Home /News /national-international /

મહિલા પ્રોફેસરે એક 'હરકત'ને લીધે ગુમાવી નોકરી, પછી મળી કરોડોની નોટિસ

મહિલા પ્રોફેસરે એક 'હરકત'ને લીધે ગુમાવી નોકરી, પછી મળી કરોડોની નોટિસ

(Photo Credit: Shutterstock.com)

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'વાંધાજનક' ફોટો અપલોડ કર્યા બાદ એક મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે પહેલા નોકરી ગુમાવી અને હવે....

દિલ્હી: ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'વાંધાજનક' ફોટો અપલોડ (Instagram Photo post) કર્યા બાદ એક મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે (Assistant Professor) પહેલા નોકરી ગુમાવી અને હવે 99 કરોડ રૂપિયાની માનહાનિની ​​નોટિસ મળી છે. આ કેસ સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટી, કોલકાતા (st xavier s-university, Kolkata)નો છે, જ્યાં ગયા વર્ષે ઓક્ટોબર 2021માં અંગ્રેજીના આસિસ્ટન્ટ પ્રોફેસરને ઈન્સ્ટાગ્રામ પર એક 'વાંધાજનક' ફોટો મૂકવો ભારે પડ્યો હતો. પૂર્વ આસિસ્ટન્ટ પ્રોફેસરે અધિકારીઓ પર નોકરીમાંથી રાજીનામું આપવા અને હવે 99 કરોડ રૂપિયા (kolkata professor 99 crore summoned) જમા કરવા માટે દબાણ બનાવવાનો આરોપ લગાવ્યો છે.

ઈન્ડિયા ટુડે ટીવી સાથે વાત કરતા ભૂતપૂર્વ પ્રોફેસરે આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીના માતાપિતા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ વિશ્વવિદ્યાલયે તેમને કાઢી મૂકયા અને રીઝાઇન આપવા માટે જણાવ્યું હતું. તેણે કહ્યું કે, વહીવટીતંત્રને તેની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ 'વાંધાજનક' લાગી છે.

વિદ્યાર્થીના વાલીએ કરી ફરીયાદ

ભૂતપૂર્વ પ્રોફેસરે જણાવ્યું કે નોટિસમાં લખ્યું છે કે, 'તાજેતરમાં મારા પુત્રને મારા પ્રોફેસરની કેટલીક તસવીરો જોતા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. અન્ડરગાર્મેન્ટ પહેરેલા શિક્ષકને સોશિયલ મીડિયા પર તસવીરો અપલોડ કરતા જોવું એ માતાપિતા તરીકે મારા માટે અત્યંત શરમજનક છે, કારણ કે મેં મારા પુત્રને આવી અભદ્ર અને વાંધાજનક બાબતોથી બચાવવાનો પ્રયાસ કર્યો છે. 18 વર્ષના વિદ્યાર્થી માટે તેના પ્રોફેસરને અંડરગારમેન્ટમાં સજ્જ પબ્લિક પ્લેટફોર્મ પર તેનું શરીર પ્રદર્શિત કરતા જોવું તે અશ્લીલ, અભદ્ર અને અયોગ્ય છે.

આ પણ વાંચો: શું મહિલાઓના બેન્ક અકાઉન્ટમાં જમા થશે એક લાખ રૂપિયા? જાણો શું છે હકીકત

જોઇનિંગ પહેલા પોસ્ટ કરી હતી તસવીર

ભૂતપૂર્વ પ્રોફેસરના જણાવ્યા મુજબ, તેમને યુનિવર્સિટી કમિટિનો સામનો કરવો પડ્યો હતો. જેમાં રજિસ્ટ્રાર અને વાઇસ ચાન્સેલર ફાધર ફેલિક્સ રાજનો સમાવેશ થતો હતો. પ્રોફેસરે આક્ષેપ કર્યો હતો કે, ફરિયાદ પત્ર તેમની સમક્ષ બેઠકમાં વાંચવામાં આવ્યો હતો અને તેમને પદ છોડવાની ફરજ પડી હતી. તેમણે ઓક્ટોબર 2021ના છેલ્લા સપ્તાહમાં રાજીનામું આપી દીધું હતું. તેણે કહ્યું, 'તે ફોટો-શેરિંગ એપ પરની સ્ટોરી હતી, પોસ્ટ નહીં. તે 13 જૂન, 2021ના ​​રોજ અપલોડ કરવામાં આવી હતી, જે યુનિવર્સિટીમાં જોડાતા પહેલાની છે. મારું એકાઉન્ટ પ્રાઇવેટ હતું. હું જાણવા માંગતી હતી કે, મારો ફોટો કેવી રીતે એક્સેસ કરવામાં આવ્યો. તેણીએ ઈન્ડિયા ટુડેને કહ્યું કે હું આની વિરુદ્ધ કોલકાતા હાઈકોર્ટમાં જઈશ. તેમણે એમ પણ કહ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા તેમને જે રીતે દૂર કરવામાં આવ્યા હતા તે ઇરાદાપૂર્વક પાત્ર સોંપણી હતી.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ajab gajab news, Latest News, National news, Viral news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन