પૂર્વ કાઉન્સિલરના ઘરે નગ્ન અવસ્થામાં મહિલા પહોંચી, વીડિયો વાયરલ થતા પોલીસે કરી અપીલ
આ મામલામાં પૂર્વ કાઉન્સિલરે પોલીસમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી હતી.
ગત મંગળવારે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક મહિલા રાત્રિ દરમિયાન નગ્ન અવસ્થામાં ફરતી જોવા મળી હતી. આ મામલામાં પૂર્વ કાઉન્સિલરે પોલીસમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી હતી.
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશનના રામપુર જિલ્લામાં સ્થિત મિલકના મોહલ્લાના નસીરાબાદમાં એક મહિલા નિર્વસ્ત્ર થઇ રાતના સમયે ફરવાના મામલે ખુલાસો થયો છે. પોલીસનો દાવો છે કે, તે મહિલાની માનસિક સ્થિતિ ઠીક નથી અને તેની સારવાલ છેલ્લા પાંચ-છ વર્ષથી બરેલીમાં ચાલી રહી છે. પોલીસે તેમના સંબંધીઓને નિર્દેશ આપ્યો છે કે ભવિષ્યમાં એવી સ્થિતિ ના ઉદ્ભવે તેનો ખ્યાલ રાખવો.
તમને જણાવી દઇએ કે, ગત મંગળવારે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક મહિલા રાત્રિ દરમિયાન નગ્ન અવસ્થામાં ફરતી જોવા મળી હતી. આ મામલામાં પૂર્વ કાઉન્સિલરે પોલીસમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી હતી.
તેમણે આરોપ લગાવ્યો હતો કે સોમવારે સવારે લગભગ 1 વાગ્યે એક મહિલાએ તેમના ઘરના દરવાજે ઉભા રહી ડોરબેલ વગાડી હતી અને તેમને દરવાજો ખોલવાનું કહ્યું હતું. જોકે તેમણે મહિલાને નગ્ન અવસ્થામાં જોઈને દરવાજો ખોલ્યો ન હતો. જે બાદ તે ત્યાંથી ચાલી ગઇ હતી.
પૂર્વ કાઉન્સિલરની ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી. સીઓ મિલક રવિ ખોખરે આ મામલે પોલીસની એક ટીમ બનાવી હતી. આખરે પોલીસ ટીમે આ મહિલા કોણ છે તે શોધી કાઢ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પોલીસ દ્વારા મહિલાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. પોલીસે મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સામાન્ય લોકોને ભ્રમ ન ફેલાવવા અને અફવા ન ફેલાવવાની અપીલ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર