Home /News /national-international /

સાઉદીમાં મહિલાએ ટ્વિટ કર્યું તો થઈ 34 વર્ષની સજા, હક માટે અવાજ ઉઠાવવો ભારે પડ્યો

સાઉદીમાં મહિલાએ ટ્વિટ કર્યું તો થઈ 34 વર્ષની સજા, હક માટે અવાજ ઉઠાવવો ભારે પડ્યો

એક ટ્વીટની સજા 34 વર્ષ! બ્રિટનમાં રહેતી સલમા સાઉદી વેકેશનમાં આવી અને ફસાઈ પડી.

ટ્વિટર પર સલમાના 2600 ફોલોઅર્સ છે. તે સુન્ની દેશની મુસ્લીમ મહિલાઓ માટેના અધિકાર અંગે લખતી રહી છે. મુસ્લીમ દેશોની રુઢિવાદી વિચારધારા પર સલમા હંમેશા જડબાતોડ જવાબ આપતી રહી છે. તે અનેક એક્ટિવિસ્ટને ફોલો કરતી હતી અને મહિલા સાથે જોડાયેલા અધિકારો અંગે રિટ્વિટ કરતી રહેતી હતી.

વધુ જુઓ ...
    રિયાધઃ સાઉદી અરબની એક મહિલાને પોતાનું ટ્વિટર એકાઉન્ટ ચલાવવું ભારે પડ્યું છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ સાઉદીની એક કોર્ટે આ મહિલાને પોતાનું ટ્વિટર એકાઉન્ટ ચલાવવા માટે 34 વર્ષની સજા ફટકારી છે. બ્રિટનની લીડ્સ યુનિવર્સિટીમાં ભણવાવાળી આ સાઉદી મહિલા સલમા અલ શહાબ બે બાળકોની માતા છે. તેના પર લગાડવામાં આરોપમાં કહેવામાં આવ્યું છે કે તે દેશમાં સાર્વજનિક અશાંતિ પેદા કરવામાં એક્ટિવિસ્ટોની મદદ કરી રહી હતી.

    ભાજપ નેતા શાહનવાઝ હુસૈનને હાઇકોર્ટે આપ્યો મોટો ઝટકો, રેપ કેસ દાખલ કરવાનો આદેશ

    હકીકતમાં, ટ્વિટર પર સલમાના 2600 ફોલોઅર્સ છે. તે સુન્ની દેશની મુસ્લીમ મહિલાઓ માટેના અધિકાર અંગે લખતી રહી છે. મુસ્લીમ દેશોની રુઢિવાદી વિચારધારા પર સલમા હંમેશા જડબાતોડ જવાબ આપતી રહી છે. તે અનેક એક્ટિવિસ્ટને ફોલો કરતી હતી અને મહિલા સાથે જોડાયેલા અધિકારો અંગે રિટ્વિટ કરતી રહેતી હતી. બસ આ એક કારણે જ સલમા આ દેશની નજરમાં એક અપરાધી બની ગઈ છે.

    વિદેશ પ્રવાસ પર પણ પ્રતિબંધ

    સલમા જ્યારે 2021માં બ્રિટનથી પોતાની છુટ્ટીઓમાં સાઉદી આવી ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ જૂન મહિનામાં તેને 6 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેમાંથી 3 વર્ષની સજાને સ્થગિત કરવામાં આવી હતી અને તેની વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આ સજાને વધુ આકરી કરી દેવામાં આવી છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર સલમા અલ-શહાબ વિરુદ્ધ દેશમાં સાર્વજનિક વ્યવસ્થાને ખરાબ કરવા અને અસંતુષ્ટો ઉપદ્રવીઓને મદદ કરવા માટે સાઉદીની ઉપલી કોર્ટે ચુકાદો આપતા તેને 34 વર્ષ સુધી દેશની બહાર ન જવા અને વિદેશ યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

    એવું તો શું થયું કે પત્નીએ રાતે ઊંઘી રહેલા પતિના પ્રાઈવેટ પાર્ટ નાખી દીધું ગરમ પાણી

    સલમાને થયેલી આ સજા પર ALQST દ્વારા નિંદા કરવામાં આવી છે. ALQST લંડનમાં સ્થિત એક અધિકાર ગ્રુપ છે. તેમણે સાઉદીની અદાલતના આ વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે શાંતિપૂર્ણ કાર્યકર્તાઓને પહેલીવાર આટલી લાંબી સજા ફટકારવામાં આવી છે. ALQSTની પીઆર લીના અલ હથલૌલે કહ્યું કે, 'આવી ભયાનક સજા દ્વારા મહિલાઓ અને કાયદા વ્યવસ્થાઓમાં સુધારના સાઉદી અધિકારીઓના નિવેદનને એક મજાક બનાવે છે.'
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Saudi arabia, Twitter, Woman

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन