મેરઠઃ પુત્રની હત્યા બાદ માતાની છાતીમાં ધરબી દીધી 9 ગોળી

ત્રણ બદમાશોએ નજીકથી જ વૃદ્ધાને 9 ગોળી ધરબી દીધી

પુત્રની હત્યા બાદ હુમલાખોરોએ ખાટલા પર ઊંઘી રહેલી તેની માતાને પોઈન્ટ બ્લેક રેન્જથી ધડાધડ 9 ગોળી ધરબી દીધી હતી.

 • Share this:
  મેરઠઃ અહીં માતા-પુત્રની હત્યાનો કેસ સામે આવ્યો છે. હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે. પુત્રની હત્યા બાદ હુમલાખોરોએ ખાટલા પર ઊંઘી રહેલી તેની માતાને પોઈન્ટ બ્લેક રેન્જથી ધડાધડ 9 ગોળી ધરબી દીધી હતી.

  રિપોર્ટના જણાવ્યા પ્રમાણે હૃદયને હચમચાવી નાખતો આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. વૃદ્ધા પર એક પછી એક ગોળીઓનો વરસાદ કરતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ કેસમાં એડીજી પ્રશાંત કુમારે કહ્યું કે, આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. ઝડપથી તેમની ધરપકડ પણ કરી લેવામાં આવશે.

  કેસ પરતાપુર ક્ષેત્રના સોરખા ગામનો છે. જૂની અદાવતમાં ત્રણ આરોપીઓએ એક ઘર પર હુમલો કર્યો હતો. હુલાખોરોએ પહેલા પુત્રને ગોળી મારી દીધી હતી, બાદમાં તેની માતાની પણ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે અન્ય એક મહિલા સાથે વાતચીત કરી રહેલી વૃદ્ધાને નજીકથી જ હુમલાખોરો ધડાધડ નવ ગોળી મારી દે છે.

  મહિલા પર હુમલો થયા બાદ બીજી મહિલા ત્યાંથી ભાગતી નજરે પડી રહી છે. હત્યા બાદ હુમલાખોરો ત્યાંથી સરળતાથી ફરાર થઈ ગયા હતા.

  જમીન વિવાદને લઈને થયેલી પતિની હત્યાના સાક્ષી હતા માતા અને પુત્ર

  સોરખા નિવાસી નરેન્દ્રની ઓક્ટોબર 2016માં જમીનના વિવાદમાં હત્યા થઈ ગઈ હતી. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરી દીધો હતો. જ્યારે આ કેસમાં અમુક લોકો હજી ફરાર છે. આ કેસમાં નરેન્દ્રનો પુત્ર અને તેની પત્ની મુખ્ય સાક્ષી હતા. ગુરુવારે બંને કોર્ટમાં જુબાની આપવા જવાના હતા. કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્રની હત્યાના ફરાર આરોપીઓએ જ માતા-પુત્રની હત્યા કરી નાખી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: