Home /News /national-international /અંધશ્રદ્ધાઃ બાળક ન થતાં પરિવારના લોકો શૈતાન બન્યા, વહુને સ્મશાનમાં લઈ જઈ હાડકાનો પાવડર ખવડાવ્યો
અંધશ્રદ્ધાઃ બાળક ન થતાં પરિવારના લોકો શૈતાન બન્યા, વહુને સ્મશાનમાં લઈ જઈ હાડકાનો પાવડર ખવડાવ્યો
પૂણેની મહિલાને અંધશ્રદ્ધાના કારણે માનવ હાડકાનો પાઉડર ખાવાની ફરજ પડી હતી.
પરિવારે મહિલાને કાળા જાદુની વિધિના ભાગરૂપે માનવ હાડકાના પાવડરનું સેવન કરવાની ફરજ પાડી હતી. આ સમગ્ર મામલામાં પોલીસે મહિલાના પતિ, સાસરિયાઓ અને એક તાંત્રિક સહિત કુલ 7 લોકો વિરુદ્ધ FIR નોંધી
મુંબઈઃ પુણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સંતાનની ઈચ્છા માટે સાસરિયાઓએ કાળા જાદુનો આશરો લીધો છે. પરિવારે મહિલાને કાળા જાદુની વિધિના ભાગરૂપે માનવ હાડકાના પાવડરનું સેવન કરવાની ફરજ પાડી હતી. આ સમગ્ર મામલામાં પોલીસે મહિલાના પતિ, સાસરિયાઓ અને એક તાંત્રિક સહિત કુલ 7 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. ANI અનુસાર, પહેલા કેસમાં પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓએ 2019માં લગ્ન સમયે દહેજની માંગણી કરી હતી, જેમાં કેટલીક રોકડ, સોના અને ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે.
બીજા કિસ્સામાં, ફરિયાદ અરજી મુજબ, પોલીસે અંધશ્રદ્ધા વિરોધી અને કાળા જાદુની કલમ 3 લગાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બીજા કિસ્સામાં, ઘણી અમાવસ્યા દરમિયાન, પીડિતાના સાસરિયાઓએ તેને ઘરમાં કેટલીક અંધશ્રદ્ધાળુ પ્રવૃત્તિઓમાં સામેલ કરવા દબાણ કર્યું હતું અને અન્ય કેટલીક ધાર્મિક વિધિઓમાં, પીડિતાને બળજબરીથી અજાણ્યા સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવી હતી અને તેને હાડકાંના પાઉડરનું સેવન કરવા માટે મજબૂર કરવામાં આવી.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 498A, 323, 504,506 તેમજ અંધશ્રદ્ધા વિરોધી કાયદાની કલમ 3 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે કહ્યું, 'તેનો પરિવાર શિક્ષિત છે, આ પછી પણ તે આ તમામ દાવાઓમાં વિશ્વાસ કરે છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ચોક્કસ સ્મશાનગૃહની શોધ શરૂ કરી છે જ્યાં આ ધાર્મિક વિધિઓ થઈ હતી. અમે ટૂંક સમયમાં તેની ધરપકડ કરીશું.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર