ન્યૂઝ18 ગુજરાતી: જંગલમાં લાકડા વીણવા ગયેલી 35 વર્ષની મહિલાને જંગલી હાથીએ કચડી નાંખી હતી. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ ઘટના છત્તીસગઢનાં મહાસમુન્દ જિલ્લામાં બની હતી. છત્તીસગઢ રાજ્યમાં સિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી.
મૃત્યુ પામનાર મહિલાનું નામ સુનિતા યાદવ હતું. સુનિતાનું વતન બલોદાબજાર છે. સુનિતા અને અન્ય કેટલીક મહિલાઓ જંગલમાં લાકડા વીણવા ગઇ હતી ત્યારે અચાનક હાથી ત્યાં આવી ચડ્યો હતો. હાથીને જોઇને મહિલાઓએ બચવા માટે ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ સુનિતા હાથીની ઝપટે ચડી ગઇ હતી. અન્ય મહિલાઓ ભાગવામાં સફળ રહી હતી. હાથીએ તેના પર હુમલો કરતા સુનિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
રાજય સરકાર દ્વારા મૃત્યુ પામનાર સુનિતાનાં પરિવારજનોને વળતર આપવામાં આવ્યુ હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં વન્યપ્રાણીઓ માટેને રહેઠાણો પર દબાણ થતા વન્ય જીવોને રહેવા માટેની જગ્યાઓ ઘટી રહી છે. સરકારની વન્યપ્રાણી વિરોધી નીતિનાં કારણે સમગ્ર દેશમામ વન્યપ્રાણીઓ માનવ વિસ્તારોમાં પણ આવવા લાગ્યા છે અને માણસો સાથેનાં ઘર્ષણ વધવા લાગ્યા છે.
ગુજરાતમાં પણ થોડા દિવસો પહેલા જ, એક સિંહે હુમલો કરતા મહુવાની બાજુનાં અગતરિયા ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું.
માણસો અને વન્યપ્રાણીઓ વચ્ચેનાં સંઘર્ષ દિવસે અને દિવસે વધી રહ્યા છે. જેમાં માણસો અને વન્યપ્રાણીઓ બંને મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર