દરેક રોટલીનો વ્યાસ 20 સેમી રાખવાની પતિની હઠ, પત્ની પહોંચી કોર્ટ

 • Share this:
  મહારાષ્ટ્રના પુણેમાં છૂટાછેડાનો અજીબો ગરીબ કેસ સામે આવ્યો છે. એક મહિલાએ છૂટાછાડે માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પત્નીએ પતિ સાથે છૂટાછેડાનું કારણ જણાવ્યું હતું કે તેના પતિને દરેક રોટલીનો વ્યાસ 20 સેમી જ હોવો જોઈએ તેવું માંગે છે અને જો એવું ન થાય તો તે પત્નીને મારતો હતો.

  પત્નીએ એ પણ કહ્યું કે તેના પતિ પર એન્જિનીયરીંગનો એવું તો ભૂત માથે ચડેલું છે કે તેને દરેક વસ્તુમાં પરફેક્શ નહીં પરંતુ વધારે પરફેક્શનની આશા રાખે છે. રોટલી બન્યાં પછી તે તેનું માપ પણ લે છે. એની એવી ઇચ્છા હોય છે કે આખા દિવસમાં કેટલું કામ કર્યું તે અલગ અલગ રંગોથી એક શીટ પર નોંધવું. જો નક્કી કરેલા કોઈપણ કામ ન થાય તો તે કેમ નથી થયું તે લખવા માટે પણ એક કોલમ બનાવવામાં આવી છે. જો એકપણ કોલમ ખાલી છોડી તો તે માટે પણ તે અપશબ્દો બોલતો અને માર મારતો હતો.

  પત્નીએ પોતાની વ્યથા જણાવતાં કહ્યું કે, તેનો પતિ ઘણીવાર તો હદ પાર કરી દે છે. કોઈપણ કામ ખોટું થાય તો તેની પર ઠંડુ પાણી નાંખી દે છે અને એને એસીવાળા રૂમમાં બંધ કરી દે છે. તેણે ઘણીવાર દબાણ કર્યું કે હું આત્મહત્યા કરું. પરંતુ અમારી એક દીકરી પણ છે તેનું વિચારીને ન તો હું જીવી શકું છું ન તો મરી શકું છું.

  નોંધનીય છે કે દસ વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતાં. તેનો પતિ આઈટી એન્જિનીયર છે. પત્નીએ કહ્યું કે લગ્નના થોડા સમય સુધી તો બધું બરાબર હતું પરંતુ થોડા વર્ષો પછી તે અજીબોગરીબ હરકતો કરવા લાગ્યાં હતાં.
  Published by:Kaushal Pancholi
  First published: