હત્યારી માતાઃ પ્રેમી માટે પુત્રીઓને મારવા માંગતી હતી મહિલા, મોકો મળતા જ ભર્યું ખૌફનાક પગલું
હત્યારી માતાઃ પ્રેમી માટે પુત્રીઓને મારવા માંગતી હતી મહિલા, મોકો મળતા જ ભર્યું ખૌફનાક પગલું
ઘટના સ્થળની તસવીર
આખો પરિવાર ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં જેલમાં ગયો હતો. પુત્રીઓ હોવાના કારણે અંજૂને કોર્ટમાં જામીન મળ્યા હતા. જેલમાંથી બહાર આવીને અંજૂના આડા સંબંધો બંધાયા હતા.
રીવાઃ મધ્ય પ્રદેશના (Madhya pradesh) રિવા (riva) જિલ્લામાં એક 24 વર્ષની મા 20 વર્ષના પ્રેમી (mother love affair) સાથે રહેવા માંગતી હતી. પરંતુ તેના પ્રેમી વચ્ચે તેની બે પુત્રીઓ ખીલી રૂપ હતી. આનનનરોપીઓએ મળીને બંને પીત્રીઓની હત્યા (daughter murder) કરવાનું ષડયંત્ર રચ્યું હતું. બંને 25 એપ્રિલે પુત્રીઓને માર માર્યો જેના કારણે નાની પુત્રીનું મોત થયું હતું. જોકે, મોટી પુત્રીએ કાકાને બધુ જણાવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.
આ ઘટના રિવા જિલ્લાના રાયપુરના કોષ્ટા ગામનો છે. ગામની અંજૂ મિશ્રા પોતાના પ્રેમી દીપક સિંહ ઠાકુની સાથે મળીને ચાર વર્ષની પુત્રીની હત્યા કરી દીધી હતી. પોલીસે બંનેની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા હતા. યુવક, યુવતી અને આખો પરિવાર આદતથી જ ગુનેગાર છે.
6 વર્ષ પહેલા થયા હતા લગ્ન
પોલીસ પ્રમાણે કોષ્ટા ગામમાં રહેનારા કરુણા પાંડેયની પુત્રી અંજુના લગ્ન આશરે છ વર્ષ પહેલા રાહુલ મિશ્રાની સાથે થયા હતા. રાહુલ ભલુહાનો રહેનારો છે. બંનેને બે પુત્રી થઈ હતી. જેમાં 5 વર્ષની તનૂ મિશ્રા અને 4 વર્ષની તન્વી મિશ્રા હતી. અંજૂના પતિ રાહુલ ઉપર હત્યાનો કેસ છે.
જ્યારેથી તે જેલમાં ગયો તો અંજૂ પિયર જતી રહી હતી. અને માતા-ભાઈની સાથે રહેવા લાગી હતી. આખો પરિવાર ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં જેલમાં ગયો હતો. પુત્રીઓ હોવાના કારણે અંજૂને કોર્ટમાં જામીન મળ્યા હતા.
જામીન મળ્યા બાદ અંજૂ જેલમાંથી બહાર આવી તો તેના 20 વર્ષીય દિપક સિંહ સાથે આડા સંબંધો બંધાયા હતા. બંને પુત્રીઓ વગર સાથે રહેવા માંગતા હતા. એટલા માટે બંને પુત્રીઓની હત્યા કરવાનું ષડયંત્ર રહ્યું હતું. બંનેએ 25 એપ્રિલે દંડા વડે બાળકીઓને મારવાનું શરું કર્યું હતું. દીપકે નાની પુત્રી તન્વીને દીવાર સાથે પટકી હતી.
જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. બંને તેને હોસ્પિટલમાં નકલી નામથી દાખલ કરાવી હતી. જ્યાં તન્વીનું મોત નીપજ્યું હતું. બાળકીઓને જોવા જ્યારે કાકા પહોંચ્યા તો મોટી પુત્રીએ સમગ્ર મામલા અંગે જાણ કરી હતી. કાકાએ પોલીસને જાણ કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર