Home /News /national-international /

કારને રીક્ષા અથડાતા મહિલાએ 90 સેકન્ડમાં 17 થપ્પડ મારી દીધા, જુઓ વાયરલ VIDEO

કારને રીક્ષા અથડાતા મહિલાએ 90 સેકન્ડમાં 17 થપ્પડ મારી દીધા, જુઓ વાયરલ VIDEO

વાયરલ સમાચાર

મહિલાએ 90 સેકન્ડમાં જ જાહેરમાં ઈ-રિક્ષા ડ્રાઈવરને 17 વાર થપ્પડ મારી હતી. ત્યાં ઘણા લોકો હાજર હતા. પરંતુ કોઈએ મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.

    Viral Video : નોઈડાના ફેઝ II કોતવાલી વિસ્તારના સેક્ટર-110 સ્થિત માર્કેટમાં જ્યારે ઈ-રિક્ષા (e rickshaw) ની કાર (Car) સહેજ સાઈડથી અથડાઈ ત્યારે ઈ-રિક્ષા ચાલકને નિર્દયતાથી મારનાર મહિલાની કોતવાલી પોલીસે ધરપકડ કરી છે. આરોપી મહિલાની ઓળખ કોતવાલી વિસ્તારના શ્રમિક કુંજની કિરણ સિંહ તરીકે થઈ છે. ગુસ્સે ભરાયેલી મહિલાએ ઈ-રિક્ષા ચાલકને રોક્યો, પછી શર્ટ પકડીને કારની નજીક લઈ આવી અને પછી થપ્પડ મારવા લાગી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલાએ 90 સેકન્ડમાં જ જાહેરમાં ઈ-રિક્ષા ડ્રાઈવરને 17 વાર થપ્પડ મારી હતી. ત્યાં ઘણા લોકો હાજર હતા. પરંતુ કોઈએ મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. આ દરમિયાન ઈ-રિક્ષા ચાલક મહિલા સામે કંઈ બોલતો નથી. બસ માર ખાતો રહે છે. તો, કેટલાક લોકો તેનો વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. અહીં હાજર કોઈએ આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે હવે વાયરલ થયો છે

    આ ઘટના બાદ સેક્ટર-82માં રહેતા ઈ-રિક્ષા ચાલક મિથુન ચૌધરીએ સંબંધિત કોતવાલી પોલીસને આ અંગે ફરિયાદ કરી છે. શનિવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરતી વખતે, નોઈડા પોલીસે કહ્યું કે 12.08.2022ના રોજ, એક મહિલાનો ઈ-રિક્ષા ડ્રાઈવર પર હુમલો કરવાનો વીડિયો ટ્વિટર, સોશિયલ સાઈટ પર વાયરલ થયો હતો.

    આ પણ વાંચોત્રણ મિત્રો નશામાં પાર કરી રહ્યા હતા રેલવે ક્રોસિંગ અને આવી ગઈ ટ્રેન... મચ્યો કોહરામ

    જેના સંબંધમાં મહિલા આરોપી કિરણ સિંહ પત્ની કાન્તા પ્રસાદ રહે પોલીસ સ્ટેશન ફેઝ-2, M.N 137B, શેરી નંબર-6, મધુ નગર ચોક, પોલીસ સ્ટેશન, મધુનગર, જિલ્લો આગ્રા, હાલનું સરનામું, ફ્લેટ નંબર 137 A, શ્રમિક કુઝ, સેક્ટર 110, પોલીસ સ્ટેશન ફેઝ 2, નોઈડા, એનસીઆર નંબર 0-79. /22 કલમ 323/504 નોંધવામાં આવી છે અને આજે શ્રમિક કુજ એસમાંથી આ મહિલાની ધરપકડ કરતી વખતે 151/107/116 CrPC હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Latest viral video, Uttar Pradesh‬, Viral videos, ​​Uttar Pradesh News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन