થાણે : પતિએ વોટ્સએપ પર મેસેજ મોકલી આપ્યો ત્રણ તલાક

પ્રતિકાત્મક તસવીર

ટ્રિપલ તલાક બિલ પાસ થયા બાદના કલાકોની અંદર જ નોંધાયો કેસ

 • Share this:
  કેન્દ્ર સરકારે ભલે બંને ગૃહોમાં ટ્રિપલ તલાક બિલ પાસ કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધો હોય એન રાષ્ટ્રપતિએ તેની પર પોતાનો મહોર મારી દીધી હોય, પરંતુ બિલ પાસ થવાના થોડાક કલાક બાદ જ મહારાષ્ટ્રના થાણેથી ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. અહીં એક પતિએ પોતાની પત્નીને પહેલા ફોન પર ત્રણ તલાક કહ્યું અને ત્યારબાદ વોટ્સએપ પર મેસેજ મોકલી દીધો.

  મહારાષ્ટ્ર પોલીસનું કહેવું છે કે તેઓએ પતિની વિરુદ્ધ મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલો ધ મુસ્લિમ વીમેન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ એક્ટ 2019 હેઠળ નોંધવામાં આવ્યો છે.

  કાયદો બન્યા બાદથી દેશભરથી ત્રણ તલાકનો મામલો સામે આવી રહ્યો છે. યૂપીના હાપુડ અને મુરાદાબાદથી ત્રણ તલાકનો મામલો સામે આવવાની સાથે જ હરિયાણાના નૂહમાં પણ એક પતિએ નારાજ થઈને પત્નીને ત્રણ વાર તલાક બોલી દીધું. એટલું જ નહીં તેણે પત્નીને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી.

  આ પણ વાંચો, ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પાસ, PM બોલ્યા - આજનો દિવસ ઐતિહાસિક

  આ પણ વાંચો, ત્રણ તલાક બિલ પાસ થયાને દિવસે જ અમદાવાદની મહિલા બની ત્રણ તલાકનો ભોગ
  Published by:Mrunal Bhojak
  First published: