Home /News /national-international /Mexico woman dies in Gym: જીમમાં 180 કિલોનો બારબેલ ઉપાડવાનો પ્રયાસ કરતી મહિલાનું દર્દનાક મોત!
Mexico woman dies in Gym: જીમમાં 180 કિલોનો બારબેલ ઉપાડવાનો પ્રયાસ કરતી મહિલાનું દર્દનાક મોત!
જિમમાં કસરત કરતી વખતે મહિલાનું મોત થયું હતું. (ફોટોઃ Twitter)
Mexico woman dies in Gym: ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ 21 ફેબ્રુઆરીના રોજ મેક્સિકોના જિમમાં ફિટનેસ સ્પોર્ટ જીમનેશિયમમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જ્યાં બાર્બલ ઉપાડતી વખતે મહિલાનું મૃત્યુ થયું હતું.
આ દિવસોમાં લોકો ફિટ રહેવા માટે ઝનૂની હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય સારું રહે. આ માટે હવે ઘણા લોકો જીમ (Gym)માં પણ જાય છે. જો કે જીમમાં જવું અને જીમમાં કસરત (Excercise in Gym) કરવી એ સારી આદત છે પરંતુ જીમમાં ઘણી વખત ખોટી કસરત કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પરંતુ ખોટી કસરત કોઈને મારી શકે છે તે ખૂબ જ ચોંકાવનારી વાત છે. તાજેતરમાં મેક્સિકોમાં એક મહિલા સાથે આવું જ બન્યું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ (Mexico woman dies in Gym) થઈ રહ્યો છે અને અમે તમને વીડિયો બતાવતા પહેલા જણાવી દઇએ કે આ વીડિયો ખુબ જ વિચલિત કરી શકે છે.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ 21 ફેબ્રુઆરીના રોજ મેક્સિકોના જીમમાં ફિટનેસ સ્પોર્ટ જીમનેશિયમમાં એક ચોંકાવનારી ઘટના બની હતી (Woman dies while lifting barbell video). આ એક સીસીટીવી ફૂટેજ છે જેમાં એક પુરુષ બારબલનું વજન સુધારતો જોવા મળે છે અને સામે એક મહિલા અન્ય મહિલા સાથે વાત કરી રહી છે. થોડીવારમાં મહિલા બાર બેલ પાસે જાય છે અને તેને ઉપાડવાનો પ્રયાસ કરે છે.
સ્ત્રી ખૂબ જ મુશ્કેલીથી બારબલને ઉપાડે છે અને તેનું વજન તેના ખભા પર મૂકે છે. આ પછી ખૂબ જ મુશ્કેલીથી તે સહેજ ઉપર ઉઠે છે પરંતુ અચાનક બેલના વજન હેઠળ નીચે પડી જાય છે. થોડીક સેકન્ડો માટે તેની ગરદન બારબલના વજન હેઠળ દટાયેલી હોય તેવું લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મહિલાએ 180 કિલોગ્રામનો બારબેલ ઉપાડ્યો હતો, જે ગોરિલાના વજન બરાબર હતું.
ઉતાવળમાં નજીકમાં ઉભેલા ટ્રેનર બારને દૂર કરવાનો પ્રયાસ કરે છે. પણ કદાચ તે તેની પાસેથી ઉઠતો નથી. આ દ્રશ્ય જોઈને નજીકમાં ઉભેલી અન્ય એક મહિલા ચીસો પાડતી જોવા મળે છે. જ્યારે લોકો બાર બેલ ઉપાડે છે, ત્યારે મહિલા નિર્જીવ અવસ્થામાં જમીન પર પડી જાય છે. વીડિયો જોઈને સમજી શકાય છે કે તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ટ્રેનર તેને ઉપાડવાનો પ્રયત્ન કરે છે, પલ્સ પણ ચેક કરે છે પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર