રોજ ઊંઘ બગાડતા હતા પાર્ટી-પ્રેમી પાડોશી, જુઓ મહિલાએ ઝગડા વગર લીધો જબરદસ્ત બદલો!
રોજ ઊંઘ બગાડતા હતા પાર્ટી-પ્રેમી પાડોશી, જુઓ મહિલાએ ઝગડા વગર લીધો જબરદસ્ત બદલો!
(Credit- TikTok)
જ્યારે મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાના બદલાની કહાની લોકોને જણાવી તો તે સુપરહિટ બની ગઈ. બધાએ તેની પ્રશંસા કરી અને કહ્યું કે, તેણે તોફાની પડોશીઓ સાથે એકદમ સારું કર્યું.
જો તમે શહેરની ધમાલ છોડીને રજા માટે શાંત સ્થળે પહોંચ્યા હોવ, તો તમે વિચારશો કે અહીં કોઈ તમને ડિસ્ટર્બ ન થવું જોઈએ. એક બ્રિટિશ મહિલા પણ વેલ્સમાં આવી જ રીતે વિચારીને રજા માણવા ગઈ હતી. પરિવાર સાથે પહોંચેલી મહિલાના આરામમાં ત્યારે ખલેલ પહોંચી જ્યારે અહીં હાજર પડોશીઓએ તેમને કેટલીક રાતો સુધી સારી રીતે ઊંઘવા ન દીધા. છેવટે, મહિલાએ બદમાશ પડોશીઓથી બદલો લેવા જબરદસ્ત આઈડીયા લગાવ્યો.
પાર્ટીબાજ પડોશીઓને વ્યવસ્થિત પાઠ ભણાવવા માટે, રિસોર્ટ છોડતા પહેલા, મહિલાએ એવું કંઈક કર્યું કે, આ પાડોશીઓની સવારની ઊંઘ હરામ થઈ ગઈ. મહિલા વેલ્સમાં રજા પર ગઈ હોવાથી, તે ઘોંઘાટીયા પડોશીઓ સાથે કોઈ પણ રીતે બદલો લેવા માંગતી હતી. જ્યારે મહિલાએ સોશિયલ મીડિયા પર પોતાના બદલાની કહાની લોકોને જણાવી તો તે સુપરહિટ બની ગઈ. બધાએ તેની પ્રશંસા કરી અને કહ્યું કે, તેણે તોફાની પડોશીઓ સાથે એકદમ સારું કર્યું.
પાર્ટીના ચક્કરમાં પડોશીઓ શાંતીથી રાત્રે ઊંઘવા દેતા ન હતા
ઓનલાઈન મિરર મુજબ, 37 વર્ષીય બ્રિટિશ મહિલા હિથર મિન્સુલ બ્રિટિશ કાઉન્ટી ઓફ વેલ્સમાં કારવાં સાઇટ પર પરિવાર સાથે રજાઓ માણી રહી હતી. તેના પરિવારે થોડા દિવસો આરામથી અહીં વિતાવ્યા, પણ પછી તેમનો સામનો એક પાર્ટીબાજ ગેંગ સાથે થયો. આ લોકો મહિલાની બાજુમાં આવેલા રિસોર્ટમાં રોકાયા હતા. તેમણે પડોશીઓની પરવા કર્યા વિના આખી રાત ઊંચા અવાજ પર ગીતો વગાડ્યા અને અવાજ કરતા રહ્યા. જ્યારે હિથર મિન્શુલે તેમને સાઉન્ડ ધીમું કરવાનું કહ્યું ત્યારે તેમણે ના પાડી. આવી સ્થિતિમાં મહિલા ત્યાંથી જતી વખતે આ પડોશીઓને પાઠ ભણાવવા માંગતી હતી.
મિંશુલ પડોશીઓથી બદલો લેવા માટે કોઈ ઝગડો ન કર્યો, પરંતુ શાંતિથી તેમના તંબુની છત પર બ્રેડના ટુકડાઓ વેરવિખેર કરી દીધા હતા. સવારે 7 વાગ્યે આ બ્રેડના ટુકડા ખાવા માટે જ્યારે સીગલ્સ (Seagulls Birds) નામના આક્રમક પક્ષીઓ તૂટી પડ્યા. ત્યારે પક્ષીઓના જંગલી ઘોંઘાટથી પાર્ટીબાજ પડોશીઓની સવારની મીઠી ઊંઘ હરામ થઈ ગઈ અને તેમને વહેલી સવારે ઉઠવું પડ્યું. સીગલ્સ પક્ષીઓ ખાસ કરીને તેમના મોટા અવાજો માટે જાણીતા છે. તેમના અવાજમાં કોઈ પણ વ્યક્તિ માટે ઊંઘી શકવું અશક્ય છે. હીથર પોતે ગ્રેટર માન્ચેસ્ટરની રહેવાસી છે અને આ રમુજી ઘટના તેણે તેના ટિકટોક એકાઉન્ટ પર શેર કરી છે. એટલું જ નહીં, તેણે લોકોને એ પણ પૂછ્યું કે - શું મેં કંઈ ખોટું કર્યું છે? તેના વીડિયો પર પ્રતિક્રિયા આપતા લોકોએ લખ્યું છે કે, તેણે પાર્ટીના પડોશીઓને યોગ્ય પાઠ ભણાવ્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર