દિલ્હીમાં મહિલા સબ-ઇન્સ્પેક્ટરની હત્યા, હત્યારા પોલીસ અધિકારીએ પણ આપઘાત કરી લીધો

News18 Gujarati
Updated: February 8, 2020, 8:51 AM IST
દિલ્હીમાં મહિલા સબ-ઇન્સ્પેક્ટરની હત્યા, હત્યારા પોલીસ અધિકારીએ પણ આપઘાત કરી લીધો
પ્રીતિ 2018માં દિલ્હી પોલીસમાં જોડાઈ હતી.

દિલ્હી પોલીસને સીસીટીવી ફૂટેજમાં ચોંકાવનારી જાણકારી મળી છે. મહિલા SIને ગોળી મારનાર પણ દિલ્હી પોલીસનો સબ ઇન્સ્પેક્ટર નીકળ્યો.

  • Share this:
નવી દિલ્હી : રાજધાની દિલ્હીની રોહિણી (Rohini) વિસ્તારમાં એક મહિલા પોલીસ અધિકારીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ગોળી મારનાર પોલીસ અધિકારીએ પણ જાતને ગોળી મારીને આપઘાત કરી લીધો છે. આરોપી મહિલા સાથે દિલ્હી પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટરના પદ પર તૈનાત હતો. શનિવારે આરોપી દીપાંશુનો મૃતદેહ હરિયાણાના કરનાલમાંથી મળી આવ્યો છે.

નોંધનીય છે કે પટપડગંજ ઇન્ડસ્ટ્રિયલ એરિયાલ પોલીસ મથકમાં તૈનાત એસઆઈ પ્રીતિ અહલાવત રોહિણી વિસ્તારમાં મૃત મળી આવી હતી. રોહિણી ઈસ્ટ મેટ્રો સ્ટેશન નજીક તેણીને ગોળી મારવામાં આવી હતી. મૃતક પ્રીતિ વર્ષ 2018માં દિલ્હી પોલીસમાં ભરતી થઈ હતી. ઘટના શુક્રવાર રાત્રે 9:30 વાગ્યાની છે.પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી જાણકારી મેળવવાની શરૂ કરી ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી હતી. એસઆઈ પ્રીતિને ગોળી મારનાર વ્યક્તિ તેનો જ સાથી દિલ્હી પોલીસનો ઇન્સ્પેક્ટર હતો. શનિવારે આરોપી સબ ઇન્સ્પેક્ટર દીપાંશુનો મૃતદેહ હરિયાણાના કરનાલમાંથી મળી આવ્યો છે. હાલ પોલીસ આ મામલાની વધારે તપાસ કરી રહી છે.ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે સબ-ઇન્સ્પેક્ટર પ્રીતિ મૃત અવસ્થામાં મળી આવી હતી. તેના શરીર પર ગોળી વાગવાના અનેક નિશાન હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રીતિ રોહિણી ઇસ્ટ મેટ્રો સ્ટેશન ખાતેથી રાત્રે 9.30 વાગ્યે પોતાના ઘરે જવા નીકળી હતી. આ સમયે એક અજાણી વ્યક્તિ આવે છે, પિસ્ટલ કાઢે છે અને તેના માથા પર ગોળી મારી દે છે. પ્રીતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવ બાદ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા.
First published: February 8, 2020, 8:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading