મહિલાએ PPT દ્વારા પરિવારને જણાવી સ્ટ્રિપર હોવાની વાત, 20 લાખથી વધારે વખત જોવાયો વીડિયો

મહિલાએ કલર ફૂલ પાવર પોઇન્ટ દ્વારા માતા-પિતાને સ્ટ્રિપર હોવાની વાત કરી હતી (ફાઇલ ફોટો)

Viral videos- સ્ટ્રિપર મહિલાએ માતા-પિતાને કહેવા માટે ઇનોવેટિવ આઇડિયા પસંદ કર્યો

  • Share this:
    પોર્ટલેન્ડ : અમેરિકાના (America)રાજ્ય ઔરિગનમાં (Oregon)પોર્ટલેન્ડ (Portland)શહેરની નિવાસી મહિલાએ પોતાના માતા-પિતાથી એ વાત છુપાવી કે તે સ્ટ્રિપર (Stripper)છે. આવામાં તેણે એ વાત બતાવવા માટે ઇનોવેટિવ આઇડિયા પસંદ કર્યો હતો. એક વાયરલ વીડિયોમાં (Viral videos)જોવા મળે છે કે મહિલાએ કલર ફૂલ પાવર પોઇન્ટ દ્વારા માતા-પિતાને પોતાની વાત કરી હતી. લેક્સ નામની મહિલાની બહેને આ વીડિયો બનાવ્યો અને ટિકટોક પર પોસ્ટ કર્યો છે. લેક્સે વીડિયોમાં કહ્યું કે આ પહેલા કે તમે ચિંતા કરો કે પરેશાન થાવ હું તમને જણાવી દઉ કે આ મારા જીવન સાથે જોડાયેલ છે. આનાથી કોઇને નુકસાન થશે નહીં. તેને શેર કરવાનું એકમાત્ર કારણ એ છે કે હું ઇચ્છું છે કે જે લોકો મારા જીવનનો મહત્વનો ભાગ છે તેને તેની જાણકારી આપવાનો. વીડિયોમાં લેક્સે કહ્યું કે આ રહસ્યનો મતલબ છે કે હું પ્રતિભાશાળી છું, હું તાકાતવર છું. તેનો મતલબ એ નથી કે હું પ્રેગ્નેટ છું કે કોઇ ખતરામાં છું.

    વીડિયોમાં જોવા મળે છે કે એક ડ્રમરોલ પછી લેક્સે પોતાના માતા-પિતાને મોટી ખબર સંભળાવી. તેણે વીડિયોમાં કહ્યું કે હું એક સ્ટ્રિપર છું. હું એક સ્ટ્રિપ ક્લબમાં પોલ ડાન્સ (Pole dance strip club)કરું છું અને મને આ પસંદ છે. તેના માતા-પિતા આશ્ચર્યથી હસ્યા હતા. આ પછી લેક્સે બીજી સ્લાઇડમાં પોતાની નોકરી વિશે હંમેશા પૂછાતા સવાલો વિશે જણાવ્યું. જેમ કે તે સેક્સ વર્ક ઈન્ડસ્ટ્રીમાં શું કરવા માંગે છે, તે કેવી રીતે સુરક્ષિત રહે છે?

    આ પણ વાંચો - લગ્ન માટે છોકરી શોધવાનો કેરળના યુવકનો આઇડિયા કામ કરી ગયો, ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાથી આવવા લાગ્યા ફોન

    લેક્સે જણાવ્યું- ક્લબમાં શું કરે છે તે?

    લેક્સે વીડિયોમાં કહ્યું કે પોર્ટલેન્ડમાં તેના ક્લબમાં સ્ટ્રિપિંગ તેને પોતાને વ્યક્ત કરવાની અને કેટલાક સારા પૈસા કમાવવાની કલાત્મક સ્વતંત્રતા આપે છે. તેણે જણાવ્યું કે તે પોતાની કમાણી પર ટેક્સ પણ આપે છે. લેક્સે માતા-પિતાને કહ્યું કે તે ફક્ત ડાન્સ કરે છે અને લોકો સાથે ચેટ કરે છે.

    પ્રેઝન્ટેશન ખતમ થયા પછી લેક્સે પોતાના માતા-પિતાને કહ્યું કે શું તેમની પાસે કોઇ એવો સવાલ છે જેનો જવાબ આમા ના મળ્યો હોય? જેના પર તેની માતાએ કહ્યું કે હું તારી ઇમાનદારીથી ખુશ છું.
    Published by:Ashish Goyal
    First published: