Home /News /national-international /પ્રેમની જાળમાં ફસાવીને આ નેતાએ મહિલાના છૂટાછેડા કરાવ્યા, બાદમાં અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કર્યા

પ્રેમની જાળમાં ફસાવીને આ નેતાએ મહિલાના છૂટાછેડા કરાવ્યા, બાદમાં અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કર્યા

પ્રતિકાત્મક ફોટો

રાજસ્થાનના ભીલવાડામાં જિલ્લાના આસીંદ પોલીસ સ્ટેશનમાં પંચાયત રાજ વિભાગમાં તૈનાત એક મહિલા કર્મચારી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે.

  ભીલવાડા: રાજસ્થાનના ભીલવાડામાં જિલ્લાના આસીંદ પોલીસ સ્ટેશનમાં પંચાયત રાજ વિભાગમાં તૈનાત એક મહિલા કર્મચારી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આરોપી મહિલાને પ્રેમની જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી તેના પતિ સાથે છૂટાછેડા કરાવી નાખ્યા. બાદમા આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરીને તેની પાસેથી 45 લાખ રૂપિયા પડાવી લીધા. લગ્નના થોડા સમય બાદ આરોપીએ મારપીટ કરીને મહિલાને ઘરમાંથી બહાર તગેડી મુકી. આ અગાઉ આરોપી મહિલાના અશ્લીલ ફોટો અને વીડિયો પણ બનાવી લીધા હતા. જેને વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે.

  આરોપીની મારપીટ અને ધમકીથી કંટાળીને મહિલા પોલીસ ચોકી પહોંચી અને તેના વિરુદ્ધ કેસ નોંધાવ્યો. મહિલાનો આરોપ છે કે, કેસ નોંધાયા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી નહોતી. આસીંદ પોલીસ ચોકીના કર્મચારી તેના પર સમાધાન કરવાનું દબાણ બનાવી રહ્યા છે. જે બાદ મહિલાએ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થવા પર આત્મદહનની ચિમકી આપી દીધી છે. હવે આ મામલે ડીએસપી લક્ષ્મણરામને તપાસ સોંપવામાં આવી છે.

  આ પણ વાંચો:  ગુજરાત પોલીસે હદ પાર કરી, હવે રાજસ્થાનમાં જઈ કરવા લાગ્યા ઉઘરાણી

  પોલીસ સ્ટેશનમાં મહિલાએ છ લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, આરોપી વીર સિંહને તે 2010થી જાણે છે. ધીમે ધીમે નજીક આવતા ગયા અને વીર સિંહ તેને પ્રેમની જાળમાં ફસાવતો ગયો, લગ્નની લાલચ આપીને વારંવાર સંબંધ બાંધતો ગયો. આ દરમિયાન તેની પાસેથી પૈસા પણ પડાવતો રહ્યો.

  મહિલાએ જણાવ્યું છે કે, તે પહેલાથી પરણેલી છે. તેથી આરોપી વીરે તેના પતિ સાથે છૂટાછેડા કરાવી દીધા. પતિ સાથે છૂટાછેડા લીધા બાદ મહિલાએ વીર સાથે લગ્ન કરવાની જીદ કરી તો, 6 જૂલાઈ 2022ના રોજ આર્ય સમાજ મંદિરમાં જઈને તેના લગ્ન કરાવ્યા. થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પણ બાદમાં વીર તેની સાથે મારપીટ કરવા લાગ્યો. થોડા દિવસ માર્યા બાદ તેને ઘરમાંથી કાઢી મુકી હતી.

  પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, વીર લગ્ન પહેલાથી જ તેની બેંકની પાસબુક અને એટીએમ સહિત વિગતો તેની પાસે રાખતો હતો. દરરોજ એટીએમ અને બેંકમાંથી પૈસા ઉપાડતો હતો. 2010થી અત્યાર સુધીમાં તેણે આ મહિલાના ખાતામાંથી 45 લાખ રુપિયા ઉપાડી લીધા છે. લગ્ન બાદ મારપીટ કરીને પીડિતાને ઘરમાંથી હાંકી કાઢ્યા બાદ 28 જૂલાઈના રોજ આરોપી વીરે કોલ કરીને પીડિતાને ઘરે બોલાવી.

  આ પણ વાંચો: ગુજરાત-રાજસ્થાન સરહદેથી ચાંદીની ઘુસણખોરી, બસમાંથી ઝડપાઇ 143 કિલો ચાંદી

  પીડિતા ઘરે પહોંચી તો, આરોપી વીર સિંહ તેની પત્ની મૌસમ દેવી, સતવીર સિંહ, ભંવર સિંહ, મનસુખ સિંહ, બ્રહ્મસિંહ તેની સાથે ખરાબ વ્યવહાર કરી મારપીટ કરી. જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ. તે જ દિવસે બપોરે મહિલાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. પોલીસે રાતના 9 વાગ્યા સુધી મહિલાને પોલીસ ચોકીમાં બેસાડી રાખી, અને કેસ નહીં નોંધવા માટે સમાધાન કરાવવા લાગ્યા. આરોપીથી ઘાયલ મહિલાને પોલીસ ન તો હોસ્પિટલ લઈ ગઈ , ન તો તેનું મેડિકલ કરાવ્યું.

  પોતાના વિરુદ્ધ પોલીસ કેસ થયો હોવાની જાણ થતાં આરોપી પણ પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસની સામે જ મહિલાને ગંદી ગંદી ગાળો આપતો રહ્યો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલે પણ આરોપીઓનો સાથ આપ્યો. આરોપીઓ અને પોલીસે આ મહિલાને સમાધાન કરી લેવા માટે પ્રેશર કર્યું. પણ મહિલા માની નહી.


  ગત 12 ઓક્ટોબરે આરોપી વીર સિંહ પોતાની પત્ની મૌસમ દેવી સાથે પીડિતાના ઘરે પહોંચ્યો. જ્યાં મારપીટ કરીને તેને ટ્રાંસફરની ધમકી આપી. સાથે જ આવું નહીં કરવા પર અશ્લીલ ફોટા અને વીડિયો પણ વાયરલ કરવાની ધમકી આપી દીધી. જે બાદ પીડિતાએ પોતાની ફરિયાદ પોલીસને ટોપ અધિકારીઓને કરી. હવે આ મામલે તપાસ ડીએસપી આસીંદ લક્ષ્મણરામને સોંપવામાં આવી છે.

  કહેવાય છે કે, આરોપી વીર સિંહ એક દબંગ છબી ધરાવે છે. તે ગત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર પણ રહી ચુક્યો છે. મહિલાનો આરોપ છે કે, આ જ કારણે પોલીસવાળા તેને સાથે આપી રહ્યા છે. તેના રિપોર્ટ પર કાર્યવાહી થતી નથી. જો કે, મામલો વધારે બહાર આવતા, પોલીસ હવે તપાસ કરવા માટે રાજી થઈ ગઈ છે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Rape-case, રાજસ્થાન

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन