Pakistan Blasphemy: આ ઘટના મંગળવારે સવારે બની હતી. આશ્ચર્યની વાત એ છે કે આ આરોપ એક મહિલાએ તેના સંબંધીના સપનાના આધારે લગાવ્યો હતો. આ હત્યા જામિયા ઈસ્લામિયા ફલાહુલ બિનતની બહાર વહેલી સવારે થઈ હતી. એફઆઈઆર અનુસાર, જ્યારે પોલીસ ગુનાના સ્થળે પહોંચી, ત્યારે તેમને મહિલા લોહીથી લથપથ અને તેનું ગળું ચીરાયેલી હાલતમાં મળ્યુ હતુ.
પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાન હત્યામાં, ત્રણ મહિલા શિક્ષકોએ ભૂતપૂર્વ સાથીદારનું ગળું કાપીને હત્યા કરી હતી. ત્રણેયે મૃતક પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે તેણે એક સંબંધીના સપનાના આધારે આ આરોપ લગાવ્યો હતો. આ ઘટના મંગળવારે સવારે બની હતી, ત્યારબાદ પોલીસે સંબંધીઓ સહિત ત્રણની ધરપકડ કરી હતી.
આ હત્યા જામિયા ઈસ્લામિયા ફલાહુલ બિનતની બહાર વહેલી સવારે થઈ હતી. એફઆઈઆર અનુસાર, જ્યારે પોલીસ ગુનાના સ્થળે પહોંચી, ત્યારે તેમને મહિલા લોહીથી લથપથ અને તેનું ગળું ચીરાયેલું જોવા મળ્યુ હતુ.
ધાર્મિક મતભેદો હતા, તેથી નાપસંદ કરતી હતી
FIRમાં જણાવવામાં આવ્યું છે કે પીડિતા પર હુમલામાં તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપી મહિલા શિક્ષકોની ઉંમર અનુક્રમે 17, 21 અને 24 વર્ષની છે. તેઓએ 21 વર્ષીય પીડિતાની 'ધાર્મિક મુદ્દાઓ પર તફાવત' અને નિંદાના આરોપમાં હત્યા કરી હતી. પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ, મૃતક જાણીતા ધાર્મિક વિદ્વાન મૌલાના તારિક જમીલનો અનુયાયી હતી, જેને આરોપી મહિલાઓ પસંદ ન કરતી હતી.
એક પોલીસ અધિકારીએ આરોપીને ટાંકીને કહ્યું કે તેના 13 વર્ષના કિશોર સંબંધીએ "એક સ્વપ્ન જોયું" જેમાં તેને પીડિતા દ્વારા કરવામાં આવેલી કથિત નિંદા વિશે ખબર પડી અને બાદમાં તેને મારી નાખવાનો આદેશ આપ્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રારંભિક તપાસ દરમિયાન સપનાની વિગતો ધરાવતું એક રજીસ્ટર મળી આવ્યું છે. આ પછી ત્રણેય સંદિગ્ધોની તેમના સંબંધીઓ સાથે ધરપકડ કરવામાં આવી છે.
આરોપી મહિલાઓ મહેસુદ જાતિની છે અને દક્ષિણ વઝીરિસ્તાન આદિવાસી જિલ્લાની છે, તેઓએ ઉમેર્યું હતું કે, તેમનું હાલનું રહેઠાણ ડીઆઈ ખાનના અંજુમાબાદ વિસ્તારમાં છે. આ ઘટના બાદ મદરેસાના બોર્ડ 'વફાકુલ મદારિસ અલ અરબ પાકિસ્તાન'એ હત્યાની નિંદા કરી અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. ડોનના અહેવાલ મુજબ, બોર્ડે એક નિવેદનમાં આ ઘટનાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને ગુનેગારોની ધરપકડ કરવા અને તેમને સજા કરવાની હાકલ કરી છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર