Home /News /national-international /

સેક્સના બહાને છોકરીએ પ્રેમીની આંખો પર પટ્ટી બાંધી અને...

સેક્સના બહાને છોકરીએ પ્રેમીની આંખો પર પટ્ટી બાંધી અને...

  બે મિત્રો રહીમ અને ઈસ્રાફિલને ટ્રેનમાં પોતાની સામે બેસેલ એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો. રહીમ તે છોકરીના પ્રેમમાં એટલો ગાંડો થઈ ગયો કે, એક હત્યાનું ષડયંત્ર રચવાના હેતુથી કટિહારથી દિલ્હી આવી ગયો. તે છોકરીએ ઈસ્રાફિલને પોતાની પાસે બોલાવ્યો અને સેક્સ દરમિયાન તેની આંખો પર પટ્ટી બાંધીને તેના ગળા પર ચાકુ ફેરવી નાંખ્યુ.

  લવ, સેક્સ અને ધોખાની આ સ્ટોરી પાછળ પ્રેમ ત્રિકોણનો મામલો છે, જેના કેન્દ્રમાં સાયરા છે. ચાર વર્ષ પહેલા દિલ્હીથી કટિહાર જનાર ટ્રેનમાં યાત્રા દરમિયાન 22 વર્ષની સાયરાથી મળ્યો અને 20 વર્ષના રહીમ અને ઈસ્રાફિલ બંને તેને પ્રેમ કરવા લાગ્યા. તે પછી રહીમ અને ઈસ્રાફિલ કટિહાર ના જઈને પહેલા જ ટ્રેનમાંથી ઉતરીને સાયરાને તેના ઘર મુઝફ્ફરપુર છોડવા માટે ગયા.

  ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, તે પછી રહીમ અને ઈસ્રાફિલમાં સાયરાને જીતવાની હોડ શરૂ થઈ જેમાં જીત ઈસ્રાફિલની થઈ. સાયરા અને ઈસ્રાફિલ મળવા લાગ્યા. સાયરા દ્વારકામાં કામ કરતી હતી અને ઈસ્રાફિલ નોએડામાં. પછી કંઈક એવું થયું કે આ પરફેક્ટ લવ સ્ટોરી ના થઈને હેટ સ્ટોરીમાં બદલાઈ ગઈ.

  લવ સ્ટોરીમાં ભયાનક ટ્વિસ્ટ

  બે વર્ષ પહેલા ઈસ્રાફિલે કોઈ છોકરી સાથે લગ્ન કરી લીધા અને રહીમ સાયરાની જિંદગીમાં પરત આવી ગયો. જોકે, સાયરા અને ઈસ્રાફિલ ચોરી-છૂપે મળતા રહ્યાં, પરંતુ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યું જ્યારે ઈસ્રાફિલથી અલગ થવા લાગી. શુક્રવારે ધરપકડ થયા બાદ સાયરાએ પોલીસને જણાવ્યું કે, ઈસ્રાફિલે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું હતું. તે ઈચ્છતો હતો કે, સાયરા તેના સાથે શારીરિક સંબંધ બનાવેલા રાખે અને આવું ના કરવા પર તે રહીમને બધુ જ જણાવી દેશે.

  બસ આ વાતથી સાયરાને ગુસ્સો આવી ગયો અને ઈસ્રાફિલના મર્ડરનું ષડયંત્ર રચી નાંખ્યુ. 31 ઓગસ્ટે સાયરાએ રહીમને બોલાવ્યો અને રહીમ કટિહાર દિલ્હી આવ્યો અને 2 સપ્ટેમ્બરે સાયરાને મળ્યો. સાયરાએ ચાકૂ ખરીદ્યો અને ઈસ્રાફિલને ફોન કરીને નોએડા સિટી સેન્ટર મેટ્રો પર મળવા માટે બોલાવ્યો. રાત્રે આઠ વાગે બંને મળ્યા. ઈસ્રાફિલ ઓટો ચલાવતો હતો. સાયરા ઈસ્રાફિલની ઓટોમાં બેસી ગઈ.

  રહીમે પણ એક રિક્ષા ભાડે લીધી અને બંનેનો પીછો કરવા લાગ્યો. નોએડા એક્સપ્રેસવે પર એક એક સુનસાન જગ્યા જોઈને ઈસ્રાફિલે ઓટો રોકી દીધી અને બંને રસ્તાથી ઉતરીને ઝાડીઓમાં ચાલ્યા ગયા. તે વખતે સાયરાઓ રોમાંટિક અંદાજ બતાવતા પોતાના દૂપટ્ટાથી ઈસ્રાફિલની આંખો પર પટ્ટી બાંધી અને પછી ચાકુ કાઢીને તેના ગળા પર ફેરવી નાંખ્યુ. તે પછી પાછળ રહીમ આવ્યો અને તેના ઈસ્રાફિલ પર ચાકુથી ઘણા બધા વાર કર્યા અને તેનું માથું ઈટથી કચડી નાંખ્યો. તે પછી ઈસ્રાફિલની રિક્ષાથી બંને ત્યાંથી ભાગી ગયા.

  પત્નીની ફરિયાદ પર હત્યાનો થયો ખુલાસો

  તે પછી સાયરા દ્વારકા પરત આવી ગઈ અને રહીમે પટનાની ફ્લાઈટ પકડી લીધી. જ્યારે બીજા દિવસે ઈસ્રાફિલની પત્નીએ પોલીસમાં જઈને ગુમ થયાની રિપોર્ટ નોંધાવી. પોલીસને ઈસ્રાફિલની લાશ ઝાડીઓમાં મળી. તેની આંખો પર બાંધેલા દુપટ્ટીથી અંદાજ લગાવવામાં આવ્યો કે, કોઈ મહિલા આ હત્યાકાંડમાં સામેલ છે. સાથે પોલીસને ચાકુ પણ મળી ગયો.

  તે પછી ઘટનાસ્થળ પર એક્ટવ મોબાઈલને શોધતા ખબર પડી કે, ઘટનાવાળા દિવસે ત્રણ મોબાઈલ તે જગ્યાએ એક્ટિવ હતા. તપાસમાં પોલીસે રહીમને સંદિગ્ધ લાગ્યો. તે પછી પોલીસે કટિહારથી તેની ધરપકડ કરી અને પછી સાયરાને દ્વારકાથી ધરપકડ કરી.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Muzaffarpur, હત્યા

  આગામી સમાચાર