Home /News /national-international /

સ્પા માં કામ કરનાર મહિલાને પ્રેમીએ આપ્યું દર્દનાક મોત, બે મહિના ગેસ્ટ હાઉસમાં બંધ રહી લાશ

સ્પા માં કામ કરનાર મહિલાને પ્રેમીએ આપ્યું દર્દનાક મોત, બે મહિના ગેસ્ટ હાઉસમાં બંધ રહી લાશ

બતાવવામાં આવી રહ્યું છે મહિલા દેહરાદૂન-મસુરીમાં અલગ-અલગ સ્પા માં કામ કરતી હતી

Girlfriend murdered : પોલીસે રૂમમાં રાખેલા એક બેડની અંદર જોયું તો ત્યાં સડેલી લાશ મળી હતી

    દેહરાદૂન : ઉત્તરાખંડના (uttarakhand)દેહરાદૂનમાં 14 એપ્રિલે એક લોજમાંથી 31 વર્ષીય મહિલાની લાશ મળવાથી સનસની મચી ગઈ હતી. આ લાશ સડી ગઇ હતી. આ કેસની પોલીસે તપાસ કરી તો તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મહિલાની હત્યા (murder)તેના જ પ્રેમીએ કરી હતી. દેહરાદૂન પોલીસનું (Dehradun Police)કહેવું છે કે મૃતક મહિલા રિફેન બીબીની હત્યા થઇ હતી અને આ હત્યા તેના પ્રેમી અજરુલ અલીએ કરી હતી. તે બે મહિના પહેલા હત્યા કરીને મહિલાની લાશને ગેસ્ટ હાઉસની અંદર બેડમાં સંતાડીને ફરાર થઇ ગયો હતો. પોલીસે જ્યારે આરોપી અજરુલની શોધ કરી તો જાણ થઇ કે તેણે આત્મહત્યા (Suicide)કરી લીધી છે.

    ગુરુવારે રાત્રે રાજપુર પોલીસ સ્ટેશનને સૂચના મળી હતી કે કપૂર ગેસ્ટ હાઉસના એક રૂમમાં દુર્ગંધ આવતી હતી. જે પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રૂમ ખોલાવ્યો તો ત્યાં વધારે દુર્ગંધ આવતી હતી. આ પછી પોલીસે રૂમમાં રાખેલા એક બેડની અંદર જોયું તો ત્યાં સડેલી લાશ મળી હતી. તેને લઇને તપાસ કરી તો જાણ થઇ કી લાશ 31 વર્ષીય મહિલા રિફેન બીબીની હતી, જે પશ્ચિમ બંગાળની રહેવાસી છે.

    આ પણ વાંચો - કર્ફ્યૂ વચ્ચે સાત જન્મોના બંધનમાં બંધાયા, પત્નીને બાઇક પર બેસાડી પતિ સાસરિયામાં લાવ્યો

    સ્પા માં કામ કરતી હતી મહિલા

    બતાવવામાં આવી રહ્યું છે કે દેહરાદૂન-મસુરીમાં અલગ-અલગ સ્પા માં કામ કરતી હતી અને તે પોતાના પતિ સાથે ભાડા પર રહેતી હતી. જે પછી પોલીસે મહિલાના પતિની શોધ શરૂ કરી હતી. પોલીસે મહિલાના પરિવારજનો સાથે યુવકના પરિવારજનો સંપર્ક કર્યો તો પોલીસ સામે ચોંકાવનાર તથ્યો સામે આવ્યા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિ સાથે મહિલા રહેતી હતી તે તેનો પતિ નહીં પણ પ્રેમી હતો.

    હત્યા પછી પ્રેમીએ આત્મહત્યા કરી

    જાણકારી સામે આવ્યા પછી પોલીસે તેના પ્રેમી અજરુલની શોધ કરી તો જાણ થઇ કે જેને પોલીસ આરોપી સમજી રહી હતી તેણે આત્મહત્યા કરી લીધી છે. કેસનો ખુલાસો કરતા એસપી ક્રાઇમ વિશાખાનું કહેવું છે કે મામલામાં પોલીસ જેને સસ્પેક્ટ બનાવીને ચાલી રહી હતી તે અજરુલ હતો. જોકે હવે અજરુલે પણ આત્મહત્યા કરી લીધી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Uttarakhand news, ક્રાઇમ સમાચાર

    આગામી સમાચાર