Home /News /national-international /અહીં મહિલાઓ અને છોકરીમાં ડરનો માહોલ, કોઈ અચાનકથી આવે છે અને KISS કરી ભાગી જાય છે

અહીં મહિલાઓ અને છોકરીમાં ડરનો માહોલ, કોઈ અચાનકથી આવે છે અને KISS કરી ભાગી જાય છે

bihar crime news: બિહારમાં એક સીરિયલ કિસર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ મામલે એસડીપીઓ રાકેશ કુમારે જણાવ્યું કે, સદર હોસ્પિટલ પરિસરમાં મહિલા સાથે એક છેડછાડ અને અશ્લીલ હરકત કરવાનો મામલો સામે આવ્યો છે. પીડિતાના નિવેદનના આધારે કેસ નોંધીને પોલીસ તપાસ કરી રહી છે. સીસીટીવી ફુટેઝના આધારે આવારા યુવકની ઓળખ કરવામાં આવી રહી છે.

વધુ જુઓ ...
બિહાર: તમામ લોકોએ સીરિયલ કિસર વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ હવે બિહારમાં એક સીરિયલ કિસર તમામ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલો છે. આ સીરિયલ કિસર એક યુવક છે જે અજાણી મહિલાઓ અને છોકરીઓને અચાનક આવીને કિસ કરીને ભાગી જાય છે. આ મામલો બિહારના જુમાઇનો છે, જ્યાં એક સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, બહાર એક મહિલા ફોન પર વાત કરી રહી હતી. આ દરમિયાન એક યુવક પાછળથી આવે છે અને બળજબરીથી મહિલાને કિસ કરવા લાગે છે. મહિલાને જ્યારે આ બધુ સમજાય છે ત્યાં સુધીમાં તો તે યુવક કિસ કરીને ફરાર થઇ જાય છે.

ખરેખરમાં સદર હોસ્પિટલ પરિસરમાં ધોળા દિવસે એક મહિલા સ્વાસ્થ્યકર્મી સાથે બળજબરીથી કીસ કરીને છેડતી કરીને યુવક ફરાર થઇ ગયો હતો. આ મામલે પીડિતાએ નગર પોલીસ સ્ટેશનમાં અરજી આપતા ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાનો વીડિયો હોસ્પિટલ પરિસરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ છે. સીસીટીવીમાં કેદ વીડિયોમાં નજર આવી રહ્યું છે કે, મહિલા કર્મી પોતાના કાર્યાલયની બહારના પરિસરમાં મોબાઇલમાં વાત કરી રહી હતી ત્યારે જ અળવિતરો યુવક મહિલાની નજીક આવે છે અને તેને પકડીને કીસ કરીને ભાગી જાય છે. કેસ નોંધાયા બાદ સીસીટીવી ફુટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આરોપી યુવક હજુ પણ ફરાર છે.

આ પણ વાંચો: હાર્લી ડેવિડસને લોન્ચ કરી સૌથી સસ્તી બાઇક, રોયલ એનફિલ્ડનો પરસેવો છૂટ્યો!

આ ઘટના જમુઇ સદર હોસ્પિટલના એક વોર્ડ પરિસરની છે જ્યાં પીડિતા ક્લામ 4ની કર્મચારી છે. જાણકારી અનુસાર, ફરાર યુવક હોસ્પિટલની દિવાલ આંતરીને આવ્યો હતો અને મહિલા સ્વાસ્થ્ય કર્મી સાથે અશ્લીલ હરકત કરી હતી. ઘટનાને અંજામ આપનાર યુવકની ઓળખ અને ધરપકડ માટે જમુઇ પોલીસ 2 દિવસથી તપાસ કરી રહી છે પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, તમામ પ્રયાસો બાદ પણ ઘટનાના ત્રણ દિવસ વિતી જવા છતા આરોપી પકડાયો નથી, સદર હોસ્પિટલ પરિસરમાં મહિલા સાથે બનેલી આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે હોસ્પિટલ પરિસરમાં જ્યાં મહિલા સ્વાસ્થ્યકર્મી તૈનાત રહે છે ત્યાં મહિલાઓ અને તેમના સંબંધીઓ પણ આવે છે.

આ મામલે એસડીપીઓ રાકેશ કુમારે જણાવ્યું કે, સદર હોસ્પિટલ પરિસરમાં મહિલા સાથે એક છેડછાડ અને અશ્લીલ હરકત કરવાનો મામલો સામે આવ્યો છે. પીડિતાના નિવેદનના આધારે કેસ નોંધીને પોલીસ તપાસ કરી રહી છે. સીસીટીવી ફુટેઝના આધારે આવારા યુવકની ઓળખ કરવામાં આવી રહી છે.
First published:

Tags: Bihar Crime, Bihar News, Bihar police