Home /News /national-international /

દિયર સાથે લગ્ન કરવા માટે મહિલાનો હાઇવોલ્ટેજ ડ્રામા, રસ્તા પર રોકી પોલીસ વાન

દિયર સાથે લગ્ન કરવા માટે મહિલાનો હાઇવોલ્ટેજ ડ્રામા, રસ્તા પર રોકી પોલીસ વાન

મહિલાએ અચાનક સામે આવીને પોલીસની ગાડી રોકી લીધી હતી અને હંગામો કર્યો હતો

bihar news - મહિલાનું કહેવું છે કે તે બીજા લગ્ન પોતાના દિયર સાથે જ કરશે

    સાસારામ : બિહારના (bihar)રોહતાસ (Rohtas)જિલ્લાના સાસારામમાં (Sasaram)ડીએસપી કાર્યાલય પરિસર પાસે બુધવારે હાઇવોલ્ટેજ ડ્રામા (High Voltage Drama)જોવા મળ્યો હતો. અહીં એક મહિલાએ લગભગ એક કલાક સુધી પોલીસની ગાડી રોકી રાખી હતી અને જબરજસ્ત હંગામો કર્યો હતો. અમૃતા કુમારી નામની આ મહિલાએ પોતાના સાસરિયા વાળા પર દહેજ પ્રતાડનાનો કેસ (Dowry Harassment)નોંધાવ્યો હતો. કોર્ટ દ્વારા આરોપીઓને જામીન (Bail)મળ્યા પછી પોલીસ કાગળની પ્રક્રિયા માટે તેમની લઇને જતી હતી તે સમયે અમૃતા અચાનક સામે આવીને પોલીસની ગાડી રોકી લીધી હતી અને હંગામો કર્યો હતો.

    અમૃતાનું કહેવું છે કે તેનો તેના પતિ સાથે ઝઘડો થયો છે તેથી તે પોતાના દિયર રાકેશ કુમાર સાથે લગ્ન કરવા માંગે છે. તેણે જોર-જોરથી ચિલ્લાઇને આરોપ લગાવ્યો કે સાસરિયા વાળાએ તેના બેંક એકાઉન્ટમાં છ લાખ રૂપિયા મોકલીને કહ્યું કે હવે જઇને બીજા લગ્ન કરી લે. મહિલાનું કહેવું છે કે તે બીજા લગ્ન પોતાના દિયર સાથે કરશે.

    આ પણ વાંચો - એક તરફી પ્રેમમાં પાગલ વિદ્યાર્થીએ વિદ્યાર્થિની પર કર્યો બ્લેડથી હુમલો, પછી પૂછ્યું - જીવે છે કે મરી ગઈ

    મળેલી જાણકારી પ્રમાણે તિલૌથુની રહેવાસી અમૃતા કુમારીના લગ્ન 2018માં પન્નાલાલ સિંહ સાથે થયા હતા. લગ્ન પછી અમૃતાએ દહેજ પ્રતાડનાનો આરોપ લગાવતા પોતાના પતિ અને સાસરિયા સામે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. બુધવારે કોર્ટથી સાસરિયાના લોકોને એન્ટીસિપેટરી જામીન મળી ગયા તો અમૃતાએ પોલીસની ગાડી રોકીને હંગામો શરૂ કર્યો હતો.

    મહિલાના હંગામાને જોતા મહિલા પોલીસ દળ બોલાવવામાં આવ્યું હતું. જે પછી મહિલા પોલીસે બળપૂર્વક ગાડી રોકીને ઉભેલી અમૃતાને ત્યાંથી હટાવી હતી. આ દરમિયાન મહિલા સાથે ધક્કા મુક્કી થઇ હતી. રસ્તા પર હાઇવોલ્ટેજ ડ્રામાને જોવા માટે ઘણી ભીડ ભેગી થઇ હતી.

    આ પણ વાંચો - સંદિગ્ધ હાલતમાં જિલ્લા પરિષદની સભ્ય કવિતાનું મોત, ઝાડ પર દુપટ્ટાથી લટકેલી હાલતમાં લાશ મળી

    આંધ્ર પ્રદેશમાં પૂરમાં તણાયેલા પતિને શોધવા માટે પત્નીની રઝળપાટ

    એક 45 વર્ષીય મહિલા આંધ્રપ્રદેશમાં તાજેતરમાં આવેલા પૂરમાં તણાઈ ગયેલા તેના પતિને શોધવા માટે આસપાસના ગામડાઓ અને સમગ્ર જિલ્લાના દરેક ખૂણે પગપાળા ફરી રહી છે. આંધ્રપ્રદેશના નેલ્લોર, ચિત્તૂર, કડપા અને અનંતપુર જિલ્લાઓમાં તાજેતરના વરસાદથી ભારે નુકસાન થયું છે. આ ચાર જિલ્લાના ગામો અને શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઓછામાં ઓછા બે સ્થળોએ પૂરના ભયના અત્યંત સ્તરની જાહેરાત કરવામાં આવી હતી. પૂરથી 30થી વધુ લોકો પ્રભાવિત થયા હતા. જેઓ નજર સમક્ષ હતા તે પાણીમાં ગરકાવ ગયા હતા. હજુ પણ નેતાઓ તેમના ઠેકાણા માટે સત્તાધીશોના ચક્કર લગાવી રહ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Bihar News, Dowry Harassment, બિહાર

    આગામી સમાચાર