Home /News /national-international /

મુંબઈ: માસ્ક ન પહેવા પર અટકાવી તો મહિલાએ બીએમસી માર્શલને જાહેરમાં ફટકારી

મુંબઈ: માસ્ક ન પહેવા પર અટકાવી તો મહિલાએ બીએમસી માર્શલને જાહેરમાં ફટકારી

મહિલાએ માર્શલને ફટકારી.

સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો વાયરલ: માર્શલે માસ્ક ન પહેરવા બદલ મહિલાને રોકી તો તેણીએ તેને થપ્પડ મારી દીધી હતી. મહિલા આટલેથી અટકી ન હતી માર્શલ પર અને લાતો અને મુક્કાનો વરસાદ કર્યો હતો.

    મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં એક તરફ કોરોના વાયરસ (Coronavirus)ના રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ લોકો કોરોના વિસ્ફોટ વચ્ચે પણ ખૂબ બેદરકાર બની રહ્યા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસને પગલે માસ્ક (Mask) પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યાં સુધી કે માસ્કના નિયમનું કડક પાલન કરવવા માટે બીએમસી (BMC) તરફથી અનેક જગ્યાએ માર્શલ તૈનાત કરવામાં આવ્યા છે. આવા જ એક માર્શલ સાથે મારપીટનો વીડિયો સામે આવ્યો છે.

    સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં માર્શલે એક મહિલાને માસ્ક ન પહેવા બદલ રોકી તો તેણીએ માર્શલ પર હુમલો કરી દીધો હતો. મહિલાએ માર્શલે લાતો અને મૂક્કા માર્યા હતા. ઑટો રિક્ષામાં માસ્ક પહેર્યાં વગર બેસવા જઈ રહેલી એક મહિલાને માર્શલે રોકી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. મહિલાએ માર્શલ સાથે ગેરવર્તન કરતા તેને જાહેરમાં થપ્પડ પણ મારી દીધી હતી.

    આ પણ વાંચો: સાઉદી અરેબિયામાં પુરુષો પર પ્રતિબંધ: પાકિસ્તાન સહિત આ ચાર દેશની મહિલાઓ સાથે નહીં કરી શકે લગ્ન

    મહિલાનું કહેવું હતું કે તેણીને રોકવાની હિંમત કેવી રીતે કરવામાં આવી? માર્શલની હિંમત કેવી રીતે થઈ કે તેણીને સ્પર્શ કરે? માર્શલ સાથે મારામારીને વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા લાતો વરસાવી રહી છે છતાં બીએમસીની કર્મચારીએ તેને પકડી રાખી છે.  ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં માસ્ક ન પહેરવા પર 200 રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે શુક્રવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 25,681 કેસ સામે આવ્યા છે. ગત વર્ષે કોરોના મહામારી પછી સામે આવેલા આ બીજા સૌથી વધારે કેસ છે.

    મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ:

    મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યુ છે કે જો લોકો કોરોના નિયમોનું પાલન નહીં કરે તો ભવિષ્યમાં નિયમો વધારે કડક કરવામાં આવશે. લૉકડાઉન (Lockdown) પણ એક વિકલ્પ હોઈ શકે છે. આ દરમિયાન મહારાષ્ટ્રે પોતાના અમુક જિલ્લાઓમાં ઝડપથી વધી રહેલા કેસોને અટકાવવા માટે લૉકડાઉનનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં અલગ અલગ પ્રકારન નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ક્યાંક લૉકડાઉન છે તો ક્યાંક નાઇટ કર્ફ્યૂ. આ ઉપરાંત મુંબઈ પોલીસ નિયમ તોડવા પર ભારે દંડ વસૂલ કરી રહી છે. પોલીસને એવી પણ સૂચના આપવામાં આવી છે કે લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા રોકવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, COVID-19, Mask, બીએમસી, મુંબઇ

    આગામી સમાચાર