જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

પ્રતિકાત્મક તસવીર

મહિલાએ કહ્યું કે તેના પતિને ગુરુગ્રામ કોર્ટે હત્યા અને અન્ય ગુના માટે દોષિત ઠેરવ્યા છે. પતિ 2018થી ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ છે.

  • Share this:
    હરિયાણાઃ અત્યારે નિઃસંતાન પતિ પત્ની (husband wife) સંતાન પ્રાપ્તી માટે દોરાધાગા, તાંત્રિકો અને ડોક્ટોરનો પણ સહારો લેતા હોય છે. પરંતુ એક હરિયાણાની મહિલાએ (haryana woman) વંશ વધારવા માટે હાઇકોર્ટનો સહારો લીધો છે. મહિલાને વંશ વધારવા માટે સંતાન જોઈએ છે પરંતુ મહિલાના કરમ ખઠનાઈ એવી છે કે મહિલાનો પતિ જેલમાં (jail) બંધ છે. હરિયાણાના ગુરુગ્રામની આ મહિલાએ પોતાના પતિથી સંતાન પ્રાપ્તી થાય તે માટે શરીરસંબંધ બાંધવા માટેની મંજૂરી આપતી અરજી હાઈકોર્ટમાં (highcourt)કરી છે.

    અરજીમાં મહિલાએ જેલમાં બંધ પોતાના પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મંજૂરી માંગી છે. અરજીમાં મહિલાએ દલીલ કરી છે કે જેલમાં બંધ માણસને વંશ વધારવા માટે ન રોકી શકાય. જોકે, આ અંગે હાઇકોર્ટે હરિયાણાના ગૃહ વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે. જોકે, મહિલાની આ અરજી ચર્ચાનો વિષય બની છે.

    અરજદાર મહિલાએ કહ્યું કે તેના પતિને ગુરુગ્રામ કોર્ટે હત્યા અને અન્ય ગુના માટે દોષિત ઠેરવ્યા છે. પતિ 2018થી ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ છે. પત્નીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે તેને એક બાળક જોઈએ છે અને તે તેના પતિ સાથે સંબંધ બાંધવા માંગે છે.

    આ પણ વાંચોઃ-જેતપુરઃ છરીના 28 ઘા મારી યુવતીને રહેંસી નાખનારો યુવક ઝડપાયો, મરી ગયા બાદ પણ મારતો રહ્યો છરીના ઘા

    આ પણ વાંચોઃ-દાહોદઃ ડોક્ટર બન્યા દંપતી માટે 'ભગવાન', 20 વર્ષે ગરીબના ઘરે પારણું, બિલ માટે ખેતર વેચવાની ફરજ પડતાં તબીબે બિલ માફ કર્યું

    આ પણ વાંચોઃ-હોટલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, 12 યુવતી અને 11 યુવકો ઝડપાયા, 'વસ્તુઓ'નો ઢગલો જોઈ પોલીસ ચોંકી ગઈ

    આ પણ વાંચોઃ-વૈભવી જીવન જીવવાની આદી સાડીના ધંધાના નામે મહિલા ચલાવતી હતી દેહવ્યાપારનો વેપલો, વિધવા મહિલાઓ પાસે કરાવતી 'ગંદુ' કામ

    અરજદાર મહિલાના વકીલે કહ્યું કે સ્ત્રીને માનવ અધિકાર હેઠળ વારસો મેળવવાનો અધિકાર છે. અરજદારે દલીલ કરી હતી કે શું બંધારણની કલમ 21 હેઠળ તેને જીવન અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનો અધિકાર છે?



    માનવામાં આવી રહ્યું છે, હાઈકોર્ટે જસવીરસિંહ બનામ પંજાબ રાજ્યના એક કેસનો નિકાલ કરતી વખતે સરકારને પરિવાર માટે કેદીઓ સાથે પત્નીના સંબંધ અંગે નીતિ ઘડવા કહ્યું હતું. કોર્ટે હરિયાણાના એડિશનલ એડવોકેટ જનરલને પૂછ્યું કે શું જસવીરસિંહ કેસમાં હાઇકોર્ટના આદેશ પર રાજ્ય સરકારે આવી કોઈ નીતિ ઘડી છે?
    Published by:ankit patel
    First published: