ડિઝાઈનર સોફાને મહિલાએ ફેસબુક પર 35 હજારમાં વેચ્યો, બાદમાં તેને ખબર પડી સોફાની સાચી કિંમત

julesschreiner / TikTok

થોડા સમય બાદ સોફો ખરીદનાર વ્યક્તિએ બ્રાન્ડના નામ સાથે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. જૂલ્સે તે બ્રાન્ડ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું અને તેને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો

  • Share this:
આપણે ક્યારેક ક્યારેક એવી ડીલ કરી લઈએ છે, જેના કારણે આપણી મહેનતની કમાણી ગુમાવી પડે છે. એક ભૂલના કારણે આપણે મોટી સંખ્યામાં રોકડ ગુમાવવી પડે છે, જેના કારણે આપણને દુ:ખ થાય છે, પરંતુ સમયની સાથે તે ઠીક થઈ જાય છે. એક મહિલાએ આવી જ એક ગંભીર ભૂલ કરી છે. તેણે હજારો ડોલર કમાવાની તક ગુમાવી છે. ટીકટોક યૂઝર જૂલ્સ શ્રેઈનરે વીજિયો શેરિંગ પ્લેટફોર્મ પર આ વાત જણાવી કે, તેણે કેવી રીતે લાખોની કમાણી કરવાની તક ગુમાવી.

આ વીડિયોમાં મહિલાએ મોટા નુકસાન વિશે માહિતી આપી હતી. જૂલ્સે જણાવ્યું કે તેણે આ સોફાને વેચવા માટે જાહેરાત આપી, જેને કોઈ વ્યક્તિએ તેણીને મફતમાં આપ્યો હતો. થોડીક જ સેકન્ડમાં એક વ્યક્તિએ આ સોફાને $500માં ખરીદ્યો અને તેને લઈ ગયો હતો.

થોડા સમય બાદ સોફો ખરીદનાર વ્યક્તિએ બ્રાન્ડના નામ સાથે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. જૂલ્સે તે બ્રાન્ડ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું અને તેને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો. જૂલ્સે દાવો કર્યો કે આ સોફો અમેરિકાના વ્લાદિમીર કાગન દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો, જે મધ્ય શતાબ્દીના મોડર્ન અને કન્ટેમ્પરરી ડિઝાઈનર છે. કાગનને વર્ષ 2009માં ઈન્ટિરિયર ડિઝાઈનર હોલ ઓફ ફેમથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જૂલ્સે જોયુ કે સોફાના કેટલાક ભાગ હજારો ડોલરના છે, તો કેટલાક ભાગ 20,000 ડોલર (લગભગ 15 લાખ રૂપિયા) કરતા પણ અધિક કિંમત ધરાવે છે.

આ પણ વાંચો - પાલનપુરમાં અંધશ્રદ્ધાથી કોરોનાગ્રસ્ત દર્દીનું મોત, ગુરુએ માસ્ક વગર દર્દીના પેટ પર પગ મૂકી વિધિ કરી

ધ મિરરના રિપોર્ટ અનુસાર જૂલ્સે કેપ્શનમાં લખ્યું કે “FB માર્કેટ પ્લેસ પર ખૂબ જ સારી ડીલ કરવામાં આવે છે, પરંતુ વસ્તુ સાચી હોવાની સાથે સારી પણ હોય છે.” આ વિડીયોને હજારો લોકોએ જોયો છે અને અનેક લોકોએ આ પ્રકારના તેમના અનુભવ શેર કર્યા હતા. કમેન્ટ સેક્શનમાં અનેક લોકોએ જૂલ્સને સાંત્વના આપી હતી અને આ ડીલ વિશે ખુશ થવા કહ્યું હતું.

એક વ્યક્તિએ કમેન્ટ કરી કે જો કોઈ વ્યક્તિ આ જૂના સોફા માટે અનેક રૂપિયા આપવા તૈયાર છે, તો તે ફર્નિચર માત્ર હજારોની કિંમત ધરાવે છે. અન્ય એક વ્યક્તિએ કોમેન્ટ કરી કે તેણે આ જૂના સોફાથી છુટકારો મેળવી લીધો. એક યૂઝરે સલાહ આપી કે જો તમે ફ્લિપિંગ કરો છો તો હંમેશા ગૂગલ લેન્સનો ઉપયોગ કરવો.
First published: