ફૌજીએ લિફ્ટ આપવાને બહાને મહિલા સાથે કર્યું દુષ્કર્મ, સાથી પૂર્વ સૈનિકની પણ ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

મહિલાને કારમાં લિફ્ટ આપી અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું, જીવથી મારી નાખવાની આપી ધમકી

  • Share this:
    વિરેન્દ્ર ભારદ્વાજ, મંડીઃ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના મંડી (Mandi)જિલ્લામાં એક મહિલાને લિફ્ટ લેવી ભારે પડી ગઈ. આરોપ છે કે લિફ્ટ આપનારે મહિલા સાથે દુષ્કર્મ (Rape) કર્યું. આરોપ બે ફૌજીઓ પર લાગ્યો છે. બંને આરોપીઓની પોલીસ (Police)એ ધરપકડ કરી લીધી છે. આરોપીઓમાં એક પૂર્વ સૈનિક (EX Armyman) છે જ્યારે બીજો અત્યારે કાર્યરત છે.

    મળતી જાણકારી મુજબ, ઘટના 18 ઓગસ્ટની છે. મહિલાએ પોલીસની કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 18 ઓગસ્ટે તે પધરથી મંડી તરફ જઈ રહી હતી. એટલામાં જોગિન્દ્રનગર તરફથી એક કાર આવી, જેમાં બે લોકો બેઠા હતા. બંનેએ મહિલાને એવું કહીને લિફ્ટ આપી કે તેઓ પણ મંડી જ જઈ રહ્યા છે. તેઓએ મહિલાને મંડી ઉતારી અને કહ્યું કે સાંજે તેઓ પરત જતી વખતે જોગિન્દ્રનગર જશે તો મહિલાને તેના ઘરે ઉતારી દેશે.

    આ પણ વાંચો, ડૉ. યોગિતા ગૌતમ હત્યાકાંડઃ આરોપી ડૉક્ટરે કહ્યું, પહેલા ગળું દબાવ્યું, પછી ચાકૂથી કર્યો હુમલો

    સાંજે તેમની ગાડીમાં જ લિફ્ટ લઈને પરત ફરી

    મહિલાએ પણ તેમની વાત માની લીધી અને સાંજે પરત તેમની જ કારમાં આવવા સવાર થઈ ગઈ. આરોપ છે કે બંને મુખ્ય રોડથી કારને લઈ જવાને બદલે વાયા કટિન્ડાથી લઈ ગયા અને ડાયના પાર્કની પાસે એક યુવકે મહિલાની સાથે છેડતી શરૂ કરી દીધી. મહિલાએ તેનો વિરોધ કર્યો તો કાર ચલાવી રહેલા યુવકે પોતાની સીટથી ઉતરીને પાછળવાળી સીટ પર બેસી ગયો અને બીજા સાથીએ કારને બહારથી લૉક કરી દીધી. યુવકે મહિલાની સાથે દુષ્કર્મને અંજામ આપ્યો. આરોપ છે કે મહિલાને એવી પણ ધમકી આપી કે જો તેઓ કોઈને પણ જણાવ્યું તો તેને મારી નાખશે.

    આ પણ વાંચો, ‘Special 26'વાળો અંદાજઃ નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બની બે યુવતીઓએ પાડી Raid, આવી રીતે ફુટ્યો ભાંડો

    બંને આરોપીઓની ધરપકડ

    મહિલાની ફરિયાદ પર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંને યુવક જોગિન્દ્રનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેણે દુષ્કર્મ આચર્યું તે આર્મીમાં સૈનિક છે અને તેનો સાથી આર્મીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે. એસપી મંડી ગુરુદેવ શર્માએ મામલાની પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યું કે બંનેની પોલીસે ધરપકડ કરીને કલમ 376 D હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
    Published by:Mrunal Bhojak
    First published: