Home /News /national-international /ફોનમાં વાતો કરતાં કરતાં મહિલા સાપ બેલડી પર બેસી ગઈ, દંશથી મોત

ફોનમાં વાતો કરતાં કરતાં મહિલા સાપ બેલડી પર બેસી ગઈ, દંશથી મોત

પ્રતિકાત્મક તસવીર

પ્રાણી નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ગીતા જ્યારે સાપ પર બેઠી હતી ત્યારે બંને સાપ રતિક્રિડામાં લીન હોવા જોઈએ.

    ગોરખપુર : ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સાપ દંશથી એક મહિલાનું મોત થયું છે. આ કેસની વિગત એવી છે કે મહિલા ફોન પર વાત કરતાં કરતાં સાપની બેલડી પર બેસી ગઈ હતી. જે બાદમાં સાપે તેને દંશ દીધો હતો. સાપે દંશ દીધાની થોડી જ મિનિટોમાં મહિલાનું મોત થયું છે. આ બનાવ ગોરખપુરના રિયાનવ ગામમાં બન્યો હતો.

    મળતી માહિતી પ્રમાણે ગીતા નામની મહિલા થાઇલેન્ડમાં કામ કરતા તેના પતિ જય સિંઘ યાદવ સાથે ફોન પર વાત કરી રહી હતી. આ દરમિયાન સાપની એક જોડી તેના બેડરૂમમાં દાખલ થઈ હતી. સાપની જોડી મહિલાના બેડ પર આવીને બેસી ગઈ હતી.

    બીજી તરફ ગીત ફોન પર વાત કરતાં કરતાં તેના રૂમમાં પ્રવેશી હતી અને અજાણતા જ તેના બેસી ગઈ હતી. સાપના દંશથી ગીતા મિનિટોમાં જ બેભાન થઈ ગઈ હતી.

    ઘરના અન્ય સભ્યોએ ગીતાને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ગીતાનું મોત થયું હતું.

    ઘરના સભ્યો તેમજ પાડોશીઓ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમણે ગીતાના રૂમમાં બે સાપ જોયા હતા. ગુસ્સે ભરાયેલી લોકોએ બંને સાપને મારી નાખ્યા હતા.

    પ્રાણી રોગ નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે ગીતા જ્યારે સાપ પર બેઠી હતી ત્યારે બંને સાપ રતિક્રિડામાં લીન હોવા જોઈએ.

    બીજી તરફ લોકોનું કહેવું છે કે ગીતાના બેડ પર જે કપડાનું રંગબેરંગી કવર હતું તેના કારણે તેને સાપની હાજરી વિશે ખબર પડી ન હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Mobile phone, Snake, ઉત્તર પ્રદેશ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन