મહિલા PSIએ કર્યો આપઘાત, સુસાઇટ નોટમાં લખ્યું- 'આ મારા કર્મોનું ફળ છે'

મહિલા PSIએ કર્યો આપઘાત, સુસાઇટ નોટમાં લખ્યું- 'આ મારા કર્મોનું ફળ છે'
આરઝૂ પવાર.

પોલીસને એસઆઈના રૂમમાંથી એક બે લાઇનની સુસાઇડ નોટ મળી છે, જેમાં તેમણે આપઘાત માટે પોતાને જ જવાબદાર ગણાવ્યા છે.

 • Share this:
  બુલંદશહર: ઉત્તર પ્રદેશના બુલંદશહર (Bulandshahr)માં ઉત્તર પ્રદેશ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર (Police Sub Inspectors) તરીકે ફરજ બજાવતા 30 વર્ષીય આરજૂ પવારે (Arzoo Pawar) પંખા સાથે ફાંસી લગાવીને આપઘાત (Suicide) કરી લીધો છે. આ બનાવ અનૂપ શહેરના કોતવાલી પોલીસ મથકનો છે. અહીં એક ભાડાના મકાનમાં રહેતી મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.

  મળતી માહિતી પ્રમાણે મકાન માલિક શુક્રવારે રાત્રે મહિલા પોલીસકર્મીને અનેક ફોન કૉલ કર્યાં હતા, પરંતુ તેમણે જવાબ આપ્યો ન હતો. જે બાદમાં તેમને કંઈક અજુગતું બન્યું હોવાનું લાગતા તેમના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, દરવાજો અંદરથી બંધ હતો. જે બાદમાં આ અંગે સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પોલીસે જ્યારે કાચના વેન્ટિલેશનમાંથી અંદર જોયું કો એસઆઈ આરઝૂ પંખા સાથે લટકી રહ્યા હતા. જે બાદમાં સ્થાનિક પોલીસે દરવાજો તોડી નાખ્યો હતો.  આ પણ વાંચો: સમુદ્રમાંથી મળ્યો અજીબ જીવ! લોકોએ પૂછ્યું- એલિયન ધરતી પર આવી ગયા કે શું?

  2015ના બેંચના એસઆઈ

  પ્રાપ્ત વિગત પ્રમાણે આરઝૂ પવાર 2015ની બેચના એસઆઈ છે. તેઓ શામલીના રહેવાશી છે. પોલીસને તેમના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ નોટમાં સબ ઇન્સ્પેક્ટરે લખ્યું છે કે, "આ મારા કર્મોનું ફળ છે." પોલીસ આ મામલે ખૂબ ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ મામલે એસએસપી સંતોષકુમાર સિંહનું કહેવું છે કે, આજે મહિલા સબ ઇન્સ્પેક્ટરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ મામલે તપાસ ચાલી રહી છે. બે લાઇનની સુસાઇડ નોટ મળી છે. જેમાં તેણીએ મોત માટે પોતાને જવાબદાર ગણાવી છે. જોકે, આ મામલે ખૂબ જ ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.  આ પણ વાંચો: એક્સપ્રેસવે પર કારમાં આગ લાગતા પતિની નજર સામે નવપરિણીતા જીવતી સળગી ગઈ, પતિ સ્તબ્ધ

  એસએસપીએ વધુમાં જણાવ્યું હતું કે, એસઆઈના બેડમાંથી સુસાઇડ નોટ, એક પેન અને મોબાઇલ ફોન મળી આવ્યો છે. મોબાઇલ ફોન લોક હોવાથી તેણીએ છેલ્લે કોની કોની સાથે વાત કરી હતી તે જાણી શકાયું નથી.

  આ પણ જુઓ-

  એસઆઈ પવારના આપઘાત સાથે ગત વર્ષે ઓક્ટોબરમાં 26 વર્ષના પોલીસ કોન્સ્ટેબલે કરેલા આપઘાતનો બનાવ તાજો થઈ ગયો છે. સભાંલ જિલ્લામાં અંકિત યાદવ નામના પોલીસ કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. ઉત્તર પ્રદેશમાં 2019ના વર્ષમાં 18 પોલીસકર્મીઓએ આપઘાત કર્યો હતો. જેમાં ઇન્સ્પેક્ટરથી લઈને કોન્સ્ટેબલ શામેલ છે.
  Published by:Vinod Zankhaliya
  First published:January 02, 2021, 11:31 am

  ટૉપ ન્યૂઝ