Home /News /national-international /

માથું શરમથી ઝૂકી જાય તેવા બનાવો: ન્યાય માટે ગયેલી 26 વર્ષની પરિણીતા પર PSIનું દુષ્કર્મ; સગીર પ્રેમિકાને પ્રેમીએ જ દેહવેપારમાં ધકેલી

માથું શરમથી ઝૂકી જાય તેવા બનાવો: ન્યાય માટે ગયેલી 26 વર્ષની પરિણીતા પર PSIનું દુષ્કર્મ; સગીર પ્રેમિકાને પ્રેમીએ જ દેહવેપારમાં ધકેલી

આરોપી પોલીસકર્મી.

મહિલાના આરોપ પ્રમાણે આરોપી ભરતસિંહે તેણીને એવી હૈયાધારણા આપી હતી કે, તે તેના પતિ સાથે ઝઘડાનું સમાધાન લાવી દેશે. આવું કહીને ભરતસિંહ પોલીસ સ્ટેશન પાછળ આવેલા આવાસ ખાતે લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો.

  નવી દિલ્હી: આજે વિશ્વ મહિલા દિવસ (International women's day) છે, ત્યારે જ દેશની રાજધાની નવી દિલ્હી (New Delhi)ની બાજુમાં આવેલા નોઇડા (Noida) અને રાજસ્થાન (Rajasthan)માં મહિલાઓ પર અત્યાચારના બે કિસ્સા સામે આવ્યા છે. એક કિસ્સામાં સગીરા (Teenager)ને તેના જ પ્રેમીએ દેહવેપારમાં ધકેલી દીધી હતી. જ્યારે બીજી કિસ્સામાં પતિ વિરુદ્ધ ફરિયાદ આપવા પહોંચેલી મહિલા પર ખુદ પોલીસકર્મીએ બળાત્કાર ગુજાર્યો હતો. મહિલા ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં પીએસઆઈએ તેનું કામ થઈ જશે તેમ કહીને ત્રણ દિવસ સુધી બાળાત્કાર ગુજાર્યો હતો. પ્રથમ કિસ્સામાં પ્રેમી તેની પ્રેમિકાને લગ્નની લાલચે ભગાડી લાવ્યો હતો અને બાદમાં તેણીને દેહવેપારના ધંધામાં ધકેલી દીધી હતી.

  1) બોયફ્રેન્ડે જ સગીર પ્રેમિકાને દેહવેપારમાં ધકેલી દીધી:

  ગત દિવસોમાં નોઇડા પોલીસે એક સેક્સ રેક્ટનો પર્દાફાશ કર્યો હતો. 27 ફેબ્રુઆરીના રોજ નોઇડા પોલીસે સેક્ટર-24માં એક ગેસ્ટ હાઉસ પર દરોડો કર્યો હતો. આ દરમિયાન પોલીસે ચાર છોકરીઓની દેહવેપાર કરવા બદલ ધરપકડ કરી હતી. નોઇડા પોલીસે આ છોકરીઓની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ છોકરીઓમાંથી એક સગીર વયની હતી. જેને તેના બોયફ્રેન્ડે જ આ ધંધામાં ધકેલી દીધી હતી. પોલીસે આ સગીરાને નારી નિકેતન ખાતે મોકલી આપી છે.

  આ પણ વાંચો: મિત્રની બહેન સાથે થયો પ્રેમ, લવ સ્ટોરીનો અંત એવો આવ્યો કે ભલભલા કંપી ઉઠે!

  17 વર્ષની છોકરીએ જણાવ્યું કે તેણી મુઝફ્ફરપુરની છે. તેનો બોયફ્રેન્ડ તેની લગ્નની લાલચ આપીને બિહારમાંથી દિલ્હી લાવ્યો હતો. અહીં થોડા દિવસ સુધી બધુ બરાબર ચાલ્યું હતું. જોકે, બાદમાં છોકરાએ તેણીને દેહવેપારના ધંધામાં ધકેલી દીધી હતી. સગીરાએ જણાવ્યું કે તેનો બોયફ્રેન્ડ ગ્રાહકો શોધી લાવતો હતો અને તેમની પાસેથી પૈસા લઈને તેણીને નોઇડાના અલગ અલગ ગેસ્ટ હાઉસમાં મોકલતો હતો. જો છોકરી ના કહેતી તો તેનો બોયફ્રેન્ડ તેની સાથે મારપીટ કરતો હતો. છેલ્લા બે મહિનાથી તેણીને સેક્ટર 24ના ગેસ્ટ હાઉસમાં મોકલવામાં આવતી હતી.

  આ પણ વાંચો: સુરત: બીડી માંગવા બાબતે ઝપાઝપી, ધક્કો મારતા યુવક નીચે પડ્યો અને થયું મોત!

  2) ફરિયાદ આપતા આવેલી મહિલા સાથે PSIનું દુષ્કર્મ

  રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય તો ફરિયાદ કોની પાસે કરવી? રાજસ્થાનમાં આવો જ એક બનાવ બન્યો છે. અલવરના ખેડલી પોલીસ મથક ખાતે ફરિયાદ આપવા આવેલી એક મહિલા પર પોલીસ સબ ઇન્સ્પેક્ટરે દુષ્કર્મ આચર્યું હતું. આરોપ છે કે ભરતસિંહ નામનો પોલીસકર્મી મહિલાને બીજા રૂમમાં લઈ ગયો હતો જ્યાં તેણી પર દુષ્કર્મ આચર્યું હતું.

  આ પણ વાંચો: પતિને જેલમાં પુરાવનાર ફરિયાદીએ બીભત્સ માંગણી કરતા મહિલા આપઘાત કરવા પહોંચી

  આરોપ પ્રમાણે 26 વર્ષની મહિલા સાથે PSIએ ત્રણ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા બીજી માર્ચના રોજ પતિ વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ મથક પહોંચી હતી. તેણીને પતિ તેણીને તલાક આપવા માંગતો હતો પરંતુ તેણી તલાક ઇચ્છી રહી ન હતી. આ અંગે ફરિયાદ આપવા માટે તેણી પોલીસ મથક પહોંચી હતી.


  આ પણ વાંચો: પોલીસની ગંભીર બેદરકારી: પુત્રની કોહવાય ગયેલી લાશને પિતાએ પ્લાસ્ટિકની થેલીમાં નાંખીને લઈ જવી પડી


  મહિલાના આરોપ પ્રમાણે આરોપી ભરતસિંહે તેણીને એવી હૈયાધારણા આપી હતી કે, તે તેના પતિ સાથે ઝઘડાનું સમાધાન લાવી દેશે. આવું કહીને ભરતસિંહ પોલીસ સ્ટેશન પાછળ આવેલા આવાસ ખાતે લઈ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. પીએસઆઈએ આવું ત્રણ દિવસ સુધી કર્યું હતું. મહિલાનો આક્ષેપ છે કે ત્રણ દિવસ બળાત્કાર ગુજાર્યા બાદ પણ તેણે તેની ફરિયાદ મામલે કોઈ કામ કર્યું ન હતું. મહિલાને સાતમી માર્ચના રોજ ફરીથી પોલીસ મથક બોલાવવામાં આવી હતી. આ વખતે મહિલાએ વિરોધ કર્યો હતો અને ભરતસિંહ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપી હતી. આ મામલે હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Husband, Woman, ગુનો, પીએસઆઇ, બળાત્કાર, રાજસ્થાન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन