા જાહેરમાં જ કર્યું આવું કામ...!
First published:

Tags: Supreme Court, World news, અમેરિકા, મહિલા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો