લેફ્ટ, રાઈટ, સેન્ટર, દરેક જગ્યાએ રેપ થઈ રહ્યા છે, દેશમાં આ શું ચાલે છે: SC

News18 Gujarati
Updated: August 8, 2018, 8:15 AM IST
લેફ્ટ, રાઈટ, સેન્ટર, દરેક જગ્યાએ રેપ થઈ રહ્યા છે, દેશમાં આ શું ચાલે છે: SC
સુપ્રીમ કોર્ટ, ફાઈલ ફોટો

  • Share this:
બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમ કેસની તપાસ ચાલું છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટે મંગળવારે આ મામલાની સુનાવણી કરતા રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે બિહાર સરકારને ફટકાર લગાવતા કહ્યું, લેફ્ટ, રાઈટ, સેન્ટર... દરેક જગ્યા પર રેપ થઈ રહ્યાં છે. દેશમાં આ બધુ ચાલી શું રહ્યું છે.?

સુપ્રિમ અદાલતે સરકારે પૂછ્યું કે, રાજ્યમાં શેલ્ટર હોમ ચલાવવા માટે ક્યારથી ચલાવવામાં આવી રહ્યાં છે? સંસ્થાની સત્યતા જાણ્યા વગર ફંડ કેમ આપ્યું? એવું લાગે છે કે શેલ્ટર હોમમાં થનાર ઘટનાઓ માટે સ્ટેટ સ્પોન્સર છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું, પાછલા કેટલાક વર્ષોથી બિહાર સરકાર NGOને ફંડ આપી રહી છે, પરંતુ તેને તે ખબર નથી કે, તે આ ફંડ કેમ આપી રહી છે? ફંડ આપ્યા પહેલા સરકારને NGOની તપાસ કરવી જોઈએ, શેલ્ટર હોમનું નિરીક્ષણ કરવું જોઈએ.

આ સાથે જ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ રજૂ કરીને કહ્યું છે કે, આ સંબંધમાં જાણકારી માંગી છે. કોર્ટની ફટકાર પછી સરકારે કહ્યું કે, તેઓ સમયે-સમયે સોશિયલ ઓડિટ કરે છે કેટલાક ખરાબ અધિકારી પણ હોય છે. આને લઈને કોર્ટે પૂછ્યું કે, શું અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે?

સુપ્રિમ કોર્ટે ઘટનાની તપાસમાં વિલંબ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે પ્રશ્ન કર્યો છે કે, હજું સુધી અધિકારીઓ શું કરી રહ્યાં હતા? કોઈ મોટા અધિકારી પર કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? બિહાર સરકારથી નારાજગી વ્યક્ત કરતા કોર્ટની તપાસની દિશા વિશે પૂછ્યું છે.

સુપ્રિમ કોર્ટે NCRBનું આપ્યો હવાલોસુપ્રીમ કોર્ટે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)નો હવાલો આપતા કહ્યું, દરેક છ કલાકે એક છોકરીનો રેપ થઈ રહ્યો છે. દેશભરમાં વર્ષમાં 38 હજારથી વધારે રેપ થઈ રહ્યાં છે. દેશમાં સૌથી વધારે રેપ મધ્યપ્રદેશમાં થઈ રહ્યાં છે, બીજા નંબર પર યૂપી છે.

શેલ્ટર કેસમાં નિયુક્ત એમિક્સ ક્યુરી (ન્યાય મિત્ર)એ કોર્ટને જાણકારી આપી છે કે, આ મામલમાં અત્યાર સુધી કોઈને વળતર આપવામાં આવ્યો નથી. એક છોકરી પણ હજું સુધી ગુમ છે. આના પર સુપ્રીક કોર્ટે તપાસ અધિકારીઓને આડા હાથે લઈને ઘણા બધા પ્રશ્નો કર્યા છે.

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે બિહાર શેલ્ટર હોમ કેસમાં અપર્ણા ભટ્ટને એમિક્સ ક્યુરી નિયુક્ત કરવામાં આવ્યા છે. એમિક્સે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, પીડિતા છોકરીઓની કાઉન્સિલ કરવામાં આવી રહી છે.

આ મામલમાં સુનાવણી દરમિયાન બિહાર સરકારે એક સપ્તાહનો સમય માંગ્યો છે. હવે એક અઠવાડિયા પછી મામલાની સુનાવણી આગળ થશે.
First published: August 7, 2018
વધુ વાંચો
अगली ख़बर