કંડક્ટરે બેસવાનું કહ્યું તો યુવતીએ માર્યો લાફો, બસમાં કરાવી તોડફોડ

કંડક્ટરે બેસવાનું કહ્યું તો યુવતીએ માર્યો લાફો, બસમાં કરાવી તોડફોડ
પ્રતીકાત્મક તસવીર

યુવતી વારંવાર બસના ડ્રાઇવરની પાસે જઈને ઊભી રહેતી હતી, કંડક્ટરને સલાહ આપવો મોંઘી પડી, કરી પોલીસ ફરિયાદ

 • Share this:
  દિલ્હીઃ બસમાં મુસાફરી કરી રહેલી એક યુવતીને સલાહ આપવી કંડક્ટરને ઘણી મોંઘી પડી ગઈ. મળતી માહિતી મુજબ યુવતી બસ ડ્રાઇવરની પાસે ઊભી હતી. તેને જોઈને કંડક્ટરે તેને ઊભા રહેવાને બદલે સીટ પર બેસવા માટે કહ્યું. આ વાત પર યુવતી ભડકી ગઈ અને કંડક્ટરનો લાફો મારી દીધો. આરોપ છે કે કંડક્ટર સાથે મારપીટ કર્યા બાદ યુવતીએ ફોન કરીને કેટલાક યુવકોને ત્યાં બોલાવી લીધા. આ યુવકોએ પણ કંડક્ટરની સાથે મારપીટ કરી અને બસમાં તોડફોડ કરી.
  ઘટના બાદ પીડિત કંડક્ટરે મામલાની ફરિયાદ પોલીસને કરી. પીડિતની ફરિયાદના આધારે દ્વારકા નોર્થ પોલીસે આરોપી યુવતી અને તેણે બોલાવેલા યુવકોની વિરુદ્ધ કેસ નોંધી દીધી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.  બસમાં તોડફોડનો આરોપ

  મળતી જાણકારી મુજબ, શિવ કુમાર શાદીપુર બસ ડેપોમાં કંડક્ટરના પદ પર કામ કરે છે. બુધવારે નહેરુ પ્લેસ રૂટની બસ પર તેની ડ્યૂટી લાગેલી હતી. બસ જેવી દ્વારકા સેક્ટર ત્રણ સ્થિત નેતાજી સુભાષ ટેક્નોલોજી સંસ્થાની પાસે પહોંચી તો બસમાં એક યુવતી સવાર થઈ. યુવતી બસમાં ઊભી રહીને મુસાફરી કરી રહી હતી. કંડક્ટરે યુવતીને ઊભા રહેવાને બદલે બેસી જવાની સલાહ આપી.

  આ પણ વાંચો, iPhone ચાર્જ કરવા મૂકી બાથટબમાં સ્નાન કરી રહી હતી મૉડલ, ફોન ટબમાં પડતાં કરંટ લાગવાથી મોત

  કંડક્ટરની વાત સાંભળીને યુવતી થોડીવાર માટે સીટ પર બેસી ગઈ. પછી અચાનક ચાલકની પાસે જઈને ફરીથી ઊભી થઈ ગઈ. ચાલકે પણ વાંધો ઉઠાવ્યો અને યુવતીને બેસી જવા માટે કહ્યું. તેની પર યુવતીએ વળતો જવાબ આપ્યો કે તેને મધુ વુહાર જવું છે. ત્યારબાદ ફરી ચાલકે યુવતીને બેસવા માટે કહ્યું અને સ્ટોપ આવતાં બસ ઊભી રાખવાની વાત કહી.

  આ પણ વાંચો, સિયાચિનમાં જવાન શહીદ, ગર્ભવતી પત્નીએ વીડિયો કૉલ કરીને કર્યા અંતિમ દર્શન

  યુવતીએ માર્યો લાફો!

  આરોપ છે કે, યુવતીએ ચાલકની વાત ન માની અને ઝઘડો કરવા લાગી. વાત વધતી જોઈને કંડક્ટર પણ પહોંચી ગયો અને યુવતીને સીટ પર બેસવાની વાત કહી. આ વાત પર યુવતી વધુ નારાજ થઈ ગઈ અને કંડક્ટરને ગાળો આપવા લાગી. વાત એ હદે વધી ગઈ કે યુવતીએ કંડક્ટરને લાફો મારી દીધો. મામલો ત્યાંથી પત્યો નહીં. ત્યારબાદ યુવતીએ ફોન કરી કેટલાક યુવકોને બોલાવી દીધા. યુવકો બાઇક પર સવાર થઈને આવ્યા અને બસને ઓવરટેક કરીને રોકી. ત્યારબાદ યુવકોએ પણ અભદ્રતા કરી. કંડક્ટરે પોલીસે કરેલી ફરિયાદમાં કહ્યું કે બસમાં હાજર લોકોએ પણ યુવકોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ માન્યા નહીં. હવે પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published:December 11, 2020, 07:26 am

  ટૉપ ન્યૂઝ