લુડોની લતમાં ગાંડી થઈ ગઈ મહિલા, પોતાને જ લગાવી દાવ પર, હારી ગઈ અને...
લૂડોમાં પોતાને જ હારી ગઈ મહિલા
Woman put herself at stake while playing Ludo: મહાભારતના પાંડવોની માફક એક મહિલાએ લુડો રમતી વખતે પોતાને દાવ પર લગાવી દીધી હતી અને પછી તેના મકાનમાલિક સામે હારી ગઈ હતી.
મહાભારત (Mahabharat)માં પાંચેય પાંડવો જુગારમાં પોતાને હારી બેઠા હતા અને અંતે તેમણે પોતાની પત્ની દ્રૌપદીને દાવ પર લગાવી હતી અને તેણીને પણ હારી બેઠા હતા. આ વાત આપણે સદીઓથી સાંભળતા આવ્યા છીએ. જુગાર કેટલી હદે માણસને બરબાદ કરી શકે છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. પરંતુ કળયુગમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં મહાભારતના પાંડવોની માફક એક મહિલાએ લુડો રમતી વખતે પોતાને દાવ પર લગાવી (woman put herself at stake while playing Ludo) દીધી હતી અને પછી તેના મકાનમાલિક સામે હારી ગઈ હતી.
રેણુ નામની આ મહિલા રાજસ્થાનના જયપુર (Jaipur)માં કામ કરતા તેના પતિએ મોકલાવેલા પૈસાનો જુગાર રમાડતી (gamble with the money) હતી. આ ઘટનાની જાણ નગર કોતવાલીના દેવકાલી (Devkali Area) વિસ્તારની છે. આ મહિલાને લુડોની રમતની લત લાગી ગઈ હતી. પોતાની લતને આધિન થઇને તે નિયમિત રીતે પોતાના મકાન માલિક સાથે લુડો રમતી હતી. ગત અઠવાડિયે, જ્યારે તે બંને રમત રમી રહ્યા હતા અને દાવ લગાવી રહ્યા હતા, ત્યારે મહિલા પાસે બધા જ પૈસા ખતમ થઇ જતાં તેણે પોતાને દાવ પર લગાવી દીધી હતી.
પતિને કરી ઘટનાની જાણ
તેણે પોતાના પતિને ફોન કરીને આખી ઘટના જણાવી હતી. તેનો પતિ પ્રતાપગઢ આવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે આ ઘટનાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોસ્ટ કરી હતી, જે હવે વાયરલ થઇ રહી છે. રેણુના પતિનો દાવો છે કે તે દેવકાળીમાં ભાડાના મકાનમાં રહેતો હતો.
છ મહિના પહેલાં તે જયપુર કામ કરવા ગયો હતો અને પોતાની પત્નીને પૈસા મોકલતો રહ્યો હતો. જેનો ઉપયોગ તે જુગાર રમવા માટે કરતી હતી. પૈસા પૂરા થયા પછી તેણીએ લુડો પર પોતાને દાવ લગાવ્યો અને પોતાને હારી બેઠી હતી. જણાવી દઈએ કે આ દંપતીને બે સંતાનો છે.
" isDesktop="true" id="1295626" >
મકાનમાલિક સાથે રહેવા લાગી મહિલા
પતિના જણાવ્યા પ્રમાણે, મહિલા હવે મકાનમાલિક સાથે રહેવા લાગી છે. તેણે કહ્યું "મેં તેણીને મકાનમાલિકના સકંજામાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે તૈયાર નથી." એક પોલીસ અધિકારી સુબોધ ગૌતમે જણાવ્યું હતું કે, "અમે આ વ્યક્તિનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જેવો તેનો સંપર્ક કરીશું કે તરત જ અમે તપાસ શરૂ કરીશું."
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર