જ્યારે આઝાદીના 70 વર્ષ બાદ મહિલા સરપંચે ફરકાવ્યો તિરંગો, પોતાને ગુલામ માનતા હતા ગામ લોકો

આઝાદીના 70 વર્ષ પસાર થવા છતાંય ગામમાં ક્યારેય સ્વતંત્રતા કે ગણતંત્ર દિવસની ઉજવણી નહોતી કરી

આઝાદીના 70 વર્ષ પસાર થવા છતાંય ગામમાં ક્યારેય સ્વતંત્રતા કે ગણતંત્ર દિવસની ઉજવણી નહોતી કરી

 • Share this:
  આઝાદીના 70 વર્ષ પસાર થઈ જવા છતાંય હરિયાણાના ભિવાની જિલ્લાના રોહણાત ગામના લોકો પોતાને ગુલામ માનતા હતા. અંગ્રજોની સાથે થયેલી એક ઘટનાના કારણે તેઓએ ક્યારેય ગામમાં સ્વતંત્રતા કે ગણતંત્ર દિવસના અવસરે રાષ્ટ્રીય ધ્વજારોહણ નહોતું કર્યું. ગામ લોકોનું માનવું હતું કે આઝાદી બાદ પણ તેમને પોતાના હકોથી વંચિત રહેવું પડશે. ગામની મહિલા સરપંચ રીનૂ દેવીની પહેલ પર ગામમાં પહેલીવાર 23 માર્ચ 2018ના રોજ તિરંગો ફરકાવ્યો હતો અને ગામ લોકોની ગુલામીની વિચારધારાથી મુક્ત કરાવ્યા હતા.

  આઝાદીના 70 વર્ષ પસાર થવા છતાંય ગામમાં ક્યારેય સ્વતંત્રતા કે ગણતંત્ર દિવસની ઉજવણી નહોતી કરી. લગભગ ત્રણ વર્ષ પહેલા ગામમાં બીએ, બીએડ સુધી અભ્યાસ કરનારા રીનૂ દેવીને સરપંચ બનવાની તક મળી અને તેઓએ ગામ લોકોના હકનો અવાજ મુખ્યમંત્રી મનોહર લાલ સુધી પહોંચાડ્યો. ત્યારબાદ મુખ્યમંત્રીએ 23 માર્ચે શહીદી દિવસના અવસરે રોહણાત ગામ પહોંચ્યા અને તેઓએ અહીં રાષ્ટ્રીય ધ્વજારોહણ કરી ગામ લોકોને આઝાદીની અનુભૂતી કરાવી. ત્યારબાદથી ગામમાં સ્વતંત્રતા તથા ગણતંત્ર દિવસ અવસરે ધ્વજારોહણ કાર્યક્રમની શરૂઆત થઈ.

  1857ની ક્રાંતિ દરમિયાન રોહણાત ગામના લોકોએ અંગ્રેજો સામે ભાથ ભીડી હતી. તેના કારણે અંગ્રજોએ ગામના લોક પર ઘણા અત્યાચાર ગુજાર્યા હતા. તેની સાથે જ કેટલાક હાંસી લઈ જઈને અંગ્રેજોએ તેની પર રોડ રોલરથી કચડી દીધા હતા. હાંસીનો આ રસ્તો આજે પણ ગામ લોકોના બલિદાનની સાક્ષી પૂરતો 'લાલ સડક'ના નામથી ઓળખવામાં આવે છે.

  આ પણ વાંચો, બે-બે નોકરી છોડી પોલીસમાં જોડાયા, શેર-એ-કાશ્મીર એવોર્ડ મળ્યો, રવિવારે થયા શહીદ

  અહીંની મહિલાઓએ અંગ્રેજોથી પોતાની આબરૂ બચાવવા માટે ગામમાં આવેલા કૂવામાં કૂદીને જીવ આપી દીધા હતા. અંગ્રેજોએ રોહણાતના લોકો દ્વારા વિરોધ કરવા તથા તેમના દ્વારા આઝાદીની લડાઈ લડવાના બદલામાં જમીનની હરાજી કરી દીધી હતી અને તેમના અનેક હકો છીનવી લીધા હતા. તેના કારણે જ આઝાદી બાદ પણ ગામના લોકો પોતાને ગુલામ અનુભવતા હતા.

  સરપંચ રીનૂ દેવીએ પોતાના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ગામમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાના વિકાસ કાર્ય કરાવ્યા છે અને લગભગ ચાર કરોડ રૂપિયાના વિકાસ કાર્ય ટૂંક સમયમાં શરૂ થવાના છે. આ ઉપરાંત મહિલા સરપંચે ગામમાં નારી સશક્તિકરણ ઉપર ભાર મૂક્યો છે. તેઓએ ઘરે-ઘરે જઈને વૃદ્ધ મહિલાઓને અક્ષર જ્ઞાન માટે પ્રેરિત કર્યા. સાથોસાથ ગામમાં કન્યા ભ્રૂણ હત્યા રોકવા માટે પણ વિશેષ અભિયાન ચલાવ્યું.
  Published by:Mrunal Bhojak
  First published: